Gujarat Exclusive > યુથ > મનોરંજન > સંજય લીલા ભણસાલીની પીરિયડ ફિલ્મમાં કામ કરવા માંગે છે સારા અલી ખાન

સંજય લીલા ભણસાલીની પીરિયડ ફિલ્મમાં કામ કરવા માંગે છે સારા અલી ખાન

0
428

એક્ટ્રેસ સારા અલી ખાનનું કહેવુ છે કે તે મોટા પરદા પર બધુ કરવા માંગે છે. કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મમાં જોવા મળેલી સારા અલી ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું પરદા પર બધુ કરવા માંગુ છું, હું સંજય લીલા ભણસાલી સાથે કોઇ પીરિયડ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની સાથે જ રોમેન્ટિક, કોમેડી, કોમર્શિયલ મસાલા, એક્શન અને થ્રિલર ફિલ્મ પણ કરવા માંગે છે.’

મહત્વપૂર્ણ છે કે સારા અલી ખાન આગામી દિવસોમાં ઇમ્તિયાજ અલીની ફિલ્મ ‘લવ આજકલ’ની સીક્વલમાં નજરે પડશે. આ ફિલ્મમાં તેમની સાથે કાર્તિક આર્યન રોમાન્સ કરતા જોવા મળશે.પોતાની અત્યાર સુધીની સફર વિશે સારા અલી ખાને કહ્યું કે, ‘એક્શન અને કટ’ વચ્ચે સૌથી વધુ રોમાંચક વસ્તુ એવી છે કે તમે ભૂલી જાઓ છો કે તમે કોણ છો. તમે કોઇના જીવન,વાર્તા અને ચરિત્રને જીવવાનો પ્રયાસ કરો છો. આવુ કરતા સમયે તમે એટલા ડુબી જાઓ છો કે તમે ત્યાં વ્યક્તિ બની જાવો છો.

પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ વિશે સારાએ જણાવ્યુ કે, તે ફિલ્મમાં મારૂ કેરેક્ટર ઘણી જ સુંદરતાથી લખવામાં આવ્યુ હતું માટે, મને શૂટિંગમાં ઘણી મજા આવી. જ્યારે હું પોતાના કેરેક્ટર મુક્કૂ વિશે સાંભળ્યુ તો હું તેને નીભાવવા માટે ઉત્સુક હતી. સારાએ આ કેરેક્ટરને લખવા માટે કનિકા ઢિલ્લો (કેદારનાથની લેખિકા)નો આભાર માન્યો હતો અને કહ્યું કે આ કેરેક્ટર હંમેશા તેના દિલની નજીક રહેશે.

‘Face App’થી પોતાને વૃદ્ધ જોવાનો ક્રેઝ, વરૂણ ધવનથી લઈને અર્જુન કપૂરે શેર કર્યા ફોટો