Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > સચિનને મળ્યુ મોટુ સમ્માન, ICC હૉલ ઓફ ફેમમાં સામેલ થયો

સચિનને મળ્યુ મોટુ સમ્માન, ICC હૉલ ઓફ ફેમમાં સામેલ થયો

0
361

ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)ને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) હૉલ ઓફ ફેમ(Hall Of Fame)માં સામેલ કરવામાં આવ્યો છે. 46 વર્ષના સચિન આ પ્રતિષ્ઠિત યાદીમાં જગ્યા મેળવનાર છઠ્ઠો ભારતીય છે, આ પહેલા 2018માં રાહુલ દ્રવિડને આ સમ્માન મળ્યુ હતું.

સચિન તેંડુલકરે લંડનમાં આયોજિત સમારંભમાં કહ્યું, ‘આ મારી માટે ઘણુ મોટુ સમ્માન છે.’ સચિન ટેસ્ટ અને વન ડે બન્નેમાં સૌથી વધુ રન બનાવવાને વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.

સચિને 200 ટેસ્ટ મેચમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા,જેમાં તેની 51 સદી સામેલ છે. સાથે જ સચિને 463 વન ડે આંતરરાષ્ટ્રીયમાં 44.83ની એવરેજથી 18426 રન બનાવ્યા, જેમાં તેના 49 સદી સામેલ છે. આ રીતે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે.

2015માં અનિલ કુંબલેને આ સમ્માન મળ્યુ હતું. બિશન સિંહ બેદી અને સુનીલ ગાવસ્કરને 2009માં શરૂઆતની ‘આઇસીસી ક્રિકેટ હૉલ ઓફ ફેમ’માં સામેલ કરવામાં આવ્યા હતા. કપિલ દેવને 2010માં આ સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.

સચિન અને ડોનાલ્ડ સિવાય બે વખતની વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર કૈથરીન ફિટ્જપેટ્રિકને પણ હૉલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે જ હૉલ ઓફ ફેમમાં સામેલ થનારા ખેલાડીઓની સંખ્યા 90 થઇ ગઇ છે.

ક્રિકેટ ઇતિહાસના સૌથી ફાસ્ટ બોલરમાં સામેલ 52 વર્ષીય ડોનાલ્ડે પોતાની ક્રિકેટ કરિયર દરમિયાન 330 ટેસ્ટ વિકેટ સિવાય વન ડે ઇન્ટરનેશનલમાં 272 વિકેટ ઝડપી છે.51 વર્ષની મહિલા ક્રિકેટર ફિટ્જપેટ્રિકે પોતાની કરિયર દરમિયાન વન ડેમાં 180 અને ટેસ્ટમાં 60 વિકેટ ઝડપી છે. એક કોચના રૂપમાં તેમણે ત્રણ વર્લ્ડકપ ખિતાબ માટે ઓસ્ટ્રેલિયન મહિલા ટીમનું માર્ગદર્શન કર્યુ છે.

ફાઈનલમાં જિમ્મી નીશમે સુપર ઓવરમાં સિક્સ ફટકારી અને તે સમયે જ તેમના કોચે જીવ ગુમાવ્યો