Gujarat Exclusive > દેશ-વિદેશ > Stop Covid: હવે લોકો જાતે જ કરી શકશે પોતાનો કોરોના ટેસ્ટ

Stop Covid: હવે લોકો જાતે જ કરી શકશે પોતાનો કોરોના ટેસ્ટ

0
171
  • કોરોના સંક્રમણની ઓળખ કરવા માટે વધુ કારગત રેપિડ ટેસ્ટ વિકસિત

  • અમેરિકાના વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી રેપિડ ટેસ્ટ ટેક્નીક

નવી દિલ્હી: કોરોના સામે જંગ (Fight Against Corona) ની દિશામાં વૈજ્ઞાનિકોએ એક નવી રેપિડ ટેસ્ટ (New Corona Rapid Test) વિકસિત કરી છે. ન્યૂનતમ ઉપકરણ સાથે આ ટેસ્ટથી માત્ર એક કલાકની અંદર જ પરિણામ મેળવી શકાય છે. આ પદ્ધતિથી માપદંડ મુજબ કોરોનાની ઓળખ થઈ શકે છે.

અમેરિકાની મેસાચ્યૂસેટ્સ ઓફ ટેક્નોલૉજી (MIT)ના શોધકર્તાઓનું કહેવું છે કે, સ્ટૉપ કોવિડ (Stop Covid) નામની આ ટેસ્ટને એટલી સરળ અને વ્યાજબી બનાવી શકાય છે કે, તેનાથી લોકો રોજ પોતાનો ટેસ્ટ (Corona Test) જાતે જ કરી શકશે.

“ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન”માં પ્રકાશિત રિસર્ચ અનુસાર, આ નવો ટેસ્ટ 93 ટકા પોઝિટિવ કેસો (Corona Positive)ની ઓળખ કરવામાં ખરો સાબિત થયો છે. આ ટેસ્ટને 402 કોરોના સંક્રમિતોના સ્વૈબ સેમ્પલ પર ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિસર્ચરો હાલ લાળના નમૂના સાથે સ્ટૉપ કોવિડને પારખી રહ્યાં છે. આ પદ્ધતિથી ઘરે જ તપાસ કરવી સરળ થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આપણ આ સ્થિતિમાં રેપિડ ટેસ્ટિંગની જરૂરત છે. જેનાથી લોકો ખુદ જ રોજેરોજ ટેસ્ટ કરી શકે. આમ કરવાથી કોરોના મહામારીને કાબૂમાં કરવામાં પણ મદદ મળશે.

વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે, ક્લીનિક, ફાર્મસી, નર્સિંગ હોમ અન સ્કૂલના પ્રમાણથી આ ટેસ્ટનો વિકાસ કરવામાં આવી શકે છે. MITના શોધકર્તા જુલિયા જૉંગે કહેયું કે, અમે સ્ટોપ કોવિડ ટેસ્ટ વિક્સિત કરી છે. જેના થકી એક જ સ્ટેપમાં પરિણામ જાણી શકાશે. એટલે કે આ ટેસ્ટ લેબ વ્યવસ્થાને બહાર કોઈ નિષ્ણાંત વિના પણ કરી શકાશે. સ્ટોપ કોવિડ નામની આ નવી પદ્ધતિ ઘણી જ સસ્તી પણ હશે.

આ પણ વાંચો: અમદાવાદ: માઇક્રો કન્ટેઇન્મેન્ટમાંથી 35 દૂર, 10 વિસ્તારો ઉમેરાયાં

આ ટેસ્ટિંગ પદ્ધતિ 93 ટકા સંક્રમિત કેસોની ઓળખ કરી શકે છે. પારંપારિક ટેસ્ટિંગ પદ્ધતિમાં પણ ખારાઈની શક્યતા આટલી જ છે. આ નવી પદ્ધતિ મારફતે કોઈ પણ દર્દીના નમૂનામાં વાઈરસની આનુવંશિક સામગ્રીની સાથે મેગ્નેટિક બીડ્સ થકી સંક્રમણની ઓળખ કરવામાં આવશે.

આના ટ્રાયલ દરમિયાન વૈજ્ઞાનિકોએ દર્દીઓના 402 સેમ્પલનો ટેસ્ટ કર્યો. તપાસમાં આ પદ્ધતિએ 93 ટકા સંક્રમિતોની ઓળખ કરી હતી.