Gujarat Exclusive > દેશ-વિદેશ > સુદર્શન ટીવીના જે પ્રોગ્રામને સરકારે મંજૂરી આપી તેના પર સુપ્રીમનો પ્રતિબંધ

સુદર્શન ટીવીના જે પ્રોગ્રામને સરકારે મંજૂરી આપી તેના પર સુપ્રીમનો પ્રતિબંધ

0
108
  • કોઈપણ સમુદાયને ખોટી રીતે ચીતરતો કાર્યક્રમ ચલાવી ન લેવાયઃ સુપ્રીમ કોર્ટ
  • ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાની જાતે સ્વનિયંત્રણ કરવુ જોઈએ
  • કોઈને પણ કોઈપણ સમાજને હીણા ચીતરવાનો કોઈ હક્ક નથી
  • ટીવી પરની ચાલતી ઘણી ચર્ચા માનહાનિ કરનારી હોય છે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme court) કેન્દ્ર સરકારના આદેશને પલટાવતા સુદર્શન ટીવી (sudarshan-tv)કાર્યક્રમના મુસ્લિમ સમાજના લોકોને સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરવાના જોડાયેલા કાર્યક્રમના પ્રસારણ માટે પ્રતિબંધ લગાવી દીધો. સુપ્રીમ કોર્ટે આ સાથે ઇલેક્ટ્રોનિક મીડિયાને સ્વનિયંત્રણના માપદંડ નક્કી કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના કાર્યક્રમને (sudarshan-tv) ઉન્માદ પેદા કરનારા દર્શાવતા જણાવ્યું હતું કે આ એક સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.

મીડિયાએ જાતે સ્વનિયંત્રણ કરવુ જોઈએ

કોર્ટે જણાવ્યું હતું કે પાંચ નાગરિકોની એક સમિતિની રચના કરવામાં આવી શકે છે, જે ઇલેક્ટ્રોનિક મીડિયાના સ્વનિયંત્રણના માપદંડ નક્કી કરે. આ સમિતિમાં કોઈપણ સભ્ય રાજકીય તરફદારી કરનારા નહી હોય. તે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હશે.

આ પણ વાંચોઃ SCOની બેઠકમાં પાકિસ્તાને ખોટા નક્શાનો કર્યો ઉપયોગ, ભારતે અધવચ્ચે ચર્ચા છોડી

કેમ લાગ્યો સુદર્શન ટીવીના કાર્યક્રમ પર પ્રતિબંધ

સુદર્શન ટીવી(sudarshan-tv)ના એક કાર્યક્રમના પ્રોમોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિવિલ સર્વિસિસમાં મુસ્લિમ સમાજના સભ્યોની ઘૂસણખોરીના કાવતરાનો તેઓ પર્દાફાશ કરી રહ્યા છે. ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું હતું કે પહેલી નજરે સુદર્શન ટીવીનો(sudarshan-tv) આ એપિસોડ લઘુમતી સમાજને બદનામ કરનાર લાગે છે.

કોર્ટે જણાવ્યું હતું કે કેટલીક ચેનલો પર થનારી ડિબેટ (Debate) ચિંતાનો વિષય છે. તેમા ઘણી એવી વાતો કહેવાય છે જે માનહાનિ કરનારી હોય છે. કેટલાક કાર્યક્રમમાં તો બીજાની ઉશ્કેરતી ટિપ્પણી કરવામાં આવે છે જેમકે એક વિશેષ સમાજના લોકો સિવિલ સેવામાં પ્રવેશ કરી રહ્યા છે.

કેટલીક ચર્ચાઓ ઉશ્કેરણીજનક

સુનાવણી દરમિયાન બેન્ચમાં સામેલ ન્યાયાધીશ જોસેફે જણાવ્યું હતું કે ડિબેટમાં એન્કરની ભૂમિકાને જોવાની જરૂર છે. મોટાભાગનો સમય એન્કર પોતે જ બોલતો રહે છે અને સ્પીકરને મ્યુટ કરીને સવાલ પૂછતો રહે છે. ન્યાયાધીશ ચંદ્રચૂડે જણાવ્યું કે કોઈપણ આધાર વગર આરોપ લગાવી દેવાય છે. આવી મંજૂરી કેવી રીતે આપી શકાય. શું સ્વતંત્ર સમાજમાં તેને મંજૂરી આપી શકાય.

આ પણ વાંચોઃ ચીને સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યોઃ રાજનાથસિંહ

કેન્દ્ર સરકારે આપી હિંદુ આતંકવાદની દલીલ

કહેવાય છે કે સુદર્શન ટીવી(sudarshan-tv)ના કાર્યક્રમના પ્રસારણ માટે કેન્દ્ર સરકારે ગયા સપ્તાહે મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં પોતાની દલીલમાં જણાવ્યું હતું કે પત્રકારોની સ્વતંત્રતા સર્વોચ્ચ છે અને પ્રેસ પર નિયંત્રણનું પગલું ભયજનક હશે.

કેન્દ્ર સરકારે આ માટે હિંદુ આતંકવાદ અને લોકડાઉન દરમિયાનની સ્ટોરીની પણ દલીલ આપી હતી કે શું તેને સાંપ્રદાયિક શોથી ઓછો હાનિકારક કહી શકાય.

ન્યાયાધીશ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે પત્રકારને નિષ્પક્ષ ટિપ્પણી કરવી જોઈએ. ફોજદારી તપાસમાં પણ મીડિયા મુખ્યત્વે એક જ હિસ્સા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એન્કર એક સમાજને વિશેષ નિશાના બનાવે છે. અમે એક સ્ટાન્ડર્ડ ઇચ્છીએ છીએ.