Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બન્યુ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, 9 મહિનામાં જ કરોડો રૂપિયાની આવક

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બન્યુ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, 9 મહિનામાં જ કરોડો રૂપિયાની આવક

0
2339

વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: પીએમ મોદી દ્વારા 31 ઓક્ટોબર 18ના રોજ કેવડિયા ખાતે વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.દુનિયાની અજાયબી જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 18 લાખથી પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છેઅને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 46 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 9 મહિના થઇ ગયા છે ત્યા સુધીમાં 18,05,553 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 9 મહિનામાં 46,01,75,178 રૂપિયાની અધધધ આવક થઇ છે.જો માસ વાર પ્રવાસીઓની સંખ્યા જોઈએ તો ગત 1 નવેમ્બર 2018 થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું અને નવેમ્બર -18માં 3,78,562 પ્રવાસીઓ સામે આવક 6,47,63,443 રૂપિયા થઇ હતી,ડિસેમ્બર 2018માં 2,50,113 પ્રવાસીઓ સામે આવક 5,70,41,060 રૂપિયા થઇ હતી,જાન્યુઆરી 2019માં 2,83,298 પ્રવાસી સામે આવક 7,00,42,020 રૂપિયા થઈ હતી,ફેબ્રુઆરી 2019 માં 2,10,600 પ્રવાસીઓ સામે આવક 5,60,87,710 રૂપિયા થઈ હતી,માર્ચ 2019 માં 2,02,312 પ્રવાસીઓ સામે આવક 5,22,56,580 રૂપિયા થઈ હતી,એપ્રિલમાં 4,44,522 પ્રવાસીઓ સામે આવક 7,99,41,060 રૂપિયા,મેં મહિનામાં 218787 પ્રવાસીઓ સામે 6,03,19,535 રૂપિયા આવક,જૂન માં 213472 પ્રવાસીઓ સામે 5,50,01,790 થઈ હતી.તો જુલાઈ મહિનામાં લગભગ 1.50 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે,નર્મદા જિલ્લો ગુજરાતનું કાશ્મીર ગણાય છે.ચોમાસામાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સાથે સાથે પ્રવાસીઓ ઝરવાણી ધોધ,ડેડીયાપાડામાં નિનાઈ ઘાટ અને પોઇચા સ્વામિનારાયણ મંદિરે પણ પ્રવાસીઓ ઉમટી પડે છે.વરસાદી વાતાવરણમાં પ્રવાસીઓ નર્મદા જિલ્લાની લીલોતરી જોઈ આહલાદક અનુભવ કરે છે.નર્મદા જિલ્લો આમ તો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો જિલ્લો છે.અહીં રહેવા સરદાર સરોવર નર્મદા બંધને કારણે પણ દર વર્ષે 5 લાખ જેટલા પ્રવાસીઓ આવતા હતા.પરંતુ સ્ટેટ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ એ પ્રવાસીઓમાં ખાસો વધારો થયો છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે આદિવાસીઓનો વિરોધ, પ્રવાસન પાર્ક સામે વાંધો ઉઠાવી CMને લખ્યો પત્ર