Gujarat Exclusive > દેશ-વિદેશ > નિતિન સાંડેસરાના Sterling Groupને ડિફૉલ્ટર ગણવામાં આવતી, SBIએ આપી 1300 કરોડની લોન

નિતિન સાંડેસરાના Sterling Groupને ડિફૉલ્ટર ગણવામાં આવતી, SBIએ આપી 1300 કરોડની લોન

0
355

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક કંસોર્ટિયમ (સંઘ) દ્વારા બેંક ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવ્યા છતાં સ્ટર્લિંગ ગ્રુપને 1300 કરોડ રૂપિયાની લોન આપવાના મામલાનો ખુલાસો થયો છે. સ્ટર્લિંગ ગ્રુપના ડિફૉલ્ટર જાહેર કરનારી બેંક, સ્ટેટ બેંકની સહયોગી બેંક છે. જે હાલમાં સ્ટેટ બેન્ક સાથે મર્જ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, સ્ટર્લિંગ ગ્રુપના માલિક નિતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા પર 8 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું કૌભાંડ આચરીને દેશ છોડીને ભાગી જવાનો આરોપ છે. હાલમાં તેઓ નાઈજીરિયામાં રહેતા હોવાની માહિતી મળી રહી છે.

એક રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ મૈસૂરે સ્ટર્લિંગ ગ્રુપને 80.90 કરોડ રૂપિયાની લોન આપી હતી, પરંતુ સ્ટર્લિંગ ગ્રુપ દ્વારા આ રકમની ભરપાઈ નહી કરવામાં આવતા સ્ટેટ બેંક ઓફ મૈસૂરે વર્ષ 2012માં મુંબઈ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો અને સ્ટર્લિંગ ગ્રુપના પ્રમોટરની વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. આ સાથે સ્ટેટ બેંક ઓફ મૈસૂરે વર્ષ 2014માં સ્ટર્લિંગ ગ્રુપના રિઝર્વ બેંકના નિયમોના અનુસાર લોન ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવ્યા હતા.

હવે ખુલાસો થયો છે કે, લોન ડિફોલ્ટર જાહેર થયા છતાં વર્ષ 2015માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક સંઘના લોન ડિફોલ્ટર સ્ટર્લિંગ ગ્રુપ કંપની સ્ટર્લિંગ ગ્લોબલ ઓયલ રિસોર્સેજ લિમિટેડના 1300 કરોડ રૂપિયાના(Standby letters of Credit) લોનની મંજૂરી આપી હતી.

RBI દિશા-નિર્દેશો ઓનું ઉલ્લંઘન
RBIના દિશા-નિર્દેશો છે કે, કોઈ પણ પ્રમોટર કે કંપનીના જે લોન ડિફોલ્ટરની લિસ્ટમાં શામિલ છે. તેને નવી લોન નથી આપવમાં આવતી. એટલા માટે હવે SBIના આ સંઘ તપાસ એજન્સીઓના નિશાન પર આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, બેન્ક ઓફ બરોડાને એસબીઆઈ એસોસિએશનમાં પણ સામેલ કરવામાં આવ્યું હતું, જેણે સ્ટર્લિંગ ગ્રૂપને 1300 કરોડની લોન મંજૂર આપી હતી. જ્યારે બેન્ક ઑફ બરોડાની લંડન શાખાએ સ્ટર્લિંગ ગ્રૂપ માટે External Commercial Borrowing(ECB)ની ગોઠવણ કરી હતી, જેને બાદમાં એનપીએ કેટેગરી (નોન પર્ફોર્મિંગ એસેટ) માં ઉમેરવામાં આવી હતી.

ટેક્સ ચોરી કરનાર સામે સરકારની લાલ આંખ, નાણાંમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા