Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત કેસ: NCBની ઓફિસ પહોંચી શ્રુતિ મોદી, જયા સાહાની પણ થશે પૂછપરછ

સુશાંત કેસ: NCBની ઓફિસ પહોંચી શ્રુતિ મોદી, જયા સાહાની પણ થશે પૂછપરછ

0
92

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહેલા નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi) અને ટેલેન્ટ મેનેજર જયા સાહાને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. હાલ શ્રુતિ મોદી પૂછપરછ માટે NCB ઓફિસ પહોંચી ગઈ છે. જયા શાહા સાથે પણ આજે જ પૂછપરછ કરવામાં આવશે.

આ કેસમાં તપાસ એટલી આગળ વધી ગઈ છે કે, દરરોજ કોઈ ને કોઈ નવા વળાંકો આવી રહ્યાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક ઉભરતા અને સેટલ્ડ સેલેબ્સ દ્વારા નિયમિત ડ્રગ્સ લેવામાં આવતી હોવાની જાણકારી સામે આવી રહી છે. આ મામલે વધુ જાણકારી મેળવવા માટે જ NCBની ટીમે શ્રુતિ મોદી અને જયા સાહાને તેડુ મોકલ્યું છે. અગાઉ આ બન્ને જણની CBI અને ED પૂછપરછ કરી ચૂકી છે.

આ પણ વાંચો: ગાંધીનગર MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ ગળે ફાંસો ખાધો

મુંબઈની છબી ખરડાવાઈ રહી છે
શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે, યોજનાબદ્ધ રીતે સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ મારફતે મુંબઈ અને મહારાષ્ટ્રની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર “સામના”માં લખેલા સંપાદકીયમાં કહ્યું છે કે, છેલ્લા 5-6 વર્ષથી સોશિયલ મીડિયા પર ગપશપના નામે મુંબઈ અને મહારાષ્ટ્રને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે.

ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક કલાકારોએ રિયા ચક્રવર્તી કેસમાં થઈ રહેલા મીડિયા કવરેજને લઈને વાંધો ઉઠાવ્યો છે. સોનમ કપૂર, મીરા નાયર અને અનુરાગ કશ્યપ સહિત 2 હજાર લોકોના હસ્તાક્ષરવાળા ખુલ્લા પત્રમાં મીડિયાની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

આ પત્રમાં સાઈન કરનારા અન્ય કલાકારોમાં ફ્રેડા પિન્ટો, જોયા અખ્તર, ફરહાન અખ્તર, દિયા મિર્ઝા, ગૌરી શિંદે, રીમા કાગતી અને મિની માથુર સામેલ છે. આ લોકોએ મીડિયાને સલાહ આપી છે કે, તેઓ સમાચારની પીછો જરૂર કરે, પરંતુ મહિલાઓનો નહીં.

સુશાંત કેસમાં NCB દ્વારા વધુ બે લોકોની ધરપકડ
સુશાંત સિંહના મોત મામલે નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. NCBએ શૌવિકના મિત્ર જયદીપ મલ્હોત્રાને સોમવારે ઝડપી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરતાં તેને 18 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે.

બીજી તરફ NCBની વધુ એક ટીમે ગોવામાં દરોડા પાડીને ક્રિસ કોસ્ટાને ઝડપી પાડ્યો છે. ક્રિસને મુંબઈ લાવીને વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિસને 17 સપ્ટેમ્બર સુધી NCBની કસ્ટડીમાં સોંપી દેવાયો છે. આ બન્ને મળીને NCB અત્યાર સુધીમાં કુલ 18 લોકોની ધરપકડ કરી ચૂકી છે.