Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > Unlock-4: 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકશે ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ

Unlock-4: 21 સપ્ટેમ્બરથી સ્કૂલે જઈ શકશે ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓ

0
110
  • સરકારે શરતોને આધિન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાને આપી મંજૂરી

  • સ્કૂલ ખોલવા માટે વાલીઓને લેખિત મંજૂરી જરૂરી, જાણી લો અન્ય નિયમો

નવી દિલ્હી: કોરોનાના પોઝિટિવ કેસો (Corona Positive Case) ની વધતી જતી સંખ્યા વચ્ચે દેશમાં ઓનલૉક (Unlock India)ની પ્રક્રિયા પણ ચાલુ જ છે. આજ ક્રમમાં કેન્દ્ર સરકારે (Centre Govt) આગામી 21 સપ્ટેમ્બરથી આશિંક રીતે સ્કૂલોને ખોલવા માટેની મંજૂરી આપી દીધી છે.

સરકારના આદેશ અનુસાર, ધોરણ-9થી લઈને ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓ માટે જ સ્કૂલો ખોલવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) આ સંદર્ભે સરકારે કેટલીક શરતો (School SoP) પણ જણાવી છે.

કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ સ્કૂલો ખુલશે
સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કન્ટેનમેન્ટ ઝોનની બહાર જ સ્કૂલો ખોલવામાં આવશે. આ દરમિયાન સ્કૂલોમાં સભાઓ અને ખેલકૂદ સહિતના કાર્યક્રમો યોજવાની મનાઈ રહેશે. કારણ કે, આ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ શકે છે.

આ પણ વાંચો: PM કિસાન સમ્માન નિધિમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું, 16ની ધરપકડ

ગાઈડલાઈન્સમાં સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને સર્વોપરી માનતા અનેક આદેશો આપ્યા છે. આ સાથે જ સરકારે કહ્યું પણ છે કે, ડિસ્ટન્સ લર્નિંગ જાળવી રાખવામાં આવશે અને તેને પ્રોત્સાહન આપવાની જરૂરત પણ છે. આ સાથે જ સ્કૂલોને સેનેટાઈઝેશનને લઈને પણ અનેક બાબતો પર ધ્યાન દોરવા માટે કહેવામાં આવ્યું છે.

વાલી-શિક્ષકની લેખિત સહમતિ જરૂરી
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ-9 થી લઈને 12માં સુધી વિદ્યાર્થીઓ શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવવા માટે સ્કૂલે જઈ શકશે. જો કે આ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની મંજૂરી નહીં હોય. વિદ્યાર્થીઓને સ્કૂલે પણ વાલીઓ અને ટીચર્સની લેખિત મંજૂરી બાદ જ જવા દેવામાં આવશે.

લક્ષણો ના હોય તેવા શિક્ષક અને વિદ્યાર્થીઓને જ મળશે મંજૂરી
સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલોમાં એવા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મંજૂરી આપવામાં આવશે. જેમની અંદર કોરોના સબંધિત કોઈ પણ લક્ષણો ઉપસ્થિત ના હોય. જો કોઈની અંદર કોરોનાથી મળતા આવતા લક્ષણો જણાશે, તો તેમને તાત્કાલિક કોવિડ ટેસ્ટ માટે મોકલી દેવામાં આવશે.

અન્ય કેટલીક શરતો
→ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી બાયોમેટ્રિક એટેન્ડેન્સની જગ્યાએ કૉન્ટેક લેસ હાજરીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે
→ 6 ફૂટના સોશિયલ ડિસ્ટન્સિંગનું અંતર દર્શાવતી ફર્શ તૈયાર કરવામાં આવી શકે છે.
→ સ્ટાફ રૂમ, ઓફિસ એરિયા, લાઈબ્રેરી, કૈફેટેરિયા વગેરેમાં સોશિયલ ડિસ્ટન્ટિંગને ફૉલો કરવું જરૂરી રહેશે.
→ રાજ્યના હેલ્પલાઈન નંબર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર નોટિસ બોર્ડ પર લખવાના રહેશે
→ વિદ્યાર્થીઓ વચ્ચે નોટબુક, પેન, પેન્સિલ કે પાણીની બોટલ વગેરે જેવી વસ્તુઓની આપ-લે કરવાની મંજૂરી નહી હોય
→ પર્સનલ પ્રોટેક્શનની વસ્તુઓ જેવી કે ફેસ કવર, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર્સ સહિતનો બેકઅપ સ્ટૉક રાખવો જરૂરી છે.