Gujarat Exclusive > રાજનીતિ > અભદ્ર ટિપ્પણી કરનારા SP સાંસદ આઝમ ખાને લોકસભામાં માંગી માફી

અભદ્ર ટિપ્પણી કરનારા SP સાંસદ આઝમ ખાને લોકસભામાં માંગી માફી

0
467

લોકસભા અધ્યક્ષની પેનલ સદસ્ય રમાદેવી (Ramadevi) પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે આજે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) સાંસદ આઝમ ખાને લોકસભામાં માફી માંગી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla) ગૃહમાં આઝમ ખાનને (Azam Khan) પોતાની ટિપ્પણી પર માફી માંગવા કહ્યું હતું. જે બાદ આઝમ ખાને માફી માંગી હતી. જો આઝમ ખાન માફી ના માંગત તો તેમને સસ્પેન્ડ કરવામાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

અગાઉ સર્વદલીય બેઠકમાં સ્પીકર ઓમ બિરલાને કાર્યવાહીને લઈને અધિકાર આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં સ્પીકર બિરલા સાથે BSP સાંસદ દાનિશ અલી, NCP નેતા સુપ્રીયા સુલે, કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, DMK નેતા કનિમોઝી, TDP નેતા જયદેવ ગલ્લા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સામેલ થયા હતા.

શું છે મામલો
લોકસભામાં ટ્રીપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન ગુરૂવારે એ સમયે વિવાદ સર્જાયો, જ્યારે પીઠાસીન સભાપતિ અને ભાજપ સાંસદ રમાદેવીને લઈને સમાજવાદી પાર્ટીના સાસંદ આઝમ ખાને વિવાદીત ટિપ્પણી કરી હતી. જે બાદ ભાજપના સાંસદોએ હોબાળો કરતા માફીની માંગ કરી હતી.

આઝમ ખાનના નિવેદન વિરૂદ્ધ અન્ય પાર્ટીઓની મહિલા સાંસદો સહિત અનેક પક્ષોના નેતાઓએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. મહિલા સાંસદોએ સ્પીકરને કડક કાર્યવાની માંગ કરી હતી.

ચોતરફથી આઝમ ખાનની મુશ્કેલી વધી
લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન પર ભડકાઉ ભાષણ આપવા અને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવાના તમામ કેસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાન પર 13 FIR અને 2 NCR દાખલ કરવામાં આવી હતી.

કર્ણાટકમાં આજે ફ્લોર ટેસ્ટ, અયોગ્ય ઠરેલા ધારાસભ્યો સ્પીકર પર ભડક્યાં