Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > #column: રશિયનો પાસેથી આપણે દેશપ્રેમનો પાઠ શીખવો જોઇએઃ સુધા મૂર્તિ

#column: રશિયનો પાસેથી આપણે દેશપ્રેમનો પાઠ શીખવો જોઇએઃ સુધા મૂર્તિ

0
95

ઈતિહાસ પુનરાવર્તિત થાય છે.–જય નારાયણ વ્યાસ

રશિયાની સમાજ વ્યવસ્થા અને લગ્ન પ્રણાલી વિશે એક મહત્વની વાત સુધા મૂર્તિ (sudha murthy) દ્વારા એમના પુસ્તક ‘How I taught my grandmother and other stories’ના પાન 57 થી 59 વચ્ચે કરવામાં આવી છે.

પોતાની રશિયાની મુલાકાત દરમિયાન સુધા મૂર્તિ રવિવારને દિવસે એક પાર્કની મુલાકાતે જાય છે. આમ તો ઉનાળાની સીઝન છે છતાં તે દિવસે ધીમો વરસાદ અને હવામાં ઠંડકનો અનુભવ થાય છે. અચાનક જ સુધા મૂર્તિની નજર એક યુવાન દંપતિ પર પડે છે જેઓ તાજેતરમાં જ લગ્ન કરીને પતિ-પત્ની બન્યા હોય એવું દેખાય છે. આશરે 27-28 વરસનું આ દંપતિ સારસ બેલડી જેવું સુંદર અને સોહામણું છે. પેલા યુવાને મિલિટરી યુનિફોર્મ પહેર્યો છે. યુવતીએ સફેદ સાટિનનો ડ્રેસ પહેર્યો છે. એકબીજાના હાથમાં હાથ નાખીને બૂકે સાથે ઊભેલું આ યુગલ એક નયનરમ્ય દ્રશ્ય છે.

આ પણ વાંચોઃ #Column: કાયદા માટે સૌ સરખા, પછી તે મહાત્મા ગાંધી કેમ ના હોય!

સુધા મૂર્તિને આશ્ચર્ય થાય છે કે અત્યારે આ વરસતા વરસાદમાં આ લોકો આ પાર્કમાં આવ્યા તેના કરતાં વધુ સારી બીજી જગ્યાએ જઈ શક્યા હોત. દરમિયાનમાં આ યુગલ આગળ વધે છે. બગીચામાં ઉભુ કરવામાં આવેલ એક વૉર મેમોરીયલના પ્લેટફોર્મ પર ચડે છે. ત્યાં બૂકે મૂકીને નત મસ્તકે શાંતિથી થોડીવાર ઊભું રહે છે અને પછી હળવા પગલે પાછું વળી જાય છે.

રશિયામાં ભારતની ત્રણ મહાનુભાવોના સ્મારક

આ બધું જોઇને સુધા મૂર્તિને નવાઈ લાગે છે પણ એને રશિયન આવડતું નથી. દરમિયાનમાં આ લોકો સાથે ઉભેલ એક વૃદ્ધ માણસ એને અંગ્રેજીમાં પૂછે છે, ‘તમે ભારતીય છો?’ સુધા મૂર્તિ જવાબ હકારમાં આપે છે. પેલો વૃદ્ધ કહે છે કે મોસ્કો શહેરમાં ત્રણ મહાન ભારતીયોનાં બાવલાં છે. એ ઉમેરે છે કે એણે રાજ કપૂરના ચલચિત્રો જોયાં છે. રાજ કપૂર રશિયાની મુલાકાતે આવ્યા હતા. આગળ એ પણ ઉમેરે છે કે મને એક હિન્દી ફિલ્મ ગીત ‘મેં આવારા હું’ આવડે છે.

વાતનો દોર આગળ વધે છે. મોસ્કોમાં ત્રણ પૂતળાં કોનાં છે એ વિશે સુધા મૂર્તિ તેને પૂછે છે જેના પ્રત્યુત્તરમાં પેલા ભાઈ કહે છે, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી અને ઇન્દિરા ગાંધી.

વાતવાતમાં સુધા મૂર્તિ એને પૂછી લે છે કે તમને અંગ્રેજી કઈ રીતે આવડે છે?

પેલો જવાબ આપે છે કે તેણે ઘણો લાંબો સમય વિદેશમાં કામ કર્યું છે.
અને ત્યારે સુધા મૂર્તિ એને જે પ્રશ્ન કેટલાક સમયથી પોતાને મૂંઝવે છે તે પૂછે છે.

આ પણ વાંચોઃ #column: કુશળ વહીવટકર્તા સર પ્રભાશંકર પટણીના જીવનનો પ્રસંગઃ મા તે મા….

“તમે મને કહી શકશો આ યુવાન દંપતિ એના લગ્નના પહેલા દિવસે જ વૉર મેમોરીયલની મુલાકાતે કેમ આવી પહોંચ્યું?

તેણે સમજ પાડતાં કહ્યું કે, આ દેશમાં દરેક યુવાને કેટલાંલાક વરસો ફરજિયાત મિલિટરીમાં નોકરી કરવી પડે છે. મિલિટરીમાં એનો કોઈ પણ હોદ્દો હોય તો પણ એણે લગ્નના દિવસે પોતાનો યૂનિફોર્મ જ પહેરવો પડે.

સુધા મૂર્તિને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું.

એમણે સામે પ્રશ્ન કર્યો, “એવું શા માટે?”

રશિયામાં દરેક નવદંપત્તિને પૂર્વજોના બલિદાનનું મહત્વ

ત્યારે પેલા વૃદ્ધ માણસે સમજાવ્યું કે આવું અમારી હૃદયપૂર્વકની આભારની લાગણી વ્યક્ત કરવા માટે જરૂરી છે. અમારા પૂર્વજોએ રશિયા જુદા જુદા સમયે જે યુદ્ધ લડ્યું તેમાં ભાગ લઇને બલિદાનો આપ્યાં છે. રશિયા યુદ્ધ જીત્યું કે હાર્યું પણ એમનાં બલિદાનો દેશ માટે હતાં. નવદંપતિએ એ જાણવું જરૂરી છે કે તેઓ આજે જે આઝાદ અને શાંત અને સમૃદ્ધ રશિયામાં રહે છે તેનું કારણ તેમના પૂર્વજોનાં બલિદાન છે. એટલે એમણે એમના આશિર્વાદ માગવા જોઈએ.

અમે માનીએ છીએ કે લગ્નની ઉજવણી કરતાં તમારો દેશ પ્રેમ વધારે મહત્વનો છે. વૃદ્ધો આ પ્રણાલી જળવાઈ રહે તે ઉપર ભાર દે છે. પછી આવું લગ્ન ચાહે મોસ્કોમાં હોય કે સેન્ટ પીટસબર્ગ અથવા રશિયાના બીજા કોઈ ભાગમાં. લગ્નના દિવસે તેમણે એટલે કે નવદંપતિએ નજીકના યુદ્ધ સ્મારકની મુલાકાત લેવી જ પડે છે.

આપણએ બાળકોને 1857 સંગ્રામ, 1942ની ચળવળ વિષે શીવાડીએ છીએ?

આ વાત ઉપર ચિંતન કરતાં સુધા મૂર્તિ લખે છે કે શું આપણે આપણા બાળકને 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 1942ની ભારત છોડો ચળવળ વિષે શીખવાડીએ છીએ? શું નવપરિણીત યુગલોને આંદામાનની સેલ્યુલર જેલની મુલાકાતે જવાનું કહીએ છીએ જ્યાં હજારો લોકો અત્યંત એકલવાયી જિંદગી જીવ્યા અને છેવટે ફાંસીને માંચડે લટકી ગયા? શું આપણે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, શિવાજી, રાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે જેમણે આ દેશની સ્વતંત્રતા માટે પોતાની જાતનું બલિદાન આપ્યું તેમને યાદ કરીએ છીએ?

આ પણ વાંચોઃ #Column: અમિતાભ બચ્ચન શા માટે સદીના મહાનાયક છે? કર્મ અને જ્ઞાન!

આ પુરુષો કે સ્ત્રીઓ સ્વતંત્ર ભારત જોવા ન જીવ્યા પણ આપણી જિંદગીના કોઈ મહત્વના દિવસે તેમને યાદ કરવા જેટલી સંવેદનશીલતા આપણામાં છે ખરી?

રશિયા પાસેથી આપણે આ પાઠ શીખી શકીએ?

આ સંદર્ભમાં સરહદ પર આપણા માટે જાનફેસાની કરનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપતું લતા મંગેશકરના કંઠે ગવાયેલું નીચેનું ગીત યાદ છે?

એ મેરે વતન કે લોગો,
જરા આંખ મે ભર લો પાની,
જો શહીદ હુએ હે ઉનકી,
જરા યાદ કરો કુરબાની.

યોગાનુયોગ આ પ્રસંગ ચીન સાથેના યુદ્ધ વખતની કુરબાનીને વંદન કરવા માટે આભાર દર્શન કરવા માટેનો હતો.

આજે ફરી પાછું ચીન આપણી સરહદે ખાંડાં ખખડાવી રહ્યું છે.

હર્બર્ટ સ્પેન્સરે કહ્યું છે, ‘History repeats itself’

ઈતિહાસ પુનરાવર્તિત થાય છે.

આ પણ વાંચોઃ #Column:રવિશંકર મહારાજ – અમીટ કીર્તિની અમરકથા સમા લોકસેવક