Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વિરુદ્ધ જંગમાં ભારતને મોટો આંચકો, સિરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ અટકાવ્યું

કોરોના વિરુદ્ધ જંગમાં ભારતને મોટો આંચકો, સિરમ ઇન્સ્ટિટ્યૂટે ટ્રાયલ અટકાવ્યું

0
48

ઓક્સફોર્ડ બાદ કોરોના રસીની ટ્રાયલ સિરમ ઇન્સ્ટિટ્યૂટે પણ અટકવી

નવી દિલ્હી: સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)એ કોરોનાની વેક્સિન (COVID-19 vaccine)ને લઇને પોતાની ટ્રાયલ અટકાવી દીધી છે. SIIએ ગુરુવારે ઔપચારિક નિવેદન જારી કરી જણાવ્યું છે કે અમે ટ્રાયલની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં સુધી astrazeneca ફરીથી ટ્રાયલ શરૂ નથી કરતી ત્યાં સુધી ભારતમાં થઇ રહેલી ટ્રાયલને રોકી રહ્યા છે. અમે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના નિર્દેશોનું પાલન કરી રહ્યા છે અને આગળ ટ્રાયલ પર ટ્રાયલ નહીં કરે. આગળની અપડેટ માટે તમે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી શકો છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)ને કારણ જણાવો નોટિસ ફટકારી હતી અને પૂછ્યું હતુ કે તમારી ટ્રાયલ સસ્પેન્ડ કેમ કરવામાં ના આવે?

આ પણ વાંચો: ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ

અગાઉ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)એ બુધવારે જણાવ્યું કે એસ્ટ્રાજેનેકાની કોવિડ-19થી બચવા માટે વિકસિત કરવામાં આવી રહેલી વેક્સિનનું ભારતમાં પરીક્ષણ ચાલુ છે તેમાં કોઇ સમસ્યા સામે નથી આવી.

સિરમ ઇન્સ્ટિટ્યૂટનું આ નિવેદન કાલે એવા સમયે આવ્યું હતું જ્યારે એસ્ટાજેનેકા (ઓક્સફોર્ડ)એ તેનું પરીક્ષણ અટકાવી દીધું હતું.

કંપનીએ એક નિવેદનમાં બુધવારે જણાવ્યું હતુ કે,

“જ્યાં સુધી ભારતમાં ચાલી રહેલા પરીક્ષણની વાત છે તે ચાલુ છે અને તેમાં કોઈ સમસ્યા સામે નથી આવી. સિરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેનેકા સાથે કોવિડ-19 રસીના એક અબજ ડોઝના ઉત્પાદન માટે સહનિર્માણ ભાગેદારી કરી છે. આ રસી ઓક્સફર્ડ યૂનિવર્સિટી દ્વારા વિકસિત થઇ રહી છે.”

ભારતીય કંપની એસ્ટ્રાજેનેકાની સંભવિત રસી ભારતમાં મેડિકલ પરીક્ષણ કરી રહી છે.

ભારતના દવા મહાનિયંત્રકે ગત મહિને જ પૂણે સ્થિત આ કંપનીને આ રસીના ભારતમાં બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ (Serum Institute of India)એ જણાવ્યું છે કે એક વ્યક્તિને અજાણી બિમારી થયા પછી કંપનીએ તેની દવા પરીક્ષણની માનક સમીક્ષાને જોતા આગળનું પરીક્ષણ સ્થગિત કર્યુ છે.

તેથી શોધકર્તાઓને પરીક્ષણની સત્યતા જાણવાની સાથે જ દવાને સુરક્ષિત થવા, આંકડાને તપાસવાની તક પણ મળશે.