Gujarat Exclusive > દેશ-વિદેશ > સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જવા રવાના, મોન્સુન સત્રના પ્રથમ ચરણમાં ભાગ નહીં લે

સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જવા રવાના, મોન્સુન સત્રના પ્રથમ ચરણમાં ભાગ નહીં લે

0
66
  • સોનિયા ગાંધી રાહુલ ગાંધી સાથે સારવાર માટે વિદેશ જવા રવાના
  • સોનિયા ગાંધી સંસદના મોન્સૂન સત્રના પહેલા ચરણમાં ભાગ નહીં લે
  • સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રાહુલ ગાંધી સાથે સારવાર માટે વિદેશ (Sonia Gandhi Rahul Gandhi Latest News) જઇ રહી છે. સોનિયા ગાંધી સોમવારના રોજ શરૂ થઇ રહેલ સંસદના મોન્સૂન સત્રના પહેલા ચરણમાં ભાગ નહીં લે. તેની સાથે રાહુલ ગાંધી પણ જઇ રહ્યાં છે. રાહુલ ગાંધી આગામી સપ્તાહ સુધીમાં પરત આવી જશે.

એવું કહેવાઇ રહ્યું છે કે સોનિયા ગાંધી (Sonia Gandhi Rahul Gandhi Latest News) એ સંસદીય રણનીતિ સમૂહની સાથે બેઠક કરી છે. જેમાં તે મુખ્ય મુદ્દાઓને ઉઠાવાયો છે કે જે રાષ્ટ્રને પ્રભાવિત કરી રહેલ છે. આ દરમ્યાન તેઓએ બંને ગૃહોમાં ઉત્તમ સમન્વય માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યાં છે.

આ પહેલાં શુક્રવારના રોજ કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરફાર પણ કરવામાં આવ્યા હતાં. આ ફેરફારમાં સૌથી મોટો ફાયદો રાહુલ ગાંધીના વફાદાર રણદીપસિંહ સુરજેવાલાને થયો છે. સુરજેવાલા હવે કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપનારી ઉચ્ચ સ્તરીય વિશેષ સમિતિનો ભાગ છે.

આ પણ વાંચોઃ સોલાના ગોતા હાઉસિંગમાંથી સાત વર્ષની બાળકી ગુમ: પોલીસની સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ

આ સાથે જ સુરજેવાલાને કોંગ્રેસના મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે. મઘુસૂદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સિવાય કેસી વેણુગોપાલને સંગઠનની જવાબદારી આપવામાં આવી છે.

સોનિયા ગાંધીએ સંગઠનાત્મક મામલાઓમાં સહાયતા માટે એક છ સભ્યોની વિશેષ સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે. એકે એન્ટની, અહેમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલા વિશેષ સમિતિના સભ્ય હશે. વિશેષ સમિતિના આ 6 સભ્ય સંગઠનાત્મક અને સંચાલનના મામલામાં સોનિયા ગાંધીની સહાયતા કરશે.

પડકારજનક હશે આ સત્ર

તમને જણાવી દઈએ કે, સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે. કોરોના મહામારીને કારણે આ વખતે સંસદના સત્રમાં દરેકમાં પરિવર્તન આવશે. આ સાથે જ તે પડકારજનક પણ હશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાનું પણ માનવું છે કે, આ સત્ર પડકારજનક થવાનું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોમાં ઘટાડો, 18 દૂર અને 14નો સમાવેશ