Gujarat Exclusive > દેશ-વિદેશ > પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, પાક.ના 2 જવાનને મોતને ઘાટ ઉતાર્યા, એક જવાન શહીદ

પાકિસ્તાને ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, પાક.ના 2 જવાનને મોતને ઘાટ ઉતાર્યા, એક જવાન શહીદ

0
222

શ્રીનગર: પાકિસ્તાના વારંવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા કરે છે ત્યારે ફરી વાર સંઘર્ષના વિરામના નિયમોનું ઉલ્લંઘન કરતા મંગળવાર બપોર બાદ પાકિસ્તાને અચાનક ભારતીય ચોકીઓને નિશાન બનાવ્યું હતું. કાશ્મીરના જિલ્લા કુપવાડામાં તંગધાર અને જિલ્લા રાજૌરીના સુંદરબનીના કેરી સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો.

અચાનક કરવામાં આવેલા ગોળીબારીમાં સુંદરબનીમાં એક ભારતીય જવાન શહીદ થયો હોવાની માહિતી મળી રહી છે ત્યારે તંગધારમાં ગોળીબારનો જવાબ આપતા ભારતીય જવાનોએ પણ મુહતોડ જવાબ આપ્યો હતો. સેનાના સૂત્રોનું કહેવુ છે કે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના પણ બે જવાન ઠાર કરવામાં આવ્યા છે. છેલ્લા એક કલાકથી સરહદ પર સતત ગોળીબાર કરવામા આવ્યો હતો.

સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ગોળીબારી 1.30 વાગ્યે તંગધાર સેક્ટરમાં જાળ કોમ્પલેક્સની નજીક શુરૂ થઈ હતી. પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓને નિશાન બનાવી હતી. પહેલા ગોળીબારી કરીને બાદમાં મોટાર્ર પણ દાગવામાં આવ્યો હતો. ભારતીય જવાનોએ પોતાની પોજીશન લેતા પાકિસ્તાની ગોળીબારીનો જવાબ આપ્યો હતો. સતત એક કલાક ગોળીબારી ચાલી હતી. સરહદ પર મોટાર્રનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પરંતુ બન્ને થોભી-થોભીને ગોળીબારી કરી રહ્યાં હતા.

અચાનક શરૂ થયેલા ગોળીબારીના કારણે તંગધાર સેક્ટરમાં રહેતા લોકોમાં ડરનો માહોલ છે. સેનાના અધિકારીઓનું કહેવું છે કે, સીમા પર ઘુસણખોરી કરવા માટે પાકિસ્તાની ગોળીબારી કર્યા કરે છે. ભારતીય જવાનો પૂર્ણ રીતે હાજર રહે છે અને સીમા પર દરેક પ્રકારની હલચલ પર ધ્યાન રાખે છે.બીજી તરફ સુંદરબનીમાં પાકિસ્તાન તરફથી ગોળીબારીમાં શહીદ થયેલો જવાન 18 જેકલાઈનો હોવાનું જાણવા મળી રહ્યું છે. શહીદની ઓળખ નાયક કૃષ્ણ લાલ પુત્ર ચુન્ની લાલના નિવાસી ઘિઘરિયાલ ખૌડના રૂપમાં થઇ છે.

જળ સંકટથી જજૂમી રહ્યું છે રાજસ્થાન, ગમે ત્યારે ખતમ થઈ શકે છે ભૂગર્ભજળ