Gujarat Exclusive > દેશ-વિદેશ > ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ

ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ

0
58

નવી દિલ્હી: કોવિડ-19ની વૅક્સીન (Covid-19 Vaccine) તૈયાર કરી રહેલી બ્રિટનની ફાર્મા કંપની AstraZeneca દ્વારા દર્દીઓની તબીયત લથડ્યા બાદ બ્રિટનમાં આ વૅક્સીન (Corona Vaccine Trial) ના ટ્રાયલ પર રોક લગાવી દીધી છે. જો કે ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (Serum Institute of India) તરફથી આ વૅક્સીનનું ટ્રાયલ ચાલુ જ છે.

એવામાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા (DCGI)એ દવા બનાવતી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ ફટકારી છે.

DGCIએ નોટિસ મોકલીને પૂછ્યું છે કે, જ્યાં સુધી દર્દીની સુરક્ષા સ્થાપિત ના થાય, ત્યાં સુધી તમને મળેલી ક્લિનિકલ ટ્રાયલની મંજૂરીને રોકવામાં કેમ ના આવે? ડ્રગ્સ કંટ્રોલર ઑફ ઈન્ડિયા એ વાતથી નારાજ છે કે, અમેરિકા, યુકે, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકામાં વૅક્સીનનું ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે. જ્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આ વાતની જાણ સેન્ટ્રલ લાઇસન્સિંગ ઓથોરિટીને નથી કરી. આટલું જ નહીં આ અંગે કેઝ્યુલિટી એનાલિસનો રિપોર્ટ સોંપ્યો છે.

આ પણ વાંચો:  કોરોના સામે જંગને મોટો ફટકો! ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ વૅક્સિનનું ટ્રાયલ અટકાવ્યું

હકીકતમાં વૅક્સીનનો આ ફેઝ-3 ટ્રાયલ ત્યારે રોકવો પડ્યો, જ્યારે UKમાં એક વૉલેન્ટિયરની તબિયત ખરાબ થઈ ગઈ. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, આ કારણ બતાવો નોટિસનો તરત જવાબ આપો. નહીંતર માની લેવામાં આવશે કે, તમારી પાસે કોઈ જવાબ કે સ્પષ્ટતા નથી. જે બાદ તમારા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

વાસ્તવમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રોઝેનેકા “કોવિશિલ્ડ” (Covishield)નામની કોરોના વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ વિશ્વના અનેક દેશોમાં કરી રહ્યાં છે. ભારતમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા તેનું પાર્ટનર છે, જે આ વૅક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરી રહ્યું છે.

સિરમ ઈન્સ્ટીટ્યૂટે આ સ્પષ્ટ કરી દીધુ હતું કે, ભલે UKમાં ટ્રાયલ રોકવામાં આવ્યું છે, પરંતુ તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે જ્યાં સુધી ભારતમાં ચાલી રહેલા ટ્રાયલની વાત છે, તો તે હજુ યથાવત જ છે.