Gujarat Exclusive > યુથ > મનોરંજન > શિવસેનાનો સવાલ- ‘મુંબઈને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર ચૂપ કેમ?’

શિવસેનાનો સવાલ- ‘મુંબઈને PoK કહેનાર ‘નટી’ પર અક્ષય કુમાર ચૂપ કેમ?’

0
87
  • સંજય રાઉતે ‘સામના’માં લેખ લખી બોલિવુડ પર ઠાલવ્યો બળાપો

  • જ્યારે મુંબઈનું અપમાન થયું, ત્યારે આ તમામ નીચી મૂંડી રાખીને બેસી જાય છે

  • શું મુંબઈનું મહત્વ માત્ર પૈસા કમાવવા માટે જ છે?

  • ધ્યાન રાખજો, મહારાષ્ટ્રની કમાન ‘ઠાકરે’ના હાથમાં

મુંબઈ: શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) કંગના રનૌત (Kangana Ranaut) સાથે ચાલી રહેલા વાકયુદ્ધમાં હવે અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ને પણ આડેહાથ લઈ લીધા છે. શિવસેનાએ પોતાના મુખપત્ર “સામના” (Saamana)ના સંપાદકીયમાં અક્ષય કુમાર પર આકરા પ્રહાર કર્યાં છે.

“સામના”માં સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે, “જ્યારે કંગના રનૌતે મુંબઈનું અપમાન કર્યું, ત્યારે અક્ષય કુમાર જેવા કલાકારો પણ આ શહેરના સમર્થનમાં આગળ નહતા આવ્યા.”

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ કંગના રનૌતે મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) સાથે કરી હતી. કંગનાના આ નિવેદનને પગલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું હતું. તાજેતરમાં બદલાની ભાવનાથી કાર્યવાહી કરતા શિવસેનાએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ફેરવી દીધુ હતુ.

સંજય રાઉતે ‘સામના’માં લખ્યું છે કે,
“એક નટી (અભિનેત્રી) મુંબઈમાં બેસીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને તુ-તારી ભાષામાં બોલે છે. પડકાર ફેંકવાની વાત કરે છે અને મહારાષ્ટ્રની પ્રજા દ્વારા કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવતી. આ કેવા પ્રકારની એકતરફી સ્વતંત્રતા છે?

ઓછામાં ઓછું હિન્દી ફિલ્મ જગતે તો મુંબઈના અપમાનના વિરોધમાં આગળ આવવું જોઈતું હતું. કંગનાનો મત સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મત નથી, એવું કહેવું જોઈતું હતું. મુંબઈએ દરેકને આપ્યું છે, પરંતુ મુંબઈ સંદર્ભે આભાર વ્યક્ત કરવામાં અનેક લોકોને તકલીફ થાય છે. વિશ્વભરના ધનિકોના ઘર મુંબઈમાં છે. મુંબઈનું જ્યારે અપમાન થાય છે, ત્યારે આ સૌ નીચી મૂંડી રાખીને બેસી જાય છે. ”

આ પણ વાંચો: કોરોના સંકટ વચ્ચે આજે 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે NEETની એક્ઝામ

રાઉતે આગળ લખ્યું છે કે, મુંબઈનું મહત્વ માત્ર પૈસા કમાવવા માટે જ છે. પછી મુંબઈ પર કોઈ દરરોજ બળાત્કાર કરશે તો પણ ચાલશે. આ તમામ લોકોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, ઠાકરેના હાથમાં મહારાષ્ટ્રની કમાન છે. મુંબઈ દેશની હોય કે દુનિયાની, પરંતુ તેના પર પહેલો હક્ક મહારાષ્ટ્રનો જ છે.

એક વખત ફરીથી કંગના પર નિશાન સાધતા સંજય રાઉતે લેખમાં લખ્યું છે કે, તેના ગેરકાયદેસર નિર્માણ પર બુલડોઝર ફરી વળ્યુ, તો આ મારા માટે રામ મંદિર હતુ એવું નાટક તેણે કર્યું. જો કે તેણે ગેરકાયદેસર બાંધાકામ કાયદાનું ઉલ્લંઘન કરીને તેના દ્વારા જાહેર કરવામાં આવેલા પાકિસ્તાનમાં કરાવ્યું હતું. મુંબઈને પાકિસ્તાન કહેવું અને પછી એજ પાકિસ્તાનમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર સર્જિકલ સ્ટ્રાઈકની છાતી પીટવી, આ કેવો ખેલ છે?

જણાવી દઈએ કે, બૉલિવૂડમાં કંગના રનૌત વિરુદ્ધ ઘણાં ઓછા લોકોએ અવાજ બુલંદ કર્યો છે. જ્યારે કંગનાના સમર્થનમાં અનુપમ ખેર અને શેખર સુમન જેવા અભિનેતાઓએ ખુલ્લેઆમ ટેકો આપ્યો છે. બૉલિવુડના એક મોટા ભાદે આ મુદ્દે ચુપકિદી સાધી છે. આમ પણ અક્ષય કુમાર મોટાભાગે કોઈ પણ વિવાદિત મુદ્દે નિવેદનો આપવાથી બચતા રહે છે.