Gujarat Exclusive > દેશ-વિદેશ > સિરમના CEOનો સરકારને સવાલ- શું Covid-19 વૅક્સીન માટે ₹ 80 હજાર કરોડ છે?

સિરમના CEOનો સરકારને સવાલ- શું Covid-19 વૅક્સીન માટે ₹ 80 હજાર કરોડ છે?

0
129

નવી દિલ્હી: કોરોના મહામારી (Corona Pandemic)ના સંકટ વચ્ચે ભારત સહિત સમગ્ર વિશ્વમાં વૅક્સીન (Covid-19 Vaccine) ની શોધ થઈ રહી છે. આ દરમિયાન ભારતમાં વૅક્સીનની રિસર્ચમાં કામ કરી રહેલ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ સરકારને સવાલ પૂછ્યો છે.

SIIના CEO અદાર પૂનાવાલાએ ટ્વીટર પર સરકારને સવાલ પૂછ્યો છે કે,

“શું ભારત સરકાર પાસે આગામી એક વર્ષમાં 80,000 કરોડ રૂપિયા હશે? કારણ કે, ભારતમાં દરેક જણ માટે વૅક્સીન ખરીદવા અને તેના સપ્લાય કરવાને લઈને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આટલી રકમની જરૂર પડશે. જે એક મોટો પડકાર છે, જેને આપણે સામનો કરવો જ રહ્યો.” આ ટ્વીટ સાથે પૂનાવાલાએ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ને પણ ટૈગ કર્યું હતું.

પોતાના આ ટ્વીટ બાદ પૂનાવાલાએ વધુ એક ટ્વીટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મેં આ પ્રશ્ન એટલા માટે પૂછ્યો, કારણ કે આપણે ખરીદ અને સપ્લાયના સંદર્ભમાં આપણા દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ભારત અને વિદેશ બન્નેમાં વૅક્સીન નિર્માતાઓની યોજના અને માર્ગદર્શન કરવાની આવશ્યક્તાં છે.

આ પણ વાંચો: હવે કૃષ્ણ જન્મભૂમિનો વિવાદ પહોંચ્યો કોર્ટ, શાહી ઈદગાહ મસ્જિદ હટાવવાની માંગ

જણાવી દઈએ કે, પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સૌથી મોટી વૅક્સીન નિર્માતા કંપની છે. જે નવા-નવા વાઈરસ માટે અનેક અલગ-અલગ વૅક્સીન પર કામ કરી રહી છે. કોરોના સંકટ વચ્ચે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા તરફથી ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને એક કોરોના વૅક્સીવ ડેવલૉપ કરી રહ્યાં છે.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી વૅક્સીન નિર્માતાઓમાંથી એક છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં જે વૅક્સીન વિક્સીત કરવામાં આવી રહી છે, તેનું ઉત્પાદનમાં આ કંપનીની જ ભાગીદારી છે.

પૂણેના મંજરી વિસ્તારમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાનો અત્યાધૂનિક પ્લાન્ટ અંદાજે 50 એકરમાં ફેલાયેલો છે. અહીં એક મિનિટમાં 500 વૅક્સીનના ડોઝ તૈયાર કરવામાં આવે છે. જ્યારે એક વર્ષમાં 150 કરોડ સુધીના ડોઝ તૈયાર કરવામાં આવી શકે છે.

.