Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > 7000mAh દમદાર બેટરી સાથે Samsung Galaxy M51 લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

7000mAh દમદાર બેટરી સાથે Samsung Galaxy M51 લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

0
130

ફોનનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે

નવી દિલ્હી: Samsungએ આજે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન Samsung Galaxy M51 લોન્ચ કરી દીધો છે. આ ફોન 7000mAhની બેટરી સાથે આવે છે. કંપની આ ફોનને Meanest Ever Monster કહી રહી છે. ફોનના 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા અને 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. ફોનનું વેચાણ 18 સપ્ટેમ્બરથી અમેઝોન ઇન્ડિયા અને સેમસંગ શોપ પર શરૂ થશે.

આ પણ વાંચો: OnePlus 8T ભારતમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કેવા હશે ફિચર્સ

Samsung Galaxy M51 ના સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy M51 ફોનમાં 6.7 ઇંચની sAMOLED PLUS ઇનફિનિટી-0 ડિસ્પ્લે આપવામાં આવી છે.

આ ડિસ્પ્લે 20:9ના આસ્પેક્ટ રેશ્યો સાથે આવે છે. 8GB સુધીની રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર આવે છે.

સારો અને ફાસ્ટ ગ્રાફિક્સ એક્સપીરિયન્સ માટે આ ફોનમાં અડ્રીનો 618GPU આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Apple iPhone 12 લોન્ચ ઇવેન્ટ 15 સપ્ટેમ્બરે, ચાર નવા ફોન થઇ શકે છે લોન્ચ

ફોટોગ્રાફી માટે ગેલેક્સી M51માં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

તેમાં એલઈડી ફ્લેશ સાથે 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા સહિત એક 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર, એક 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર અને એક 5 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે.

સેલ્ફી માટે ફોનમાં તમને SONY IMX616 સેન્સર સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે.

આ પણ વાંચો: Redmi Smart Bandની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

એન્ડ્રોઇડ 10 પર બેસ્ડ OneUI પર કામ કરનારો આ ફોનમાં 7000mAhની બેટરી આવે છે જે 25 વોટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

કંપનીનો દાવો છે કે આ લગભગ 115 મિનટમાં 0થી 100 ટકા સુધી ચાર્જ થઇ શકે છે.

યૂએસબી ટાઇપ-C પોર્ટ સાથે આવનારો આ ફોનમાં રિવર્સ ચાર્જિંગ ફિચર પણ મળે છે.

આ પણ વાંચો: PUBGના ફેન્સ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં ફરીથી પરત ફરી શકે છે ગેમ

ઇલેક્ટ્રિક બ્લૂ અને સેલેસ્ટિયલ બ્લેક કલર ઓપ્શનમાં આવતો આ ફોનને કંપની શરૂઆતમાં ખાસ ઓફર સાથે ઉપલબ્ધ હશે. આ ઓફરનો લાભ 18થી 20 સપ્ટેમ્બર સુધી લઇ શકાય છે. ઓફર હેઠળ એચડીએફસી બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી આ ફોનને ખરીદનારા યુઝર્સને ઈએમઆઈ અને નોન-ઈએમઆઈ ટ્રાન્જેક્શન પર 2 હજાર રૂપિયાનો ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.