Gujarat Exclusive > રાજનીતિ > ઉત્તર પ્રદેશ: સંન્યાસીને મુખ્યમંત્રી બનાવવા અંગે અમિત શાહે કર્યો ખુલાસો

ઉત્તર પ્રદેશ: સંન્યાસીને મુખ્યમંત્રી બનાવવા અંગે અમિત શાહે કર્યો ખુલાસો

0
561

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અઢી વર્ષ જૂના ઘટના ક્રમને યાદ કરતા જણાવ્યું કે, તેમણે યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી કેમ અને કેવા સંજોગોમાં સોંપી હતી. ઉત્તર પ્રદેશ સરકારની બીજી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની-2ને સંબોધિત કરતા અમિત શાહે જણાવ્યું કે, કોઈને આશા નહતી કે યોગી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે. અમિત શાહે જણાવ્યું કે, જ્યારે મુખ્યમંત્રી પદ માટે યોગીના નામની જાહેરાત થઈ, ત્યારે મારો ફોન સતત રણકતો હતો. લોકોને જણાવ્યું કે, યોગી એક સંન્યાસી છે અને તેમને આટલા મોટા રાજ્યના મુખ્યમંત્રી બનાવી દીધા છે.

અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પસંદ કરવા માટે પાર્ટીમાં થયેલ મંથનને યાદ કરતા જણાવ્યું કે, તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ તરીકે મારા મનમાં એક જ વાત ચાલતી હતી. એક એવો વ્યક્તિ જે સમર્પિત હોય અને કઠોર પરિશ્રમ કરવાની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. આથી અમે ઉત્તર પ્રદેશનું ભવિષ્ય યોગીના હાથમાં સોંપી દીધું અને તેઓ ખરા પણ ઉતર્યા.

ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ગોમતીનગર સ્થિત ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આયોજિત ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની-2નો શુભારંભ કરાવ્યો. આ દરમિયાન રાજયપાલ રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બન્ને નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને ડૉ દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, આજે સુશાસનનું પરિણામ ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહ્યું છે. રાજ્યની છબી બદલાવાથી રોકાણકારો અહીં રોકાણ કરવા આવી રહ્યાં છે. યોગીએ રાજ્યની બદલાતી જતી આર્થિક છબીની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું કે, ઉત્તર પ્રદેશ હાલ તમામ ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે. 65000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાનું ખાતમુહર્ત કરવા માટે અમિત શાહ આવ્યા છે. તેમની પાસે રાજ્યમાં રોજગાર, કાનૂન વ્યવસ્થા સહિત તમામ ક્ષેત્રના વિકાસની સંભાવનાઓની જાણકારી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 11 વર્ષ પૂર્ણ, શું જેઠાને મળશે દયા? કે પછી…