Gujarat Exclusive > યુથ > મનોરંજન > કબીર સિંહે બદલી નાંખ્યુ શાહિદ કપૂરનું જીવન, આગામી ફિલ્મ માટે માંગ્યા રૂ. 40 કરોડ

કબીર સિંહે બદલી નાંખ્યુ શાહિદ કપૂરનું જીવન, આગામી ફિલ્મ માટે માંગ્યા રૂ. 40 કરોડ

0
474

બોલીવૂડ ફિલ્મ ‘કબીર સિંહ’ પહેલા શાહિદ કપૂરનું ફિલ્મી કરિયર નબળુ જોવા મળી રહ્યું હતું. જોકે, હવે આ ફિલ્મની સફળ થયા બાદ શાહિદનું કરિયર ફરિ એકવખત ટોચે ચડતું જોવા મળી રહ્યું છે. ‘કબીર સિંહ’ શાહિદ કપૂરના કરિયરમાં એક ગેમ ચેન્જર ફિલ્મ સાબિત થઈ છે. જ્યારે એક ફિલ્મ માટે 10-12 કરોડ રૂપિયા લેતો હતો અને હવે તેની જગ્યાએ શાહિદ કપૂરની ફી ચાર ગણી વધી ગઈ છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહિદને તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રીમેકની ઓફર કરવમાં આવી રહી છે. માહિતી અનુસાર શાહિદે આ ફિલ્મ માટે 40 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. ‘જર્સી’ એક ક્રિકેટરની ઈમોશનલ જર્સીને બતાવવામાં આવી છે. જે ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મેળવવા સ્ટ્રગલ કરતો હયો છે.

ફિલ્મ ‘જર્સી’ને ગૌતમ તિન્નાનુરી ડાયરેક્ટ કરી છે. આ મૂવી સુપરહિટ રહી હતી. સ્પોર્ટ્સ ડ્રામાં ફિલ્મમાં નાનીએ એક ક્રિકેટરનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં ઈમોશનલ એન્ગલ પણ આપવામાં આવ્યો હતો. ‘જર્સી’ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થઈ હતી. મૂવીના ક્રિટિક્સ અને લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

જોકે બધુ બરાબર રહ્યું તો આ ફિલ્મની રીમેકમાં શાહિદ કપૂર જોવા મળશે. ક્રિકેટરના રોલમાં શાહિદ ફરીવાર જોવા માટે તેમના ફેન્સ રસપ્રદ રહશે. જણાવી દઈએ કે, પહેલા પણ વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘દિલ બોલે હડિપ્પા’માં શાહિદે ક્રિકેટરના રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મ ‘કબીર સિંહ’ના પ્રમોશન દરમિયાન શાહિદે કામ ન મળવા અને ફિલ્મો ન હોવાની વાત કરી હતી.

‘સેક્રેડ ગેમ્સ-2’માં રણવીરની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, જાણો અન્ય પાત્રો વિશે