Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વેક્સીનને લઇ રશિયા સાથે ભારતની વાતચીત શરૂ, જલ્દી મળશે ખુશખબરી

કોરોના વેક્સીનને લઇ રશિયા સાથે ભારતની વાતચીત શરૂ, જલ્દી મળશે ખુશખબરી

0
82
  • સમગ્ર વિશ્વમાં ભારત બ્રાઝીલને પછાડી પહોંચ્યું બીજા સ્થાને
  • કોરોના વેક્સીનને લઇ રશિયા દ્વારા મળી શકે છે ખુશખબરી
  • ભારત અને રશિયા વચ્ચે કોરોના વેક્સીનને લઇને વાતચીત શરૂ

ભારતમાં દરરોજના કોરોનાના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. ભારત શનિવારનાં રોજ કોરોના સંક્રમણના કેસોમાં બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે વધતા જતા કેસોની વચ્ચે કોરોના વેક્સીન (Russia corona vaccine) ને લઇને એક રાહતભર્યા સમાચાર સામે આવ્યાં છે. મોસ્કો અને નવી દિલ્હીની વચ્ચે રશિયાની સ્પૂતનિક વી વેક્સીનને લઇને વાતચીત થઇ રહી છે. એવામાં રશિયાએ ફરી વાર ખુશખબરી આપતા જણાવ્યું કે, આ જ સપ્તાહે આ વેક્સીન સામાન્ય જનતાને ઉપલબ્ધ થશે.

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલેય કુદાશેવે જણાવ્યું કે, “વેક્સીનને લઇને મોસ્કો અને ભારત સરકારની વચ્ચે અનેક સ્તરો પર વાતચીત થઇ રહી છે. જેમાં વેક્સીનની આપૂર્તિ, સહ વિકાસ અને સહ ઉત્પાદન જેવાં મુદ્દાઓ પણ શામેલ છે.

નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 11 ઓગ્સ્ટના રોજ વિશ્વની પ્રથમ કોરોના વેક્સીન (Russia corona vaccine) ને લોન્ચ કરી હતી. આ વેક્સીનનું નામ ‘સ્પૂતનિક વી’ છે. લૈંસેટ જનરલના અનુસાર શરૂઆતના ટ્રાયલમાં આ વેક્સીનની કોઇ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે નથી આવી.

આ પણ વાંચોઃ Covid-19: 24 કલાકમાં ફરીથી 90 હજારથી વધુ સંક્રમિત, દેશમાં કુલ કેસ 42 લાખને પાર

મીડિયા રિપોર્ટના જણાવ્યાં અનુસાર, રશિયાએ ભારતની સાથે વેક્સીનને લઇને સહયોગ કરવાની સમજૂતી કરી છે. હાલમાં ભારત સરકાર તરફથી તેનું ઝીણવટપૂર્વક અધ્યયન કરવામાં આવી રહ્યું છે. કુદાશેવે કહ્યું કે, “કેટલીક જરૂરી ટેક્નિકી પ્રક્રિયાઓ બાદ વેક્સીન મોટા વ્યવસાય પર (અન્ય દેશોમાં પણ) ઉપયોદ કરવામાં આવશે.

આ વાતને લઇને પણ એવી ચર્ચા છે કે આવનારા સપ્તાહમાં વિદેશ મંત્રી એસ જયશંકરની રશિયા મુલાકાત દરમ્યાન પણ કોરોના વેક્સીનને લઇને વાતચીત થશે. જ્યારે કુદાશેવે એમ પણ કહ્યું કે, “રશિયા ભારત સાથે ન્યાયપૂર્ણ અને બહુઘ્રુવીય વિશ્વની કલ્પના કરે છે. એટલાં માટે આ વેક્સીન પર કામ કરવા ઇચ્છે છે.”

તેઓએ જણાવ્યું કે, “વર્તમાનમાં વિશ્વના અનેક દેશ મહામારી હોવા છતાં ભૂ-રાજનૈતિક રમત રમવામાં લાગેલા છે. તેઓ એકબીજા વિરૂદ્ધ રમતો રમી રહ્યાં છે. પરંતુ હોવું એ જોઇએ કે તમામ દેશ સાથે મળીને આ વાયરસ સામે લડવામાં સહયોગ કરે.”

તમને જણાવી દઇએ કે રશિયા આ જ સપ્તાહે કોરોના વેક્સીન સ્પૂતનિક વીને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યાં છે. આ વેક્સીનને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રશિયા રક્ષા મંત્રાલય સાથે મળીને એડેનોવાયરસને બેસ બનાવીને તૈયાર કરેલ છે.

આ પણ વાંચોઃ ગંભીર બેદરકારી : રાજપીપળા કોવિડ હોસ્પિ.માં દર્દીએ સારવાર માટે 8 કલાક રાહ જોવી પડી!