Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > જુઓ કેવો છે શાઓમીનો ₹ 4.8 લાખનો ફોન, લીક થયા ફોટો

જુઓ કેવો છે શાઓમીનો ₹ 4.8 લાખનો ફોન, લીક થયા ફોટો

0
493

ચીનની કંપની શાઓમી (Xiaomi) પોતાની ‘કિલર’ સિરીઝ હેઠળ આજે નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. શાઓમી દ્વારા Redmi K20 Proને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. શાઓમી પોતાની K સીરિઝના સ્પેશલ વર્ઝન પણ આજે લોન્ચ કરશે. આ ગોલ્ડ Redmi K20 Pro ફોન હશે. આ સ્પેશિયલ વેરિયન્ટની કિંમત 4.8 લાખ રૂપિયા થઈ શકે છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર Redmi K20 Proના સ્પેશ્યલ એડિશનની ફૂલ બેક ફોટો રિલીઝ કર્યો છે.

K લોગો પર છે ડાયમંડ

રિલીઝ થયેલા ફોટામાં બતાવવામાં આવ્યું છે કે, આ રેડ રાઈસ K20 Proના સ્પેશ્યલ એડિશન છે. ઘણા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, આ ખાસ સ્માર્ટફોનની કિમત 4.8 લાખ રૂપિયા (7,000 ડોલર) થઈ શકે છે. સ્માર્ટફોનના બેકમાં K આપવામાં આવ્યો છે. લગભગ આ લોગો પર નાના ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન અંગે હજુ કોઈ પ્રકારની ડિટેલ્સ સામે આવી નથી. શોઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ જૈને મંગળવારે સાંજે એક ટ્વીટમાં ગોલ્ડ Redmi K20 Proની તસ્વીર શેર કરવામાં આવી છે. આ ફોટોમાં લોગો અને ફોનના નાનો ભાગ જ બતાવવામાં આવ્યો છે.

ગોલ્ડ Redmi K20 Proના સ્પેસિફિકેશન્સ સામાન્ય Redmi K20 Pro જેવા જ હોઈ શકે છે. ગોલ્ડ Redmi K20 Proમાં 6.39 ઈંચની અલ્ટ્રા વાઈટ સ્ક્રીન હોઈ શકે છે. જેનું રિસોલ્યુશન 1080×2340 પિક્સલ અને એસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. જો કેમરાની વાત કરીએ તો, સ્માર્ટફોનના બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. ફોનના બેકમાં 48 મેગાપિક્સલ,13 મેગાપિક્સલ અને 8 મોગાપિક્સલના કેમેરો હશે. તો સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 20 મેગાપિક્સલનો કેમેરો હશે. આ ફોનમાં 27W ફાસ્ટ ચાર્જ સાથે 4,000 mAhની બેટરી હોઈ શકે છે.

Honda Activaને ટક્કર આપવા Suzuki Access 125ની નવી એડિશન લોન્ચ