Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી હિંસા: પૂરક ચાર્જશીટમાં સીતારામ યેચૂરી અને યોગેન્દ્ર યાદવ સહિત અનેક મોટા નામ

દિલ્હી હિંસા: પૂરક ચાર્જશીટમાં સીતારામ યેચૂરી અને યોગેન્દ્ર યાદવ સહિત અનેક મોટા નામ

0
37
  • ‘પિંજરા તોડ’ સંગઠનના સભ્યોનું ચોંકવાનારું કબૂલનામું

  • દિલ્હી હિંસાએ ભીમ આર્મી ચીફ, અપૂર્વાનંદ અને જયતિ ઘોષનું ષડયંત્ર

  • PFI અને જામિયા કૉઓર્ડિનેશન કમિટીના કહેવા પર CAA વિરોધી ઉગ્ર પ્રદર્શન

  • AAP MLA અમાનતુલ્લા ખાને પણ હિંસા ભડકાવવામાં કરી મદદ

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા (Delhi Riots) મામલે દિલ્હી પોલીસે (Delhi Poice) CPI-M મહાસચિવ સીતારામ યેચૂરી (Sitaram Yechury), સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ (Yogendra Yadav), અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને એક્ટિવિસ્ટ અપૂર્વાનંદ, ડૉક્યુમેન્ટ્રી ફિલ્મમેકર રાહુલ રૉયને પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં કાવતરુ રચનારા ગણાવ્યાં છે.

દિલ્હી પોલીસે “પિંજરા તોડ” સંગઠનની દેવાંગના કાલિતા, નતાશા નરવાલ અને ગુલિફ્શા ફાતિમાના વિરુદ્ધ જાફરાબાદ હિંસા સાથે સંકળાયેલા કેસમાં FIR દાખલ કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે પોતાની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં ઉપરોક્ત નેતાઓ અને એક્ટિવિસ્ટોના નામ પણ હિંસા પાછળ ષડયંત્ર ઘડનારા તરીકે સામેલ કર્યું છે. પોલીસે દેવાંગના કાલિતા અને નતાશા નરવાલની મે મહિનાના અંતમાં ધરપકડ કરી હતી.

જ્યારે ફાતિમાને પોલીસે જુલાઈના અંતમાં ઝડપી પાડી હતી. આ ત્રણેય વિરુદ્ધ UAPA એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં પોલીસે દાવો કર્યો છે કે, કાલિતા અને નરવાલે દિલ્હી હિંસામાં પોતાનો હાથ હોવાનું સ્વીકાર્યું છે. આટલું જ નહીં, CAA વિરોધી પ્રદર્શન કરવા માટે અપૂર્વાનંદ, રાહુલ રૉય અને જયતિ ઘોષને પોતાના મેન્ટોર (માર્ગદર્શક) તરીકે સ્વીકાર કર્યો છે.

એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેવાંગના કાલિતા અને નતાશા નરવાલાએ કહ્યું છે કે, ડિસેમ્બરમાં દરિયાગંજ વિરોધ પ્રદર્શન અને ફેબ્રુઆરીમાં જાફરાબાદમાં ચક્કાજામનું આયોજન ઘોષ, અપૂર્વાનંદ અને રાહુલ રૉયના કહેવા પર કર્યું હતું.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ, મોડી રાત્રે AIIMSમાં દાખલ

‘ધી વાયર’ના રિપોર્ટ પ્રમાણે, પોલીસનો દાવો છે કે, પિંજરા તોડ સંગઠનના સભ્યોએ એ પણ જણાવ્યું છે કે, ઘોષ, અપૂર્વાનંદ અને રાહુલ રૉયે PFI અને જામિયા કૉઓર્ડિનેશન કમિટીના કહેવા પર જ તેમને CAA વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે કહ્યું હતું.

જ્યારે ફાતિમાએ પોતાના નિવેદનમાં CPI-M મહાસચિવ સીતારામ યેચૂરી, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, વકીલ મહમૂદ પારચા, યુનાઈટેડ અગેંસ્ટ હેટ એક્ટિવિસ્ટ ઉમર ખાલિક અને મુસ્લિમ સમાજના નેતાઓ જેવા કે મતિન અહમદ, અનદ, સદફ, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાને પણ હિંસા ભડકાવવા માટે ષડયંત્રકારીઓની મદદ કરી હતી.

ફાતિમાએ 15-જાન્યુઆરીએ સીલમપુરમાં CAA વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતુ. ફાતિમાએ પોલીસને જણાવ્યું કે, તેને વિરોધ પ્રદર્શન દ્વારા ભારત સરકારની છબી ખરાબ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.