Gujarat Exclusive > દેશ-વિદેશ > શીલા દિક્ષિત કચરા-પોતું કરનાર નહીં પરંતુ વિકાસ મહિલા હતા

શીલા દિક્ષિત કચરા-પોતું કરનાર નહીં પરંતુ વિકાસ મહિલા હતા

0
266

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિત 20 જૂલાઈ 2019ના રોજ 81 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. દિક્ષિત 1998થી 2013 સુધી સતત 15 વર્ષ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં છે. તેઓ કેરલના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

શીલા દિક્ષિતનું જન્મ 31 માર્ચ, 1938ના દિવસે પંજાબના કપૂરથલામાં થયો હતો. તેમને દિલ્હીના જીસસ એન્ડ મેરી કોન્વેન્ટ શાળામાં મેળવી અને દિલ્હી વિશ્વવિદ્યાલયના મિરાંડ હાઉસથી ઈતિહાસમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. શીલા દિક્ષિત યુવાવસ્થામાંથી જ રાજનીતિમાં રૂચિ લેવા લાગ્યા હતા.

તેમના લગ્ન ઉન્નાવ (યૂપી)ના આઈએએસ અધિકારી સ્વર્ગીય વિનોદ દિક્ષિત સાથે થયો હતો. વિનોદ સાથે તેમની મુલાકાત દિલ્હી યુનિવર્સિટીમાં ઈતિહાસના અભ્યાસ દરમિયાન થઈ હતી. વિનોદ કોંગ્રેસના મોટા નેતા અને બંગાળના પૂર્વ રાજ્યપાલ સ્વર્ગીય ઉમાશંકર દિક્ષિતના પુત્ર હતા. શીલાના પુત્ર સંદીપ દિક્ષિત પણ દિલ્હીના સાંસદ રહી ચૂક્યા છે.

તેઓ રાજનીતિમાં આવ્યા તે પહેલા કેટલાક સંગઠનો સાથે જોડાયેલા રહ્યાં છે અને તેમને કામકાજ કરતી મહિલાઓ માટે બે હોસ્ટેલ પણ બનાવ્યા. 1984થી 89 સુધી તેઓ કન્નોજ (યુપી)થી સાંસદ રહ્યાં. આ દરમિયાન લોકસભાની સમિતિઓમાં રહેવાની સાથે-સાથે સંયુક્ત રાષ્ટ્રમાં મહિલાઓના આયોગમાં ભારતના પ્રતિનિધિ રહ્યાં. તેઓ પાછળથી કેન્દ્રીય મંત્રી પણ રહ્યાં. તેઓ દિલ્હીના મેયરથી લઈને મુખ્યમંત્રી પણ રહ્યાં છે. દિક્ષિત ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના સચિવ પણ છે. શીલા દિક્ષિત દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

શિલા દિક્ષિતનું નિધન, 81 વર્ષની વયે પૂર્વ મુખ્યમંત્રીએ દુનિયામાંથી લીધી વિદાય

આ સાથે તેઓ વિવાદો સાથે પણ જોડાયેલા રહ્યાં છે અને તેમના પર ભાજપના એક નેતાએ સરકારી રાશિના દુરપયોગનો આરોપ પણ લગાવ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પણ તેમના પર આવી જ રીતના આરોપ લાગ્યા હતા. જેસિકા લાલ હત્યાકાંડના મુખ્ય આરોપી મનુ શર્માને પેરોલ પર રિહા કરવાને લઈને તેમના પર આરોપ લાગ્યા હતા.

શીલા દિક્ષિતે રાજનીતિ પોતાના સસારા પાસેથી શીખી હતી. ઉમાશંકર દિક્ષિત કાનપુર કોંગ્રેસમાં સચિવ હતા. પાર્ટીમાં ધીમે-ધીમે તેમની સક્રિયતા વધતી ગઈ અને તેઓ નેહરૂના નજીકના લોકોમાં સામેલ થઈ ગયા. જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા તો ઉમાશંકર દિક્ષિત દેશના ગૃહમંત્રી હતા. સસરાની સાથે-સાથે શીલા પણ રાજનીતિમાં ઉતરી ગયા. એક દિવસ ટ્રેનની મુસાફરી દરમિયાન તેમના પતિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું. 1991માં સસરાના મોત બાદ શીલાએ તેમની વિરાસતને બધી જ રીતે સંભાળી લીધી હતી.

શીલા દિક્ષિત ટૂંક સમયમાં જ ગાંધી પરિવારના વિશ્વાસુઓમાં સામેલ થઈ ગયા હતા. તેઓ 1984માં કન્નોજથી લોકસભા ચૂંટણી લડ્યા અને સંસદ પહોંચી ગયા. રાજીવ ગાંધી કેબિનેટમાં તેમને સંસદીય કાર્યમંત્રીના રૂપમાં જગ્યા મળી. પાછળથી તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી પણ બન્યા હતા.