Gujarat Exclusive > દેશ-વિદેશ > શિલા દિક્ષિતનું નિધન, 81 વર્ષની વયે પૂર્વ મુખ્યમંત્રીએ દુનિયામાંથી લીધી વિદાય

શિલા દિક્ષિતનું નિધન, 81 વર્ષની વયે પૂર્વ મુખ્યમંત્રીએ દુનિયામાંથી લીધી વિદાય

0
1696

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી શિલા દિક્ષિતનું આજે એટલે કે, શનિવારે નિધન થઈ ગયું છે. પાછલા કેટલાક સમયથી બિમાર ચાલી રહેલ શિલા દિક્ષિતનું મોત થઈ ગયું છે. આજે જ શિલા દિક્ષિતને એસ્કોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાના કારણે તેમને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે જ હાર્ટએટેકના કારણે તેમને દુનિયામાંથી ચીર વિદાય લઈ લીધી છે. જોકે, થોડી જ વારમાં તેમનું દેહાંત થઈ ગયું હતું. શિલા દિક્ષિત પાછલા ઘણા સમયથી રાજકારણમાં સક્રિયા હતા. તેઓ 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં છે. 81 વર્ષે તેમનું નિધન થયું છે.

શીલા દક્ષિત વર્ષ 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં. તેમના નેતૃત્વમાં સતત ત્રણ વખત કોંગ્રેસ દિલ્હીમાં સરકાર બનાવી. સૌથી લાંબો સમય (15 વર્ષ) સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં. કોંગ્રેસના કદ્દાવર નેતા રહેલ શીલા દિક્ષિતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલવામાં થયો. તેમને દિલ્હીના કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી શાળામાંથી અભ્યાસ કર્યો હતો અને દિલ્હી યૂનિવર્સિટીના મિરાંડ હાઉસ કોલેજથી માસ્ટર્સ ઓફ આટ્સની ડિગ્રી મેળવી હતી. શીલા દિક્ષિત વર્ષ 1984થી 1989 સુધી ઉત્તર પ્રદેશના કન્નોજથી સાંસદ રહ્યાં હતા. સાંસદના રૂપમાં લોકસભાના એસ્ટિમેટ્સ કમિટીમાં પણ રહ્યાં હતા. શીલા દિક્ષિતને દિલ્હીની તસવીર બનાવવાનો શ્રેય જાય છે. તેમના કાર્યકાળમાં દિલ્હીમાં વિભિન્ન વિકાસ કાર્ય થયા.