Gujarat Exclusive > દેશ-વિદેશ > વિદેશમંત્રી જયશંકર આજે રશિયા મુલાકાતે, “LAC પર સ્થિતિ વધુ ગંભીર”

વિદેશમંત્રી જયશંકર આજે રશિયા મુલાકાતે, “LAC પર સ્થિતિ વધુ ગંભીર”

0
60
  • વિદેશ મંત્રી મંગળવારના રોજ 4 દિવસની રશિયાની યાત્રા માટે જશે
  • બેઠકમાં સીમા વિવાદનો મુદ્દો ઉઠી શકે છે
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તાજેતરમાં જ મોસ્કોની યાત્રા કરી હતી

નવી દિલ્હીઃ ચીન સાતે સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર (S Jaishankar latest news) મંગળવારના રોજ ચાર દિવસ રશિયાની યાત્રા માટે રવાના થશે. જયશંકર મોસ્કોમાં આયોજિત થનાર શંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની બેઠકમાં ભાગ લેશે. મળતી જાણકારી અનુસાર વિદેશ મંત્રી યાત્રા દરમ્યાન ઇરાનમાં રોકાઇ શકે છે.

મામલાની જાણકારી ધરાવનારા લોકોના જણાવ્યાં અનુસાર મોસ્કોમાં જયશંકર દ્વારા ચીની સમકક્ષ વાંગ યીની સાથે દ્રિપક્ષીય બેઠક કરવાની આશા છે. આ બેઠકમાં સીમા વિવાદનો મુદ્દો ઉઠી શકે છે. જયશંકર મોસ્કોમાં આયોજિત આઠ સભ્યોની શંઘાઇ સહયોગ સંગઠન (SCO) ના વિદેશ મંત્રીઓની બેઠકમાં શામેલ થવા જઇ રહ્યાં છે. જેમાં ભારત અને ચીન સભ્ય છે.

આ પણ વાંચોઃ LAC પર તનાવ વધ્યો, 45 વર્ષ બાદ ભારત-ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગ

સીમા પર સ્થિતિ ખૂબ ગંભીર : એસ. જયશંકર

ચીનના વિદેશ મંત્રી વાંગ યીની સાથે મોસ્કોમાં સંભવિત વાર્તા પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar latest news) જણાવ્યું કે, “ચીન સાથે સીમા પર બનેલી સ્થિતિને પડોશી દેશ સાથે સમગ્ર સંબંધોની સ્થિતિથી અલગ કરીને ના જોઇ શકાય.” વિદેશ મંત્રીએ પૂર્વી લદ્દાખની હાલતને “ખૂબ ગંભીર” કરાર કરી છે અને જણાવ્યું કે, આવી હાલતમાં બંને પક્ષો વચ્ચે રાજનીતિક સ્તર પર ‘ખૂબ ઊંડા વિચાર-વિમર્શ’ની જરૂરિયાત છે.

નોંધનીય છે કે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તાજેતરમાં જ મોસ્કોની યાત્રા કરી હતી. આ દરમ્યાન તેઓએ SCOના રક્ષા મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો. બીજી બાજુ શુક્રવારના રોજ રાજનાથસિંહે પોતાના ચીની સમકક્ષ જનરલ વેઇ ફેંગહી સાથે અંદાજે બે કલાક સુધી પૂર્વી લદ્દાખમાં સીમા પર વધી રહેલા તણાવને લઇને મહત્વની બેઠક યોજી હતી.

વાંગ અને જયશંકર વચ્ચે થઇ શકે છે વાતચીત

એવું કહેવામાં આવી રહ્યું છે કે,જયશંકર અને વાંગની ગુરૂવારના રોજ દ્રિપક્ષીય બેઠક યોજાવાની આશા છે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રીઓએ 17 જૂનના રોજ ફોન પર વાતચીત કરી હતી અને એ દરમ્યાન પૂરા મામલાને જવાબદાર રીતે સંભાળવા પર સહમતિ બની હતી.

લદ્દાખ ઝડપને લઇને વાતચીત થઇ હતી

બંને દેશોનાં સૈનિકોની વચ્ચે ગલવાન ઘાટીની હિંસક ઝડપના બે દિવસ બાદ જયશંકર અને વાંગની વચ્ચે વાતચીત થઇ હતી. આ હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં. આ ઝડપથી તણાવ ખૂબ વધી ગયો છે. ચીની સૈનિકો પણ હતાહત થઇ ગયા હતાં પરંતુ અત્યાર સુધી ચીન તરફથી આ અંગે કોઇ જ જાણકારી આપવામાં નથી આવી. અમેરિકી ખાનગી એજન્સીના જણાવ્યાં અનુસાર આ હિંસક ઝડપમાં ચીનના 35 સૈનિકો માર્યા ગયા હતાં.

આ પણ વાંચોઃ WHO પ્રમુખની ચેતવણી : વિશ્વ બીજી મહામારી માટે તૈયાર રહે