Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સરકારી બેંકો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોનો ઢગલો, 25 દિવસમાં 35 હજાર રાવ

સરકારી બેંકો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોનો ઢગલો, 25 દિવસમાં 35 હજાર રાવ

0
950

ગ્રાહકોને સેવા પૂરી પાડવા મામલે બેંકો ઉણી સાબિત થઈ રહી છે. બેંકોની મનમાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાજેતરમાં એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 25 દિવસોની અંદર જ 35 હજારથી વધુ ગ્રાહકોએ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં 70 ટકા ફરિયાદો તો માત્ર સરકારી બેંકો (Government Bank) વિરૂદ્ધ છે, જ્યારે 30 ટકા જ ફરિયાદો માત્ર ખાનગી બેંકો (Private Bank) વિરૂદ્ધ છે.

બેંકો વિરૂદ્ધ ગ્રાહકોની ફરિયાદોનો ઢગલો
રિઝર્વ બેંકે (Reserve Bank)  24 જૂનના રોજ દેશમાં નવી કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) લોન્ચ કરી હતી. 25 દિવસમાં જ આ પોર્ટલ પર 35 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે. જેમાં મોટાભાગની ફરિયાદો બેંકિંગ સેવાઓની ધીમી કાર્યવાહી અને બેંકોની મનમાની સબંધિત છે. RBIએ પોર્ટલ પર મળેલ ફરિયાદો મામલે સબંધિત બેંકોનો જવાબ માંગ્યો છે. ફરિયાદ સાચી ઠરશે, તો બેંકો પર દંડ સહિતની કાર્યવાહીની જોગવાઈ છે.

કેવી રીતે કરવી બેંકની ફરિયાદ?
સૌ પ્રથમ ગ્રાહકે RBIની વેબસાઈટ પર (https://cms.rbi.org.in) જઈને લૉગિન કરવું પડશે. હોમ પેજમાં ડાબી તરફ ફરિયાદ નોંધવાના બટન પર ક્લિક કરો. જે બાદ CMS એટલે કે કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ ખુલી જશે. અહીં ફરિયાદ દાખલ કરવાનો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ તેમાં મોબાઈલ નંબર, એરિયા ઓફ ઓપરેશન, રાજ્ય, જિલ્લા, બેંક સહિતની વિગતો ભર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો. તમારી ફરિયાદ નોંધ્યા બાદ OK બટન પર ક્લિક કરવાનું રહેશે.

બિહારમાં મોબ લિંચિંગ: ઢોર ચોરીના આરોપમાં 3ની નિર્દયી હત્યા