Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > વીક એન્ડમાં સુરતીઓની ભીડને રોકવા પાલિકા કરશે નાકાબંધી

વીક એન્ડમાં સુરતીઓની ભીડને રોકવા પાલિકા કરશે નાકાબંધી

0
63
  • કોરોનાના કેસો વધવાની દહેશતને પગલે સુરત મનપા દ્વારા કડક નિર્ણય
  • રજાના દિવસોમાં જ્યાં વધુ ભેગા થતાં હોય ત્યાં નાકાબંધી કરવાની જાહેરાત
  • ડુમ્મસ બીચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

સુરત : શહેરમાં કોરોનાના કેસો વધવાની દહેશતને પગલે મહાનગરપાલિકા દ્વારા કડક નિર્ણયો (Surat corona latest news) લેવામાં આવી રહ્યાં છે. જેમાં રજાના દિવસોમાં એવાં સ્થળો કે જ્યાં લોકો વધુ ભેગા થતાં હોય ત્યાં નાકાબંધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સ્ટ્રીટ ફૂડની લારીઓને બંધ રાખવાના નિર્દેશ અપાયા છે.

સુરત શહેરમાં કોરોનાનો આંકડો 18 હજારને પાર થઈ ચૂક્યો છે અને દરરોજ આ આંકડો વધી જ રહ્યો છે. સતત વધતાં આંકડા પાછળ લોકોની બેજવાબદારી પણ એક મહત્વનું કારણ છે. સુરતમાં અનેક લોકો જાણે કોરોના જતો રહ્યો હોય એમ બિન્દાસ્ત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાવી રહ્યાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકો જાહેરમાં ભેગા ન થાય તે માટેનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે.

જે ઝોનમાં કેસો વધી રહ્યાં છે અને એ જ વિસ્તારોમાં લોકો જાહેરમાં ભેગા થાય છે તેવા શહેરના રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના સંક્રમણ રોકવા માટે વીક એન્ડમાં મોલ, મોટી દુકાનોની સાથે સાથે સ્ટ્રીટ ફુડની લારીઓ લોકોની ભીડ અટકાવવા કડક કાર્યવાહીના આદેશ અપાયા છે. મોલ, મેગા સ્ટોર્સ અને મોટી દુકાનો બંધ રખાશે ત્યાં સ્ટ્રીટ ફૂડની લારીઓ પર પણ ભીડ નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે. આ સાથે ડુમ્મસ બીચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જંગલો પુનઃ જીવિત કરવાના સરકારના પ્રયાસને છોટુ વસાવાએ આદિવાસીઓનો વિનાશ ગણાવ્યો

રાંદેર અને અઠવા ઝોનની માફક તેવી જ રીતે હવે વરાછા ઝોનમાં વિસ્તારમાં સંક્રમણ રોકવા માટે વીક એન્ડમાં નાકાબંધી જાહેર કરવામાં આવી છે. વરાછા ઝોનમાં એ અને બીના સિમાડા અને મોટા વરાછામાં સંક્રમણમાં (Surat corona latest news) વધારો દેખાયો છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થઈ રહ્યાં છે. ખાસ કરીને શનિવાર અને રવિવારમાં આ બન્ને વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતાં હોવાથી અહીં નાકાબંધી જાહેર કરવામમાં આવી છે. મહત્વનું છે કે પાલિકાની તાકીદ છતાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જળવતા નથી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ત્યારે ગઇ કાલ સાંજ સુધીમાં રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. દરરોજના કેસો ઉંચે જતા કોરોના સંક્રમણના ગ્રાફમાં ગઇ કાલે 1344 પોઝિટિવ કેસો આવ્યા હતાં.

ગુજરાતમાં કોવિડ-19નાં કુલ કેસોની સંખ્યા વધીને 110971એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3183એ પહોંચ્યો હતો. જ્યારે 1240 લોકોએ છેલ્લાં 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જો કે ગુજરાત માટે સૌથી મોટી ખુશખબર એ છે કે રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 82.43 ટકા છે. ગઇ કાલે રાજ્યમાં 71,668 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ  પૂનમ પાંડેએ ગુપચુપ બોયફ્રેન્ડ સૈમ સંગ લગ્ન કર્યા, PHOTOS જોઇ દંગ થઇ જશો