Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: મરણ પામતાં જાનવરોને તાત્કાલિક ધોરણે ઉપાડી લેવા મેયરની સૂચના

અમદાવાદ: મરણ પામતાં જાનવરોને તાત્કાલિક ધોરણે ઉપાડી લેવા મેયરની સૂચના

0
52
  • શહેરમાંથી લીલા ઝાડપાનના કચરાંને ઉપાડવા માટે ગાર્ડન વિભાગને તાકીદ

  • ભારે વરસાદ બાદ શહેરમાં પેદા થયેલા કચરા અંગેની કામગીરી મેયરે રિવ્યુ મીટીંગ કરી

અમદાવાદ: શહેરમાં વકરેલી કોરોના મહામારીને અટકાવવા પણ કોર્પોરેશન અથાગ પ્રયાસો કરી રહી છે. ત્યારે ચોમાસાની સિઝનમાં શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ જુદી જુદી જગ્યાએ એકત્ર થયેલા ઘન કચરા (Ahmedabad Solid Waste) અને રસ્તાઓ પર આવેલી માટી તેમ જ કાદવ કિચડ દૂર કરવાની કામગીરીના રિવ્યુ માટે મેયરની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સિંગ મિટિંગ રાખવામાં આવી હતી.

આ મિટિંગમાં મેયરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને વરસાદની સિઝનમાં શહેરમાં મોટી સંખ્યામાં મરણ પામતાં જાનવરોને તાત્કાલિક ધોરણે ઉપાડવા માટે ઝોન દીઠ સાત વાહનો ફાળવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.

તેમ જ શહેરમાંથી લીલા ઝાડ પાનના કચરાંને ઉપાડવા માટે ગાર્ડન વિભાગ દ્રારા અલાયદા વાહનો ફાળવી વ્યવસ્થા માટે તાકીદ કરી હતી.

આ પણ વાંચો: ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ કોરોના પોઝિટિવ, પાટીલને કોરોના કન્ફર્મ

બુધવારની આ મિટિંગના પ્રારંભમાં મેયરે કાદવ-કિચડ (Ahmedabad Solid Waste) સહિત કચરો ઉપાડવા બાબતે કરેલા પ્રશ્નના જવાબમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ કરેલી કામગીરી વર્ણવતાં જણાવ્યું હતું કે, દૈનિક 200થી 300 ટન માટી અને કાદવ-કિચડ (Ahmedabad Solid Waste) હાલમાં ઉપાડવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આગામી સમયમાં બપોર બાદ સફાઇ કામદારોથી ટોળાકામ કરી મુખ્ય રસ્તા પર માટીકામ કરીને રસ્તાઓની છુટી પડેલી કપચી, માટી તથા જરૂર પડયે ટ્રેકટર, પાવડી જેવી મશીનરી મેળવી કાદવ-કિચડ (Ahmedabad Solid Waste) દૂર કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવશે.

તેમ જ શહેરમાં જુદા જુદા સ્પોટો પરથી કચરો ઉપાડવા માટે 158 પીળા રંગના સ્પોટ કલેકશન માટેના વાહનો તેમ જ 187 રેફ્યુઝ કોમ્પેકટર વાહનોથી સિલ્વર ટ્રોલી સહિત નાના મોટા સ્પોટના કલેકશનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ દરમિયાનમાં મેયરે જાનવરો તથા ઝાડ પાન (Ahmedabad Solid Waste) હટાવી લેવાની સૂચના આપી હતી.

મિટિંગની અંતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી સી.આર. ખરસાણ દ્રારા આગામી સમયમાં શહેરના તમામ સાત ઝોનના 48 વોર્ડમાં સફાઇ સેનીટેશનની અસરકારક ઝુંબેશ શરૂ કરી વ્યવસ્થાને વધુ સઘન બનાવવાની ખાત્રી આપી હતી.

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 16ના મોત

ચોમાસાની સીઝનમાં શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ જુદી જુદી જગ્યાએ એકત્ર થયેલા ઘન કચરા (Ahmedabad Solid Waste) અને રસ્તાઓ પર આવી ગયેલી માટી તેમ જ કાદવ-કિચડ દૂર કરવાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્રારા કરવામાં આવી રહેલી સફાઇ સેનીટેશનની કામગીરી બાબતે મેયર બિજલબેન પટેલની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ, નેતા અમિત શાહ તથા દંડક રાજુભાઇ ઠાકોરની ઉપસ્થિતિમાં આ વિડિયો કોન્ફરન્સ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન પરેશ પટેલ,

ડેપ્યુટી ચેરમેન જયેશ ત્રિવેદી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઓ.એસ.ડી.સી.આર. ખરસાણ તથા

ડાયરેકટર હર્ષદરાય સોંલકી તથા ડેપ્યુટી ડાયરેકટરો સામેલ હતા.