Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શીલા દિક્ષિત SRKના હતા બહુ મોટા ફેન, ઝઘડાનું સમાધાન કરાવતા મળ્યો હતો જીવન સાથી

શીલા દિક્ષિત SRKના હતા બહુ મોટા ફેન, ઝઘડાનું સમાધાન કરાવતા મળ્યો હતો જીવન સાથી

0
475

વાત એ દિવસની છે, જ્યારે દેવઆનંદ ભારતીય કિશોરીઓના દિલ પર રાજ કરી રહ્યા હતા. પ્રથમ ફિજી ડ્રિન્ક “ગોલ્ડ સ્પોટ” ભારતીય બજારોમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. ટેલિવિઝનની શરૂઆત થઈ નહતી.

રેડિયોમાં પણ કેટલાક કલાકો માટે કાર્યક્રમ આવતા હતા. એક દિવસ 15 વર્ષની બાળકી શીલા કપૂરે નક્કી કર્યું કે, તે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂને મળવા માટે તેમના “તીનમૂર્તિ” વાળા રહેઠાણ પર જશે. તે “ડૂપ્લે લેન”ના પોતાના ઘરેથી નીકળી અને પગપાળા ચાલતા તીનમૂર્તિ ભવન પહોંચી ગઈ છે.

ગેટ પર ઉભેલા એકમાત્ર દરવાને તેમને પૂછ્યું, તમે કોને મળવા અંદર જઈ રહ્યા છો? શીલાએ જવાબ આપ્યો કે, પંડિતજી ને. તે બાદ તેમને અંદર જવા દેવામાં આવ્યા. આ સમયે જવાહરલાલ નહેરૂ પોતાની સફેદ એમ્બેસેડર કારમાં સવાર થઈને પોતાના રહેઠાણના ગેટની બહાર નીકળી રહ્યા હતા. શીલાએ તેમનું અભિવાદન કર્યું તો પંડિતજીએ પણ તેમને જવાબ આપ્યો.

શું તમે આજના યુગમાં પ્રધાનમંત્રી તો દૂર કોઈ સામાન્ય ધારાસભ્યના ઘરની નજીક પણ ઘૂસવાની હિંમત કરી શકો છો? શીલ કપૂરે પણ પોતાના સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, જે શખ્સે તેમના અભિવાદનનો જવાબ આપ્યો છે, 32 વર્ષ બાદ તેમના પૌત્રના મંત્રીમંડળમાં તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવશે.

શિલા દિક્ષિતનું નિધન, 81 વર્ષની વયે પૂર્વ મુખ્યમંત્રીએ દુનિયામાંથી લીધી વિદાય

ઝઘડાનું સમાધાન કરાવતા મળ્યો જીવન સાથી

દિલ્હી યુનિવર્સિટીમાં પ્રાચીન ઈતિહાસના અભ્યાસ દરમિયાન શીલાની મુલાકાત વિનોદ દીક્ષિત સાથે થઈ, જે તે સમયે કોંગ્રેસના એક મોટા નેતા ઉમાશંકર દીક્ષિતના એંકમાત્ર પુત્ર હતા.

આ અંગે યાદ કરતા શીલાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે ઈતિહાસના વિષય સાથે MA કરી રહ્યા હતા. મને વિનોદ એટલા પસંદ પણ નહતી. મને લાગતું કે, તેઓ પોતાની જાતને શું સમજે છે. તેમના સ્વભાવમાં અલ્લડપણૂં હતું. તેમણે જણાવ્યું કે, એક વખત અમારા કૉમન મિત્રો વચ્ચે અંદરોઅંદર ગેરસમજ થઈ ગઈ હતી. આથી આ મામલે સમાધાન કરવવા દરમિયાન અમે એકબીજાની નજીક આવવા લાગ્યા.

વિનોદ અવારનવાર શીલા સાથે બસમાં બેસીને ફિરોઝ શાહ રોડ પર જતા હતા, જેથી તેઓ તેમની સાથે વધારેમાં વધારે સમય વીતવી શકે. શીલાએ જણાવ્યું કે, અમે બન્ને DTCની 10 નંબરની બસમાં બેસેલા હતા. અચાનક ચાંદની ચોક સામે વિનોદે મને જણાવ્યું કે, હું મારી માતાને કહેવા જઈ રહ્યો છું કે, મને લગ્ન માટે યુવતી મળી ગઈ છે. મેં તેમને પૂછ્યું કે, શું તમે આ બાબતે યુવતી સાથે વાત કરી છે? વિનોદે જવાબ આપ્યો કે, નથી કરી, પરંત તે યુવતી હાલ મારી પાસે બેઠી છે.

આ સાંભળીને હું અવાચક બની ગઈ. તે સમયે મેં કંઈ જ જણાવ્યું નહતું, પરંતુ ઘરે આવીને ઘણી ખુશ થઈ હતી. મે તે સમયે તો મારા માતા-પિતાને આ અંગે કશું જ જણાવ્યું નહતું. કારણ કે તેઓ પૂછતા કે, છોકરો શું કરે છે? તો હું તેમને શું જવાબ આપતી, કે વિનોદ ભણી રહ્યાં છે.

જો કે 2 વર્ષ બાદ અમારા લગ્ન થઈ ગયા. શરૂઆતમાં વિનોદના પરિવારમાં ઘણો વિરોધ થયો, કારણે કે હું બ્રાહ્મણ નહતી. વિનોદે IASની પરીક્ષા આપી અને સમગ્ર દેશમાં 9મોં રેન્ક હાસલ કર્યો અને તેમને ઉત્તર પ્રદેશ કેડર મળી.

એક દિવસ લખનઉથી અલીગઢ આવવા દરમિયાન વિનોદથી ટ્રેન ચૂકી જવાયું. તેમણે મને આગ્રહ કર્યો કે, તે તેમને ડ્રાઈવ કરીને કાનપુર લઈ જાય, જેથી તે ત્યાં તેમની ટ્રેન પકડી શકે.

શીલા જણાવે છે, ‘હું રાતમાં જ ભારે વરસાદ વચ્ચે વિનોદને પોતાની કારમાં બેસાડીને 80 કિલોમીટર દૂર કાનપુર લઇ આવી. તે અલીગઢ જનારી ટ્રેન પર ચઢી ગઇ. જ્યારે હું સ્ટેશન બહાર આવી તો મને કાનપુરના રસ્તા ખબર નહતા.’

તે સમયે રાતના દોઢ વાગતા હતા. શીલાએ કેટલાક લોકોને લખનઉંનો રસ્તો પૂછ્યો, પરંતુ કઇ ખબર ના પડી. રસ્તા પર ઉભેલા કેટલાક લોકોએ તેમને જોઇને કિશોર કુમારનું તે જાણીતા ગાયન ગાવા લાગ્યા. એક લડકી ભીગી ભીગી સી.’

ત્યારે ત્યાં કૉન્સ્ટેબલ આવી ગયો, તે તેમણે પોલીસ સ્ટેશન લઇ ગયા. ત્યાંથી શીલાએ એસપીને ફોન કર્યો, જે તેમને ઓળખતા હતા, તેમણે તુરંત બે પોલીસને શીલા સાથે કરી દીધા. શીલાએ તે પોલીસ જવાનોને કારની પાછળની સીટ પર બેસાડ્યા અને ખુદ ડ્રાઇવ કરતા સવારે 5 વાગ્યે પરત લખનઉં પહોચ્યા.

ઇન્દિરાને જલેબી અને આઇસક્રીમ ખવડાવ્યો

શીલા દીક્ષિતે રાજકારણનો પાઠ પોતાના સસરા ઉમાશંકર દીક્ષિત પાસે શીખ્યા, જે ઇન્દિરા ગાંધી મંત્રી મંડળમાં ગૃહ મંત્રી હતા અને પછી કર્ણાટક અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બન્યા.

એક દિવસ ઉમાશંકર દીક્ષિતે ઇન્દિરા ગાંધીને ભોજન પર બોલાવ્યા અને શીલાએ તેમને ભોજન બાદ ગરમાગરમ જલેબી સાથે વેનીલા આઇસક્રીમ સર્વ કર્યો હતો.

શીલા જણાવે છે, ‘ઇન્દિરાજીને આ પ્રયોગ ઘણો પસંદ આવ્યો, આગળના દિવસે તેમને પોતાના રસોઇયાને તેની વિધિ જાણવા માટે અમારે ત્યા મોકલ્યો, તે બાદ કેટલીક વખત અમે ભોજન બાદ મીઠામાં આ જ સર્વ કર્યુ પરંતુ ઇન્દિરા ગાંધીના મોત બાદ મે તે સર્વ કરવાનું બંધ કરી દીધુ.”

જ્યારે સસરાએ બાથરૂમમાં કર્યા બંધ

ઇન્દિરા ગાંધીની હત્યા બાદ કોલકાતાથી જે વિમાનમાં રાજીવ ગાંધી દિલ્હી આવ્યા હતા, તે બાદમાં ભારતના રાષ્ટ્રપતિ બનેલા પ્રણવ મુખરજીની સાથે સાથે શીલા દીક્ષિત પણ સવાર હતા.

જ્યારે નાક તૂટવા પર ઇન્દિરાએ બોલવાનું ચાલુ રાખ્યું

શીલા જણાવે છે, “ઇન્દિરાજીની હત્યાના સૌથી પહેલા સમાચાર મારા સસરા ઉમા શંકર દીક્ષિતને મળ્યા હતા, જે તે સમયે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા, જેવા જ વિસેન્ટ જોર્જના એક ફોનથી તેમને ખબર પડી, ત્યારે મને એક બાથરૂમમાં લઇ જઇને દરવાજો બંધ કરી દીધો અને કહ્યું કે હું કોઇને આ વિશે ના જણાવુ.”

જ્યારે શીલા દિલ્હી જતા એક વિમાનમાં બેઠી તો રાજીવ ગાંધીને પણ આ વિશે ખબર નહતી, અઢી વાગ્યે તે કોકપિટમાં ગયા અને બહાર આવીને કહ્યું કે ઇન્દિરાજી નથી રહ્યાં.’

શીલા દીક્ષિત આગળ જણાવે છે, “અમે બધા લોકો વિમાનના પાછળના ભાગમાં જતા રહ્યા. રાજીવને પૂછ્યુ કે આવી પરિસ્થિતિમાં શું કરવાની જોગવાઇ છે? પ્રણવ મુખરજીએ જવાબ આપ્યો, પહેલા પણ આવી સ્થિતિ બની છે, ત્યારે સીનિયર મંત્રીને વચગાળાના વડાપ્રધાન બનાવીને બાદમાં વડાપ્રધાનની વિધિવત ચૂંટણી થઇ છે.”

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખરજી?

મે શીલા દીક્ષિતને પૂછ્યુ કે શું પ્રણવ મુખરજીની આપવામાં આવેલી સલાહ તેમના વિરૂદ્ધ ગઇ?

શીલા દીક્ષિતે જવાબ આપ્યો, “પ્રણવ જ તે સમયે સૌથી વરિષ્ઠ મંત્રી હતા, બની શકે કે તેમની આ સલાહ એમ માનીને કરી હોય કે તે ખુદ વડાપ્રધાન બનવા માંગે છે. જ્યારે રાજીવ ચૂંટણી જીતીને આવ્યા તો તેમણે પોતાના મંત્રીમંડળમાં તેમને સામેલ ના કર્યા અને બાદમાં તેમને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.”

મુખ્યમંત્રી બનીને શું કર્યું?

જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તો તેમણે શીલા દીક્ષિતને પોતના મંત્રીમંડળમાં સામેલ કર્યા અને પ્રથમ સંસદીય કાર્યમંત્રીના રૂપમાં અને બાદમાં વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રીના રૂપમાં સામેલ કર્યા. 1998માં સોનિયા ગાંધીએ તેમને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા.

તે માત્ર ચૂંટણી જ ના જીત્યા પરંતુ સતત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા. એમ પૂછવા પર કે 15 વર્ષના તેમના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિ શું છે, શીલા દીક્ષિત કહેતા હતા, ‘પહેલા મેટ્રો, બીજુ સીએનજી અને ત્રીજી દિલ્હીની હરિયાળી,સ્કૂલ અને હોસ્પિટલો માટે કામ કરવુ.’ શીલા દીક્ષિત કહેતા, ‘આ બધાએ દિલ્હીના લોકોના અંગત જીવન પર ઘણી અસર મુકી, મે પ્રથમ વખત યુવતીઓને સ્કૂલમાં લાવવા માટે સેનેટરી નેપકિન વેચ્યા. મે દિલ્હીમાં કેટલીક યૂનિવર્સિટી બનાવી અને ટ્રિપલ આઇઆઇટી પણ ખોલી.’

રસપ્રદ વાત તે છે કે, ત્રણ વખત ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસના સ્થાનીક નેતાઓએ તેમનો વિરોધ ચાલું રાખ્યો હતો.

મુશ્કેલી અહીં સુધી આવી ગઈ હતી કે, દિલ્હી પ્રદેશ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રામબાબૂ ગુપ્તાએ, જે દિલ્હી નગર નિગમના સભાસદ પણ હતા, તેમના નિઝામુદ્દીન ઈસ્ટવાળા ફ્લેટની તપાસના આદેશ પણ આપી દીધા કે, તેમના ભવન નિર્માણમાં કાયદાઓનો ઉલ્લંઘન થયો છે કે નહીં.

દિલ્હી નગર નિગમના અધિકારીઓએ તેમના દિલ્હીવાળા ઘરની તપાસ કરી હતી, કે તેમાં કોઈ ગેરકાયદેસ ર નિર્માણ કરવામાં આવ્યો તો નથી ને. શીલા દિક્ષિતે આ વિશે જણાવ્યું હતુ કે, જ્યારે તેમને કશું જ ના મળ્યું તો તેમને મારી બહેન પાસેથી ફ્લેટના ડોક્યુમેન્ટ માંગ્યા, જે તેમને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને ત્યારે થયું હતુ જ્યારે હું દિલ્હીની મુખ્યમંત્રી હતી. આ તે દર્શાવે છે કે, રાજનીતિ કેટલી નીચી જઈ શકે છે.

શીલા દિક્ષિત કાર્યકાળ દરમિયાન એક પડકાર વધુ આવ્યો જ્યારે રાષ્ટ્રમંડળ ખેલ ગામના નજીક આવેલ અક્ષરધામ મંદિરના સ્વામીએ તેમના પાસે માંગ કરી કે, ખેલ ગામમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવે.

શીલા દિક્ષિતે પોતાના એક ઈન્ટરવ્યુંમાં આ વિશે જણાવ્યું હતુ કે, સ્વામીનારાયણ મંદિરના સ્વામીને તે વાતની અનુમતિ નથી કે, તેઓ કોઈ મહિલાઓની તરફ જુએ. તેથી જ્યારે તેઓ મને મળવા માટે આવતા હતા, તો તેમને બીજા રૂમમાં બેસાડવામાં આવતા હતા. જ્યારે પણ તેમને કંઈ કહેવું હોતું હતું તો તેમનો સંદેશો લઈને અન્ય વ્યક્તિ આવતો હતો. મારે સંદેશાવાહક તરીકે આવેલા વ્યક્તિને જ જવાબ આપવાનો રહેતો હતો.

આ વિશે વધુ જણાવતા શીલા દિક્ષિતે જણાવ્યું હતુ કે, મેં તેમની શાકાહારી ભોજન બનાવવાની વાત તે માટે ના માની કેમ કે, આનાથી ભારતની બદનામી થશે. મેં તેમને આશ્વસન જરૂર આપ્યું હતુ કે, ખેલગામની નજીકના કચરાને એક અલગ નાળામાંથી બહાર નિકાળવામાં આવશે.

શીલા દિક્ષિત: કડક માં

શીલા દિક્ષિતના બે બાળકો છે. પુત્ર સંદીપ દિક્ષિત લોકસભામાં પૂર્વ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

શીલા દિક્ષિતની પુત્રી લતીકાએ જણાવ્યું હતુ કે, જ્યારે અમે નાના હતા તો મમ્મી ખુબ જ કડક હતી. જ્યારે અમે કંઈ ખોટું કરતાં હતા તો તેઓ નારાજ થઈ જતા હતા અને તે અમને બંનેને બાથરૂમમાં બંધ કરી દેતી હતી. તેમને અમારા પર હાથ ક્યારેય ઉપાડ્યો નથી. તેઓ પઢવા-લખવા પર તેટલું જોર આપતી નહતી જેટલું જોર તેઓ શિષ્ટાચાર પર આપતી હતી.

શીલા દિક્ષિતને વાંચવા ઉપરાંત ફિલ્મ જોવાનો પણ ખુબ જ શોખ હતો. લતિકાએ જણાવ્યું, એક જમાનામાં તેઓ શાહરૂખ ખાનના સૌથી મોટા ફેન હતા. તેમને દિલવાલે દુલ્હનિયા લે જાએગે, એટલી વખત જોઈ હતી કે, અમે હેરાન થઈ ગયા ગતા.

ભારતીય સંસદને સૌથી વધારે હસાવનાર સાંસદ

આનાથી પહેલા તેઓ દિલીપ કુમાર અને રાજેશ ખન્નાની સૌથી મોટા ફેન હતા. સંગીતના પણ દિવાના હતા. એકપણ દિવસ એવો નહતો જતો કે, તેઓ સંગીત સાંભળ્યા વગર રાત્રે સુવા જતા હોય.

15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં બાદ શીલા દિક્ષિત વર્ષ 2013માં વિધાનસભા ચૂંટણી હારી ગયા

કેજરીવાલને હળવાશથી લઈ લીધા

જ્યારે શીલા દિક્ષિતને એક ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યું કે, તમે કેમ હારી ગયા, તેના જવાબમાં શીલા દિક્ષિતે કહ્યું કે, કેજરીવાલે ઘણી બધી ચીજો કહી દીધી કે, ફ્રિ પાણી આપીશું, ફ્રિ વિજળી આપીશું, આની અસર ઘણી બધી થઈ હતી. લોકો તેમની વાતોમાં આવી ગયા. બીજી વસ્તુ તે કે, જેટલા ગંભીરતાથી તેમને લેવા જોઈતા હતા તેમને તેટલા ગંભીરતાથી લીધા નહીં.

આને લઈને શીલા માને છે કે, દિલ્હીના લોકો એવું વિચારવા લાગ્યા કે, આમને ત્રણ વખત તો જીતાડ્યા, હવે તેમને બદલી નાંખીએ. નિર્ભયા બળાત્કાર કાંડની પણ શીલા દિક્ષિત સરકારને લઈને ઘણી બધી નકારાત્મકતા ઉભી થઈ હતી.

તેમને કહ્યું, ઘણા ઓછા લોકોને ખબર છે કે, કાયદો અને વ્યવસ્થા દિલ્હી સરકારની જવાબદારી નહતી. તે કેન્દ્ર સરકારની હતી. ત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર પણ 2જી અને 4જી જેવા કેટલાક કૌંભાડની શિકાર બની ગઈ હતી, જેની ભરપાઈ અમારે પણ કરવી પડી હતી.

શીલા દિક્ષિત કચરા-પોતું કરનાર નહીં પરંતુ વિકાસ મહિલા હતા