Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકસભાના સાંસદોના વેતનમાં 30 ટકા કપાતનું બિલ રજૂ કરવામાં આવ્યું

લોકસભાના સાંસદોના વેતનમાં 30 ટકા કપાતનું બિલ રજૂ કરવામાં આવ્યું

0
66

નવી દિલ્હીઃ સંસદીય પ્રધાન (Parliament affairs minister) પ્રહલાદ જોશીએ સોમવારે લોકસભામાં સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકા કાપનું બિલ રજૂ કર્યુ હતુ. કોરોનાના લીધે સર્જાયેલી સ્થિતિના કારણે આ બિલ રજૂ કરવામાં આવ્યુ છે. રાજ્યસભામાં આ બિલ મંગળવારે રજૂ કરવામાં આવનાર છે.

કૃષિ પેદાશોના ત્રણ બિલ રજૂ કરાયા

સરકારે આ ઉપરાંત લોકસભામાં ત્રણ ફાર્મ બિલ (Farm bill) પણ રજૂ કર્યા હતા. વિપક્ષો(Opposition) એ પણ તેનો ભારે વિરોધ કર્યો હતો અને રાજ્યોના કૃષિ સંગઠનોના કેટલાક ભાગોએ પણ તેનો વિરોધ કર્યો હતો. સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારા અર્થે આ બિલ રજૂ કર્યા હતા.

આ પણ વાંચોઃ સરહદ પર હાલ કેવી છે સ્થિતિ? રાજનાથ સિંહ સંસદમાં આપશે જવાબ

આ બિલ હવે ત્રણ વટહુકમ(Ordinance)નું સ્થાન લેશે, આ બિલમાં કૃષિ પેદાશો (Agri products)ની કોઈપણ પ્રકારના અવરોધ વગર હેરફેર કરવાની વાત છે. તેની સાથે ખેડૂતોને વેપારીઓની ચુંગાલથી મુક્ત થઈને ગમે ત્યાં ઇચ્છે તેને તેનો પાક વેચવાનો અધિકાર મળે છે. તેના પગલે ખાનગી ક્ષેત્રના રોકાણકારો ખેડૂતો પાસેથી પોતાની પસંદગી મુજબ પૂર્વનિર્ધારિત ભાવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી શકશે.

જો કે આ પ્રકારનું બિલ લાવવામાં વિપક્ષોએ રાજ્યોની સલાહમસલત ન કરવા બદલ ટીકા કરી છે. તેની સાથે વટહુકમ માર્ગે આ બિલ લવાયુ તેની પણ ટીકા કરી છે. કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંઘ તોમરે વિનંતી કરી હતી કે તેઓ જે બિલનો વિરોધ કરી રહ્યા છે તેનો પહેલા સાવધાનીપૂર્વક અભ્યાસ કરે.

તેમણે આ અંગે ગૃહના સભ્યો અને ખેડૂતોના જૂથોના તે ડરને નકારી કાઢ્યો હતો કે સરકાર આ રીતે ખેડૂતોને ખાનગી રોકાણકારોના ભરોસે છોડી દેવા માંગે છે. પછી સરકાર ખેડૂતોને એમએસપી નહી આપે. તેમણે કહ્યું હતું કે એમએસપી તો રહેવાનું જ છે અને હાલમાં છે તે રીતે જ રહેવાનું છે.

આ પણ વાંચોઃ NDA ઉમેદવાર હરિવંશ સતત બીજી વખત બન્યા રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન

મેડિકલના બે બિલ મંજૂર કરાયા

ગૃહે આ ઉપરાંત તબીબી શિક્ષણ(Medical education)ના બે બિલ મંજૂર કર્યા હતા. તેમા તબીબી શિક્ષણની ગુણવત્તા સુધારવાની વાત હતી અને આ પ્રકારનું શિક્ષણ વધુને વધુ લોકોને એફોર્ડેબલ બને તેની વાત હતી. તેની સાથે ઉચ્ચસ્તરીય ગુણવત્તાવાળી હોમિયોપેથી અને ભારતીય આયુર્વેદના વ્યવસાયિકો સમગ્ર દેશમાં વ્યવસાય કરી શકે તેની પણ વાત હતી. તેના પગલે લોકસભાએ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી બિલ અને નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ પસાર કર્યુ હતુ. રાજ્યસભા અગાઉ જ આ બિલ પસાર કરી ચૂકી છે.

આ બિલને પાસ કરતી વખતે આરોગ્યપ્રધાન હર્ષવર્ધને જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કાયદાના લીધે હોમિયોપેથી અને ભારતીય દવાઓની પરંપરાનું વધારે સારી રીતે સંચાલન કરવામાં મદદ મળશે.