Gujarat Exclusive > યુથ > મનોરંજન > કાળિયાર શિકાર કેસમાં વધી સલમાન ખાનની મુશ્કેલી, કોર્ટનો હાજર થવા આદેશ

કાળિયાર શિકાર કેસમાં વધી સલમાન ખાનની મુશ્કેલી, કોર્ટનો હાજર થવા આદેશ

0
118
  • સલમાન ખાન પર કાળિયાર શિકાર અને આર્મ્સ એક્ટનો કેસ

  • ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મ શૂટિંગ દરમિયાન સલમાન ખાન તથા અન્ય અભિનેતાઓ પર શિકારનો આરોપ લાગ્યો હતો

મુંબઈ: કોરોનાકાળમાં પણ કોર્ટના ચક્કર સલમાન ખાન (Salman Khan)નો પીછો નથી છોડી રહ્યા. જોધપુરમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન (Salman Khan) સાથે જોડાયેલા કાળિયાર શિકાર કેસ તથા આર્મ્સ એક્ટ કેસમાં સોમવારે જોધપુર જિલ્લા અને સેશન્સ જિલ્લા જોધપુર જજ રાઘવેન્દ્ર કચ્છવાહની કોર્ટમાં સુનાવણી બાકી હતી. તે હેઠળ સલમાન (Salman Khan) તરફથી તેના વકીલ હસ્તિમલ સારશ્વત કોર્ટમાં હાજર હતા. તે સિવાય સરકાર તરફથી પીપી મગારામ કોર્ટમાં હાજર હતા, જે અંગે કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, આગામી 28 સપ્ટેમ્બરે કેસ પર સુનાવણી શરૂ કરવી છે. સાથે જ આ દરમિયાન કોર્ટે સલમાન ખાનને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

સલમાન ખાન (Salman Khan) તરફથી આ અપીલ બાકી છે

ઉલ્લેખનીય છે કે કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન (Salman Khan)ને સીજેએમ ગ્રામીણ કોર્ટના પ્રિસાઇડિંગ ઓફિસર દેવકુમાર ખત્રીની અદાલતે 5 વર્ષની સજા સંભળાવી હતી. તે પછી સલમાન ખાન તરફથી જિલ્લા અને સેશન જિલ્લા જોધપુર કોર્ટમાં એક અપીલ રજૂ કરી આ સજાને રદ્દ કરવાની માંગ કરી હતી. તે સિવાય સલમાન ખાને એકવાર ફરી વિભાગના અધિકારી વિરુદ્ધ ખોટી સાક્ષી આપવાના કેસમાં અરજી કરી હતી, જેના પર પણ સુનાવણી બાકી હતી.

આ પણ વાંચો: કંગનાએ ચંડીગઢ પહોંચતા મુંબઇને ભાંડ્યુઃ કહ્યું- શિવસેનાથી સોનિયા થતાં જ મુંબઇમાં આતંક વધ્યુ

સરકાર તરફથી આ અપીલ બાકી

કાળિયાર શિકારની ઘટના દરમિયાન સલમાન ખાન (Salman Khan) પાસે હથિયાર મળ્યા હતા. જેના લાઇસન્સ મુદ્દત પુર્ણ થઈ ગઇ હતી. તેને લઇને સલમાન ખાન (Salman Khan News) વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ એક કેસ દાખલ થયો હતો. જેની સીજેએમ ગ્રામીણ કોર્ટે શંકાનો લાભ આપતા સલમાન ખાનને મુક્ત કરી દીધા હતા. હવે તેની વિરુદ્ધ સરકાર તરફથી જિલ્લા અને સેશન જિલ્લા જોધપુર જજની કોર્ટમાં એક અપીલ રજૂ કરી હતી જેના પર સુનાવણી બાકી હતી.

સલમાન પર ખોટો સોગંદનામું આપવાનો આરોપ

સુનાવણી દરમિયાન સલમાન ખાને તેના હથિયારો કોર્ટથી લઇ જઇ લાઇસન્સ રિન્યુ કરાવવા માટે આપ્યા હતા. પરંતુ સલમાન ખાને (Salman Khan News) કોર્ટમાં એક સોગંદનામું રજૂ કરતા જણાવ્યુ હતુ કે તેનું લાઇસન્સ ખોવાઇ ગયું છે. તે સિવાય તેણે મુંબઈની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં લાઇસન્સ ગુમ થયાની એફઆઈઆર પણ નોંધાવી રાખી હતી. સરકાર તરફથી એક અરજી રજૂ કરી કોર્ટમાં જણાવ્યું હતુ કે સલમાન ખાને ખોટું સોગંદનામું આપી કોર્ટને ગેરમાર્ગે દોરી છે.

આ પણ વાંચો: કંગનાને સુરતના વેપારીઓનું સમર્થન, છપાવી ‘મણિકર્ણિકા’ની સાડી

શું હતો સમગ્ર મામલો

હકીકતમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન જોધપુરના કાંકણી ગામ, ઘોડા કૃષિ ફાર્મ અને ભવાદમાં કાળિયાર શિકારના આરોપ અભિનેતા સલમાન ખાન (Salman Khan) પર લાગ્યા હતા. તે સિવાય આ કેસમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહને કેસમાં સહઆરોપી બનાવાયા હતા.

બાકી કેસમાં આ છે સ્થિતિ

નોંધનીય છે કે ઘોડા સી ફાર્મ અને ભવાદ શિકાર પ્રકરણમાં સલમાન ખાન (Salman Khan)ને હાઈકોર્ટે મુક્ત કરી દીધો હતો. પરંતુ સરકારે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં એસએલપી દાખલ કરી છે. જ્યારે આરોપી સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, બસંત કુમારને સીજેએમ ગ્રામીણ કોર્ટે શંકાનો લાભ આપી મુક્ત કર્યા હતા, જેની વિરુદ્ધ સરકાર અને વિશ્નોઈ સમાજ તરફથી રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરાઇ છે.