Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > Statue of Unityને “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ”: CM રૂપાણીએ સ્વીકાર્યો

Statue of Unityને “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ”: CM રૂપાણીએ સ્વીકાર્યો

0
144
  • ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી એવોર્ડ એનાયત
  • Statue of Unity નજીક પ્રવાસીઓ માટે અને પ્રોજેક્ટ-સુવિધાઓ

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી( Statue of Unity)ની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” (Best Tourist Award) સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ મુખ્યમંત્રી રુપાણીએ સ્વીકાર્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરીકલ્પનાં છે. જેના માટે સરદાર વલ્લ્ભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અમુલ્ય માર્ગદર્શન પુરું પાડ્યું છે. જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમનાં વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમાર ગુપ્તાની રાહબરી હેઠળ પ્રવાસીઓ માટે અનેકવિધ વિશ્વકક્ષાનાં પ્રોજેકટ પ્રવાસીઓ માટે ઉચ્ચ સુવિધા અત્રે ઉભી કરાઇ છે.

આ પણ વાંચોઃ શંકરસિંહનું કેમ્પેઇન : ગુજરાતમાં દારૂબંધી હટાવવા અભિયાન શરૂ કર્યું

પ્રવાસન ક્ષેત્રે યોગદાન આપનારાને સન્માન Statue of Unity

ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડે રાજયમાં સૌ પ્રથમવાર પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે “ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરીઝમ એક્સલન્સ એવોર્ડ-2020”નું આયોજન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં 25/09/2020 રોજ કરવામાં આવ્યુ હતુ. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાઇ હતી.

આ એવોર્ડ સમારંભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ને “બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસ એવોર્ડ” પ્રાપ્ત થયો છે. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટનાં અધ્યક્ષ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત પ્રવાસન વિભાગનાં કેબીનેટ મંત્રી જવાહર ચાવડા,રાજયમંત્રી વાસણ આહીર,પ્રવાસન વિભાગનાં સચિવ મમતા વર્મા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી.નાં વહીવટી સંચાલક જેનુ દેવન ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ મનસુખ વસાવાનો PMને પત્ર : નર્મદા ડેમ પાસેના ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં

વિવિધ કેટેગરીના એવોર્ડ્સ એનાયત કરાયા

Statue of Unity

Statue of Unity

સમારંભમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી 2 વર્ષથી પણ ઓછા સમયમાં વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બની ચુકયુ છે. અત્યારસુધી અત્રે 44 લાખ કરતા વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. પ્રવાસીઓ માટે સમગ્ર વિશ્વનાં અનમોલ પ્રવાસીય સ્થળો વિકસાવાયા છે.

 સ્ટેચ્યુ ઓફ યુનિટી( Statue of Unity) ઉપરાંત કેવડિયા જંગલ સફારી, વિશ્વવન, વેલી ઓફ ફલાવર, ડાઇનો ટ્રૈઇલ, ખલવાણી ઇકો ટુરીઝમ, રીવર રાફટીંગ, આરોગ્ય વન, ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક, એકતા નર્સરી, કેકટસ ગાર્ડન, બટર ફ્લાઇ ગાર્ડન, ઝરવાણી ઇકો ટુરીઝમ, સરદાર સરોવર નૌકાવિહાર અને એકતા મોલ જેવા આકર્ષણો ઉપલબ્ધ છે.

ફેરી બોટ અને રોપવે જેવા આકર્ષણો ઉમેરાશે

આગામી સમયમાં સી પ્લેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)સુધી જવા માટે ફેરી બોટ અને રોપવે જેવા આકર્ષણોની મઝા પ્રવાસીઓ ઉઠાવી શકશે.વિશ્વકક્ષાની સુવિધાઓ ટૂંકમાં વિકસાવવા માટે આ અગાઉ ટાઇમ મેગેઝીન દ્રારા વિશ્વનાં 100 પ્રવાસીય સ્થળોમાં સમાવેશ કરાયો હતો તેમજ SCO તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ વિશ્વની અઠમી અજાયબી તરીકે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Arjun Modhwadiaનો આરોપઃ ભાજપે હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડાં કર્યા