Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘મ્યાઉ-મ્યાઉ’ અમદાવાદ બન્યું ‘ઉડ્તા પંજાબ’: કોંગ્રેસની કમિશનરને રજૂઆત

‘મ્યાઉ-મ્યાઉ’ અમદાવાદ બન્યું ‘ઉડ્તા પંજાબ’: કોંગ્રેસની કમિશનરને રજૂઆત

0
82
  • શહેરમાં મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સહિત અન્ય નશીલા પ્રદાર્થોનું ચલણ પુરજોશમાં

  • કલોલ, અંબાપુર અને ત્રાગડ જેવા ગામોના રસ્તેથી શહેરમાં ગેરકાયદે રીતે ઘુસાડતું ડ્રગ્સ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ અને ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીની આગેવાનીમાં આજે કોંગ્રેસના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળ્યું હતું. અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા યુવા પેઢીને નશાના રવાડે ચઢાવી દેનારાઓ સામે તાકીદે કડક કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી.

અમદાવાદ મ્યુનિ.વિપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે,

“અમદાવાદ શહેરમાં મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સહિત અન્ય નશીલા પ્રદાર્થોનું ચલણ વધી રહ્યું છે.

શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે.

શહેરના યુવાનોને ગેરમાર્ગે દોરીને તેઓને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને શહેરને અડીને આવેલા અને શહેરની અંદરથી પસાર થતા હાઈવે રોડ ઉપર નશીલા પ્રદાર્થોનું વેચાણ વધી રહ્યું છે.

ગુજરાત યુનિર્વિસટીની આસપાસ અને કોલેજોની આસપાસના કેટલીક ચાની કિટલીઓ, પાનના ગલ્લા ઉપર આવતા યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

ડ્રગ્સ માફિયાઓ તેમના સાગરીતો મારફતે બેફામ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા ઘટીને 393 રહી

ખાસ કરીને ચાંદખેડા જેવા હાઇવેને અડીને આવેલા વિસ્તારોમાં તથા ખુલ્લી જગ્યાઓમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ વધી રહી છે.”

આથી, પોલીસ વધુ કડક બની યુવા ધનને નશાની ખરાબ આદત તરફ જતા રોકવા માટે ખાસ પગલાં ભરે તે સમયની માંગ છે.

હાલમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે પણ આ કામગીરીને વધુ આક્રમક અને એક ઝુંબેશ તરીકે શરૂ કરવી જોઈએ.

અમદાવાદના કોટ વિસ્તારમાં પણ નશીલા પ્રદાર્થોનું વેચાણ વધી રહ્યું છે.

આ જગજાહેર છે.

આ સિન્ડિકેટ તોડવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડ્રગ્સ માફિયા સામે સ્થાનિક પોલીસ નિષ્ક્રીય, ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે?

અમદાવાદ પોલીસ નશીલા પ્રદાર્થોના વેચાણ અટકે તે માટે એક ઝુંબેશ શરૂ કરે તેવી અમારી માંગ છે.

જ્યારે ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ તેમના વિસ્તાર અંગે વાત કરતા જણાવ્યું હતું કે,

“ચાંદખેડા વિસ્તાર ડેવલપ થઈ રહેલો વિસ્તાર છે પણ અહીં છેલ્લા કેટલાક સમયથી નશીલા પ્રદાર્થોનું વેચાણ વધ્યું છે.

કલોલ, અંબાપુર અને ત્રાગડ જેવા ગામો તરફથી ગેરકાયદે રીતે ડ્રગ્સ લાવવવામાં આવી રહ્યું છે અને યુવાનોને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યાં છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાકીદે બંધ થાય તેવી અમારી માગણી છે.