Gujarat Exclusive > દેશ-વિદેશ > શિવસેનાના વિવાદાસ્પદ નેતા સંજય રાઉત હવે બન્યા પક્ષના મુખ્ય પ્રવક્તા

શિવસેનાના વિવાદાસ્પદ નેતા સંજય રાઉત હવે બન્યા પક્ષના મુખ્ય પ્રવક્તા

0
61

મુંબઈઃ બોલિવૂડ હીરોઇન કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના(Shive sena) ના નેતાઓ વચ્ચે ચાલતા શાબ્દિક જંગની વચ્ચે શિવસેનાએ સંજય રાઉત(Sanjay Raut)ને પક્ષના મુખ્ય પ્રવક્તા (Spokesperson) બનાવ્યા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Udhav thackery) એ રાઉતને પક્ષના મુખ્ય પ્રવક્તા બનાવ્યા છે.

પક્ષમાં સંજય રાઉતનું વધી રહેલું કદ

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉત ઉપરાંત બીજા દસ નેતાઓને પણ પક્ષના પ્રવક્તા તરીકે નીમવામાં આવ્યા છે. તેમા સાંસદ અરવિંદ સાવંત, કોંગ્રેસ છોડી શિવસેનામાં આવેલી પ્રિયંકા ચતુર્વેદી, ધીરશિલ માને, મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબ, ઉદય સામંત અને ગુલાબરાવ પાટિલ, શિવસેનાના વિધાનસભ્ય નીલમ ગોરે, પ્રતાપ સરનાઇક અને સુનીલ પ્રભુનુ નામ સામેલ છે. આમ શિવસેનામાં સંજય રાઉતનું કદ સતત વધી રહ્યુ છે. તેમની કામગીરી હવે સામનાના તંત્રી પૂરતી જ સીમિત રહી નથી.

આ પણ વાંચોઃ વિદેશમંત્રી જયશંકર આજે રશિયા મુલાકાતે, “LAC પર સ્થિતિ વધુ ગંભીર”

બીએમસીના મેયર કિશોરી પેડણેકરને પણ પક્ષના પ્રવક્તા તરીકે નીમવામાં આવ્યા છે. તાજેતરમાં અભિનેત્રી કંગના રણોતને હરામખોર કહ્યા પછી સંજય રાઉતની આકરી ટીકા થઈ હતી. તેના પછી તેમણે સફાઈ આપતા કહ્યુ હતું કે મહારાષ્ટ્રમાં તેનો અર્થ બીજો થાય છે. અહીં તેનો અર્થ તોફાની અને અપ્રામાણિક થાય છે. ફક્ત એટલું જ નહી તેમણે જણાવ્યું હતું કે જો કંગના મુંબઈના લોકોની માફી માંગી લે છે તે તે પણ માફી માંગવાનું વિચારશે.

કંગના સાથેના વિવાદનું કારણ

બંને વચ્ચેના વિવાદનું મૂળ કંગનાએ મુંબઈની તુલના પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) સાથે કરી હતી, એટલું જ નહી તેમણે કહ્યું હતું કે તેમને મુંબઈ પોલીસથી સલામતી નહીં પરંતુ ડર લાગે છે. તેના આ નિવેદન પછી શિવસેનાએ કંગના પર આકરા પ્રહારો કર્યા હતા. સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન આવવાની સલાહ આપી હતી. તેની સાથે રાજ્યના ગૃહમંત્રીએ ત્યાં સુધી કહ્યુ હતું કે જો તેમને મુંબઈ આવવામાં ડર લાગે છે તો ન આવે. કંગના અને શિવસેના વચ્ચે વધતા વિવાદને નજરમાં રાખતા કેન્દ્ર સરકારે તેમને વાય શ્રેણીની સલામતી પૂરી પાડી છે.

આ પણ વાંચોઃ LAC પર તનાવ વધ્યો, 45 વર્ષ બાદ ભારત-ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગ

કંગનાને આ રીતે સલામતી પૂરી પાડવા બદલ રાવતે કેન્દ્રની ભાજપની સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કેન્દ્ર વિચારતું હોય કે મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી કે મુંબા દેવીના મુંબઈ અંગે કોઈ વ્યક્તિ અભદ્ર ભાષામાં વાત કરે અને તેને સલામતી આપવાનો તેમને અધિકાર છે તો તે આપે. મહિલા રાષ્ટ્રીય આયોગ વિચારતું હોય કે આ પ્રકારની મહિલાને સલામતી આપવી જોઈએ તો તે આપે. પરંતુ મહારાષ્ટ્રના લોકો જોઈ રહ્યા છે.તેમણે પડકાર ફેંક્યો હતો કે સુશાંતના કેસમાં જો તેની પાસે કોઈ પુરાવા હોય તો તે રજૂ કરે.