Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સાયન્સ સિટી વિસ્તારમાં ફેકટરી માલીકની પત્નીનું ઈલુઈલુ: ઘરમાંથી 10 લાખની ચોરી

સાયન્સ સિટી વિસ્તારમાં ફેકટરી માલીકની પત્નીનું ઈલુઈલુ: ઘરમાંથી 10 લાખની ચોરી

0
157

પત્ની અને તેના પ્રેમી વિરૂધ્ધ રોકડ,દાગીના અને બાળકોના પાસપોર્ટની ચોરી અંગે ફરિયાદ

અમદાવાદ: સાયન્સ સિટી (Science City) વિસ્તારમાં રહેતાં ફેકટરી માલિકની પત્નીના પ્રેમ પ્રસંગ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. બે સંતાનની માતા એવી ચાલીસની નજીક પહોંચેલી મહિલાને વિસનગરના યુવક સાથે પ્રેમ થઈ જતા બે નાના બાળકો અને પતિને છોડી દીધા હતા. તેણે સાથે સાથે બાળકોના પાસપોર્ટ, દાગીના અને 2 લાખ રૂપિયા રોકડ સહિત 10 લાખ રૂપિયાની મતાની ચોરી કરી હતી. પતિએ સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સાયન્સ સિટી (Science City) વિસ્તારમાં રહેતાં અને બાયોટેક પ્રોડક્ટની વિરમગામમાં ફેકટરી ધરાવતા રોહનભાઈ (નામ બદલ્યું છે)ના પરિવારમાં પત્ની સ્વાતી (નામ બદલ્યું છે), પુત્ર અને પુત્રી છે.

રોહન પત્ની સ્વાતીને જ્યારે પણ ફોન કરે ત્યારે તેનો ફોન વ્યસ્ત આવતો હતો.

આ બાબતે પતિએ વાત કરતા ઉશ્કેરાયેલી સ્વાતિએ તકરાર કરી રોહનને જણાવ્યું કે આ મારું ઘર છે.

તમે બાળકોને લઈ તમારા માતા-પિતાને ત્યાં જતા રહો.

આ પણ વાંચો: ઈસ્કોન પાસે AMTS બસની ટક્કરથી GPSCની તૈયારી કરતા યુવકનું મોત

રોહન બન્ને બાળકોને સોલા ઉમિયા કેમ્પસ પાછળ આવેલા રેસિડન્સમાં રહેતાં માતા પિતાને ત્યાં ગયો હતો.

દરમિયાનમાં રોહનને જાણકારી મળી કે સ્વાતીને વિસનગરના ધીરૂ પ્રજાપતી નામના યુવક સાથે પ્રેમ છે.

ગત તા.29 જૂનના રોજ સ્વાતી સાયન્સ સિટીનું ઘર બંધ કરી તેના માતા પિતાના ઘરે ગાંધીનગર રહેવા ગઈ હતી.

ગત તા. 24 ઓગષ્ટના રોજ રોહનના મામાની પુત્રીનું શ્રીમંત હોઈ દાગીનાની જરૂર પડી હતી.

આથી રોહન દાગીના લેવા સાયન્સ સિટીવાળા ઘરે પહોંચ્યો અને બીજી ચાવીથી લોક ખોલ્યું હતું.

આ પણ વાંચો: 285 કરોડનાં બિલિંગ કૌભાંડનો પર્દાફાશઃ આરોપી લલિત શર્મા પકડાયો

જોકે સ્વાતી ઘરમાંથી બન્ને બાળકોના પાસપોર્ટ, 8.10 લાખ રૂપિયાના દાગીના અને 2 લાખ રૂપિયાની રોકડ મતા લઈ જતી રહી હતી.

રોહને તેના બેંક લોકર અંગે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, તમારી પત્નીએ 29મી જૂનના રોજ બપોરે લોકર ઓપરેટ કર્યું છે.

બનાવ અંગે રોહને સોલા પોલીસ સ્ટેશનમાં બુધવારે પત્ની સ્વાતી અને તેના પ્રેમી ધીરૂ પ્રજાપતી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.