Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > ખર્ચ ઘટાડવા SBI 30K કર્મીઓને છૂટા કરશે, જાણો કોણ-કોણ થઇ શકે

ખર્ચ ઘટાડવા SBI 30K કર્મીઓને છૂટા કરશે, જાણો કોણ-કોણ થઇ શકે

0
71
  • 55 વર્ષથી વધુની વયના કે 25 વર્ષની સર્વિસવાળા માટે VRS
  • અસ્વસ્થ કે શિફ્ટિંગમાં પરેશાનીવાળા કર્મી પણ લાભ લઇ શકે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI) પોતાના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એટલે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS) લાવી રહી છે. આ યોજના હેઠળ સ્ટેટ બેન્કના 30,190 કર્મચારી અને અધિકારી VRSનો વિકલ્પ પસંદ કરી શકશે. આ સ્કીમને ‘Second Innings Tap-Voluntary Retirement Scheme-2020 (SITVRS-2020) નામ આપવામાં આવ્યું છે.

55 વર્ષથી વધુ કે 25 વર્ષની સર્વિસવાળા માટે

બેન્કની આ યોજના 55 વર્ષથી વધુની વયના કર્મી, અધિકારી કે જેમની સર્વિસ 25 વર્ષ કે તેથી વધુને હોય તેઓ માટે છે. જો કે જે કર્મચારી VRS લે છે તેઓ 2 વર્ષ બાદ ફરીથી કોઇને કોઇ સ્વરુપે બેન્ક સાથે જોડાઇ શકે છે.

આ પણ વાંચોઃ રઘુરામ રાજનની સરકારને ચેતવણી- ‘દેશની અર્થવ્યવસ્થા વધારે બદતર બનશે’

યોજના 1 ડિસેમ્બરથી ફેબ્રુઆરી2021નાં અંત સુધી

આ યોજના 1 ડિસેમ્બરથી આવતા વર્ષના ફેબ્રુઆરીના અંત સુધી અમલી રહેશે. આ સમયમાં વીઆરએસ લેવા માગતા કર્મચારી અરજી કરી શરે છે. તેમ જ બે ન્ક જેમને સતત 8 કે તેનાથી વધુ પ્રમોશન નથી મળ્યા, તેમના પર આ સ્કીમ હેઠળ ફોક્સ કરશે. હાલ તો આ સ્કીમનો મુસદ્દો તૈયાર છે અને ટુંકમાં મંજૂરી માટે તેને બોર્ડ સમક્ષ રજૂ કરાશે.

આરોગ્યની સમસ્યાવાળા કર્મી પણ લાભ લઇ શકે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ 55 વર્ષથી વધુ વય અને જેમને સર્વિસના 25 વર્ષ થયા હોત, તેવા કર્મચારીઓ ઉપરાંત અન્ય લોકો પણ તેનો લાભ થઇ શકે છે. જેમાં આરોગ્યની સમસ્યાવાળા કે જેમને બદલીમાં એક સ્થળેથી બીજે જવામાં તકલીફ હોય તેવા કર્મીઓનો સમાવેશ થાય છે.

શું લાભ થશે?

જે કર્મચારીઓ આ યોજનાનો લાભ મેળવે છે, તેમને બાકી રહેલી સર્વિસના કાર્યકાળની 50 ટકા સેલેરી મળશે. પરંતુ તે 18 મહિનાની વર્તમાન સેલેરીથી વધુ નહીં હોઇ શકે. એટલે કે કર્મચારીઓનને મહત્તમ 18 મહિનાનો પગાર મળશે. નિયમો મુજબ ગ્રેચ્યુટી અને પીએફના પૈસા પમ મળશે. ઉપરાંત પેન્શન અને લીવ એન્કેશમેન્ટ પણ મળશે. બેન્કના નિયમો મુજબ કર્મચારીઓને કન્સેશન દરે હાઉસિંગ લોન, કાર લોન, એજ્યુકેશન લોનનો લાભ પણ મળશે.

આ પણ વાંચોઃ ` ભારતના અર્થતંત્રને આ વર્ષે લાગી શકે છે 20 લાખ કરોડનો ઝાટકો’

બેન્કને શું લાભ?

SBIના અંદાજ મુજબ આ નવી વીઆરએસ યોજના હેઠળ 11,565 અધિકારી અને 18,625 કર્મચારી ભાગ લેવાને પાત્ર છે. જો તમામ કર્મચારી આ યોજનાનો લાભ લેવા તૈયાર થશે તો બેન્કને 2000 કરોડથી વધુની બચત થશે.