Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > સાથી બેટ્સમેને બે રન લેવાની વાત કહેતા ભડક્યો આફ્રિદી, વીડિયો વાયરલ

સાથી બેટ્સમેને બે રન લેવાની વાત કહેતા ભડક્યો આફ્રિદી, વીડિયો વાયરલ

0
295

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી કેનેડામાં રમાઇ રહેલી ગ્લોબલ ટી-20 લીગની મેચમાં ધમાલ કરતો જોવા મળી રહ્યો છે. એક મુકાબલામાં બ્રેમ્પટન વોલ્વલ તરફથી રમીયેલા એડમોન્ટન રોયલ્સ વિરૂદ્ધ જોરદાર બેટીંગ અને 40 બોલમાં 81 રન ફટકાર્યા હતા.પોતાના પ્રદર્શનને લઇને આફ્રિદી ચર્ચામાં છે. આફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જોકે આ વીડિયો એ મેચનો છે જ્યારે તે બ્રેમ્પટન તરફથી બેટિંગ કરી રહ્યો હતો. આફ્રિદી સાથે વહાબ રિયાઝ અંતિમ સમય સુધી ક્રીઝ પર રમી રહ્યો હતો. આ ઇનિંગના અંતિમ બોલ પર આફ્રિદીએ એક શોટ લોગ ઓન તરફ ફટકાર્યો હતો અને એક રન લીધો હતો. બીજી તરફ વહાબ રિયાઝે બીજા રનની ઇચ્છા વ્યક્ત કરતા આફ્રિદીને દોડવા કહ્યું હતું, જેની પર આફ્રિદીએ પોતાના અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘પાગલ છે, બોલિંગ કોણ કરશે’.તેનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.


આ મેચમા્ં આફરીદીએ 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. બ્રેમ્પટને 20 ઓવરમાં 207 રન બનાવ્યા હતા.બોલિંગમાં પણ તેને સારૂ પ્રદર્શન કર્યુ હતું અને મોહમ્મદ હફીઝની વિકેટ ઝડપી હતી. તેની માટે આફ્રિદીને મેન ઓફ ધ મેચનો ખિતાબથી નવાજવામાં આવ્યો હતો.

ધોની બુલેટપ્રૂફ જેકેટ, એકે-47 અને 19 કિલો સામાન સાથે પેટ્રોલિંગ કરશે, 60 સૈનિકો સાથે બેરકમાં રહેશે