Gujarat Exclusive > રાજનીતિ > વ્હોટ્સએપ મેસેજથી નારાજ શિવસૈનિકોએ રિટાયર્ડ નેવી ઓફિસરને ઢોરમાર માર્યો

વ્હોટ્સએપ મેસેજથી નારાજ શિવસૈનિકોએ રિટાયર્ડ નેવી ઓફિસરને ઢોરમાર માર્યો

0
70

મુંબઈ: દેશના આર્થિક પાટનગર મુંબઈમાં કેટલાક શિવસૈનિકોએ એક વ્હોટ્સએપ મેસેજથી નારાજ થઈને રિટાયર્ડ નેવી ઑફિસરની બરહેમીથી ધોલાઈ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં પીડિત ઓફિસરની આંખોમાં ઈજા થઈ થઈ છે.

શુક્રવારે સાંજે થયેલી આ ઘટના શહેરના કાંદીવલી વિસ્તારની છે. અહીંના સમતાનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયા બાદ 6 શિવસૈનિકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુ:ખ વ્યક્ત કર્યું છે. જ્યારે અભિનેત્રી કંગના રનૌતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનીએ કહ્યું કે, નેવી ઑફિસરની ધોલાઈ સરકારનો વિરોધ કરવાના કારણે થઈ છે. કેન્દ્ર સરકારે આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને બંધારણીય અધિકારોને સુરક્ષા આપવી જોઈએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર, 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ

નેવી ઓફિસરને માર મારવાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ કમલેશ ચંદ્રકાંત કદમ, સંજય માંજરે, રાકેશ, પ્રતામ મોતીરામજી સુંદવેરા, સુનિલ દેસાઈ અને રાકેશ કૃષ્ણા તરીકે થઈ છે.

નિવૃત નેવી ઓફિસરનું કહેવું છે કે,
“8 થી 10 લોકોએ મારા પર હુમલો કર્યો અને મને બેરહેમીથી ફટકાર્યો હતો. અગાઉ પણ એક મેસેજ ફોરવર્ડ કર્યા બાદ મને ધમકી ભરેલા ફોન આવ્યા હતા. મેં મારી આખી જિંદગી દેશ માટે કામ કર્યું છે. આ પ્રકારની સરકાર હોવી જ ના જોઈએ. ”

રિટાયર્ડ નેવી ઑફિસરની પુત્રી શીલા શર્માએ જણાવ્યું કે, શિવસૈનિકોએ હુમલો કર્યા બાદ પોલીસ પણ તેમના ઘરે આવી હતી. પોલીસ પણ મારા પિતાને પોતાની સાથે લઈ જવા માટે દબાણ કરી રહી હતી. હવે આ મામલે અમે FIR દાખલ કરાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો?
નૌ સેનાના પૂર્વ અધિકારી મદન શર્માને શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા ઢોરમાર મારતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શિવસેનાના કાર્યકર્તાઓ નેવીના પૂર્વ ઓફિસરને ઘસડતા ઘરની બહાર લઈ જાય છે અને પછી ત્યાં બેરહેમીથી તેમને ફટકારતા જોઈ શકાય છે.

એવું કહેવાય છે કે, નૌ સેનાના પૂર્વ અધિકારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો એક એવો ફોટો વ્હોટ્સએપ પર ફોરવર્ડ કર્યો હતો. જેમાં છેડછાડ કરવામાં આવી હતી. આ ફોટોમાં ઉદ્ધવ સાથે સોનિયા ગાંધી અને શરદ પવારને પણ દર્શાવાયા છે. બસ આ ફોટાને લઈને શિવસૈનિકો નારાજ હતા. બીજી તરફ આ વીડિયો સામે આવ્યા ભાજપ શિવસેનાની ટીકા કરી રહ્યું છે.