Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત જવાનો સહિત કુલ 50 લોકો કોરોના પોઝિટિવ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત જવાનો સહિત કુલ 50 લોકો કોરોના પોઝિટિવ

0
201
  • રાજ્યના સૌથી મોટા મેગા કોરોના ટેસ્ટ કેમ્પમાં 50ના કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • આગામી 31 ઓક્ટો.નાં રોજ PM મોદીની સંભવિત ઉપસ્થિતિમાં SOU ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
  • કેવડિયા સહિત આસપાસના વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા માટે કવાયત હાથ ધરાઈ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: 9મી સપ્ટેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રાજ્યનો સૌથી મોટો મેગા કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો હતો જેમાં 2800 લોકોના ટેસ્ટ સેમ્પલ લેવાયા હતાં એ પૈકી 50 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં તૈનાત CISF ના 22 જવાનો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, L&T અને અન્ય એકમોમાં કામ કરતા કુલ 50 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આગામી 31મી ઓક્ટોબર 2020ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ થશે. 31મી ઓક્ટોબરના દિવસે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગામી 31મી ઓક્ટોબર 2020નાં રોજ પીએમ મોદીની સંભવિત ઉપસ્થિતિમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.

ગુજરાતના 3 જિલ્લાનું વહીવટીતંત્ર દ્વારા બેઠકોનો દોર આરંભી આ મામલે તમામ કામગીરીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના કહેર વચ્ચે આ કાર્યક્રમ થશે તો પીએમ મોદીની સંભવિત ઉપસ્થિતિને પગલે તંત્ર દ્વારા કેવડિયા સહિત આસપાસના વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવા માટે કવાયત હાથ ધરાઈ છે.

એક બાજુ પીએમ મોદીનાં કાર્યક્રમની તૈયારીઓ તો બીજી બાજુ કોરોના પોઝિટિવની સંખ્યમાં વધારો તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. હવે આ 50 પૈકી મોટે ભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કામ કરતા લોકો જ છે, હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મેન્ટેનન્સ સહિત સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે, તો કોરોના પોઝિટિવ આવેલા CISF અને અન્ય કર્મીઓ જો એમના સંપર્કમાં આવ્યા હોવા જોઈએ. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કોરોના પોઝિટિવ આવેલા એ તમામ લોકોના સંપર્કમાં આવેલા લોકોનું લિસ્ટ બનાવી એમની તબીબી તપાસ હાથ ધરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Corona

આ પણ વાંચોઃ દિલ્હી હિંસા : UAPAમાં ઉમર ખાલિદ ધરપકડ, કલાકોની પૂછપરછ બાદ એક્શન

જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાય તો સંભવિત પ્લાનિંગ કેવું હશે?

આગામી 31મી ઓક્ટોબર 2020નાં રોજ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવાની જાહેરાત કરી શકે એવી શક્યતાઓને નકારી શકાય નહીં. તો એ પછીનાં દિવસોમાં રોજના 2500નાં સ્લેબમાં પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ મળી શકશે અને એ પણ ઓનલાઈન ટીકિટ બુકીંગ દ્વારા, ઓફલાઈન બુકીંગ હાલ પૂરતું સદંતર બંધ રાખવામાં આવે એવી પણ શક્યતાઓ છે. આવનાર તમામ પ્રવાસીઓનું સ્ક્રીનિંગ થશે કોરોના શંકાસ્પદ પ્રવાસીનો તુરંત રેપીડ ટેસ્ટ પણ કરાશે.

શું પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા 3 દિવસ પહેલા પ્લાનિંગ કરવું પડશે?

હાલમાં કોરોના કહેર ચાલી રહ્યો છે. રેપીડ ટેસ્ટ બાદ પણ RTPCR ટેસ્ટ કરાવવા માટે સરકાર સૂચન કરી રહી છે. જેને પગલે જેનો RTPCR ટેસ્ટ નેગેટિવ હશે એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવેશ મળશે એવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અને જો આ બાબતમાં તથ્ય હશે તો પ્રવાસીઓએ RTPCR ટેસ્ટ કરાવવો પડે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા 3 દિવસ પેહલા પ્લાનિંગ કરવું પડશે એવી પણ સંભાવનાઓ રહેલી છે.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે SOU તંત્ર પાસે પૂરતી વ્યવસ્થા

કોરોના કેહેરને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સુરક્ષા માટે પણ વિશેસ ધ્યાન અપાયું છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાય તો 5000 જેટલી એન્ટીજન કોવિડ ટેસ્ટ કીટ તંત્ર પાસે મોજુદ છે, એક ટેસ્ટ કીટથી 5 લોકોના કોરોના ટેસ્ટ થઈ શકે છે તો એ જોતાં 25000 પ્રવાસીઓનો સ્થળ પર જ કોરોના એન્ટીજન રેપીટ ટેસ્ટ થઈ શકશે.

જો પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં, લિફ્ટમાં અને વ્યુઇંગ ગેલેરીમાં કેટલા પ્રવાસીઓને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય એ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ પ્રવેશ આપી શકાય એ બાબતનું સર્વે હાલ ચાલી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ક્યારે ખુલ્લું મુકાઈ શકે છે?

31 મી ઓક્ટોબરે પીએમ મોદી સંભવિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે, ત્યારે તેઓ SOU પ્રવાસીઓ માટે ખુલ્લું ક્યારે મુકાશે એની જાહેરાત કરશે પણ હાલ SOU તંત્ર પ્રવાસીઓની સુરક્ષા બાબતનું સર્વે કરી રહ્યું છે, એ રિપોર્ટ PMO અને CMO માં સુપ્રત કરાશે.રિપોર્ટના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક વાર સ્થળ મુલાકાત થઈ શકે એમ છે, એ બાદ જ જે તે નિર્ણય લેવાશે.પણ આગામી 1લી નવેમ્બર અથવા 1લી ડિસેમ્બરે સંભવિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાય એવી ગણતરી લોકો માંડી રહ્યાં છે.

આ પણ વાંચોઃ Jioને ટક્કર આપવા Airtel લોન્ચ કરી શકે છે સસ્તા 4G સ્માર્ટફોન્સ