Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મણિનગરની તમિલ શાળા બંધ કરવા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ

મણિનગરની તમિલ શાળા બંધ કરવા સામે વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ

0
106

વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને અન્ય સ્કૂલમાં ખસેડવાનો નિર્ણય

મનોજ કે. કારીઆ, અમદાવાદ: કોવિડ મહામારીમાં શાળાઓ શરૂ નહીં કરવા તથા શાળા શરૂ કરવામાં આવશે તો પણ વિદ્યાર્થીઓ શાળામાં નહીં જાય એટલું જ નહીં પરંતુ શાળામાં ઓનલાઇન અભ્યાસ કરાવવા બદલની ફીના મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે મણિનગર વિસ્તારની તમિલ શાળા (Tamil School)માં વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવતું હતું. પરંતુ વિદ્યાર્થીઓ ઓછા હોવાના મામલે શાળા બંધ કરવાનો અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે હુક્મ કર્યો છે. આ શાળા બંધ કરવાનો ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશન ( ટ્રસ્ટ )ના પ્રમુખ અને ખોખરા વોર્ડના પૂર્વ કાઉન્સીલર જયોર્જ ડાયસ સહિતના સ્થાનિક સામાજિક કાર્યકરો અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. રાજકીય દબાણથી અધવચ્ચેથી શાળા બંધ કરવાથી વિદ્યાર્થીનો અભ્યાસ બગડશે. એટલું જ નહિં પરંતુ આ વિસ્તારમાં તામિલની એકમાત્ર શાળા (Tamil School) છે. તેમની પાસે બીજો કોઇ વિકલ્પ નથી. જેથી આ શાળા ચાલુ રાખવા માટેની સ્કૂલ ઓફ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.

શહેરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે કરેલા હુકમમાં જણાવ્યું છે કે, માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 તેમ જ સરકારના પ્રવર્તમાન ઠરાવો, પરિપત્રો તથા નિયમોને ધ્યાને લઇ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી તમિલ હાઇસ્કૂલ (Tamil School)માં ધો. 9થી 12 કુલ વિદ્યાર્થી સંખ્યા 31 છે. જે નિયમાનુસાર ઓછી છે. એકપણ વર્ગમાં વિદ્યાર્થી સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોવાથી ધો. 9થી 12ના તમામ વર્ગો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ શાળાના એમ.એ., તામિલ બી.એડ.ના મદદનીશ શિક્ષક જે. તમિલ સેલ્વી, તથા એમ.એ., અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર બી.એડ. વિષયના મદદનીશ શિક્ષક મેબલ માનસીંગ તથા પટ્ટાવાળા તરીકે એસ.બી. યાદવને ફાજલ જાહેર કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, શાળા બંધ થતી હોવાથી શાળાનું રેકોર્ડ નજીકની શાળા શ્રી રામકુષ્ણ વિદ્યાલય, ખોખરામાં આપવા આદેશ કરવામાં આવે છે. અને શાળાનો ડેડસ્ટોકનો નિકાલ સરકારી રાહે કરી ચલણથી રકમ સરકારી બજેટ હેઠળ જમા કરાવવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, હોટલના રિનોવેશન માટે 10 કરોડ સુધીની સહાય

કયારે કયારે થઇ હતી સુનાવણી

અમદાવાદ તમિલ હાઇસ્કૂલ (Tamil School)ની તા. 27 ફ્રેબુઆરીના રોજ અમદાવાદ શહેર ડી.ઇ.ઓ. કચેરીમાં સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ધો. 9થી 12ના વર્ગો બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ શાળા મંડળની રજૂઆત તથા લોકડાઉનની પરિસ્થિતને ધ્યાનમાં લઇને પુન તા. 17/7/2020ના રોજ સુનાવણી રાખવામાં આવી હતી. આ સુનાવણીમાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટીના જણાવ્યા મુજબ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 31 હતી. આ સુનાવણીમાં શાળાને વિદ્યાર્થી સંખ્યા વધારવા જણાવ્યું હતું. પરંતુ શાળા દ્રારા નિયમાનુસાર વિદ્યાર્થી સંખ્યા ન જળવાતા 11/8/2020ના રોજ પુન: રૂબરૂ સુનાવણી કરી હતી.

વિદ્યાર્થીની સંખ્યા

ધોરણ 

વર્ગો    

વિદ્યાર્થીની સંખ્યા

9 1 6
10 1 7
11 1 12
12 1 6

શાળાના નિયમાનુસાર વિદ્યાર્થીઓની સંખ્યા ન હોવાથી શાળાના ધો.9થી 12ના વર્ગો બંધ થતાં હોવાથી શાળા બંધ કરવાની થાય છે. અને શ્રી જી. પલની સર 31//2020ના રોજ વયનિવુત થયા છે. હાલ શાળામાં 2 મદદનીશ શિક્ષક અને 1 પટ્ટાવાળા ફરજ બજાવે છે. જેથી આ ત્રણેય કર્મચારીને ફાજલ જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: આગાહી : ગુજરાતમાં ફરી ત્રાટકશે ધોધમાર વરસાદ, કેટલાંક વિસ્તારો થશે પાણી-પાણી

ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશન ( ટ્રસ્ટ )ના પ્રમુખ અને ખોખરા વોર્ડના પૂર્વ કાઉન્સીલર જયોર્જ ડાયસ, કાલીઅપ્પન મુદલિયાર, જીવા નાયકર તથા નોએલ કિશ્ચિયન એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં એક માત્ર તમિલ ભાષામાં ખોખરા ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા (Tamil School)ને અધવચ્ચે બંધ કરવાનો નિર્ણય ગેરબંધારણીય છે. એકબાજુ શાળાના શિક્ષકો અધવચ્ચેથી નિવુત થતા હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં સત્ર પૂર્ણ થયા બાદ નિવુત કરવામાં આવે છે. તો બીજીબાજુ કોરોના મહામારીના વિકટ પરિસ્તિતિમાં કેટલાંક સ્થાપિત હિતોના રાજકીય દબાણને વશ થઇ સત્ર પૂર્ણ થાય તે પહેલાં અધવચ્ચેથી જિલ્લા શિક્ષણાધિકારીએ તા. 14/8/2020ના રોજ શાળા બંધ કરી દેતાં ધો.10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ કારર્કિદી અંધકારમય બને તેમ છે.