Gujarat Exclusive > દેશ-વિદેશ > રાજ્યસભામાં પણ પાસ થયુ RTI સંશોધન બિલ, કોંગ્રેસનો વૉક આઉટ

રાજ્યસભામાં પણ પાસ થયુ RTI સંશોધન બિલ, કોંગ્રેસનો વૉક આઉટ

0
319

રાજ્યસભામાં સૂચનાના અધિકારનું બિલ પાસ થઇ ગયુ છે. બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્યોએ વૉક આઉટ કર્યુ હતું.કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી દળ RTI બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માંગ કરી રહ્યાં હતા પરંતુ વોટિંગ બાદ આ પ્રસ્તાવ સદનમાં પડી ગયો હતો.

રાજ્યસભાની મંજૂરી મળ્યા બાદ થશે બદલાવ

– મુખ્ય સૂચના આયુક્ત અને પંચના વેતન, ભથ્થા અને સેવાની શરતો મુખ્ય નિર્વાચન આયુક્ત અને નિર્વાચન આયુક્તના બરાબર હશે. પહેલા મુખ્ય સૂચના આયુક્તને સુપ્રીમ કોર્ટના પ્રધાન ન્યાયાધીશના સમાન વેતન ભથ્થુ મળતુ હતું.
– વેતન-ભથ્થા અને શરત કેન્દ્ર સરકાર નક્કી કરશે, મુખ્ય સૂચના આયુક્ત અને સૂચના આયુક્તનો કાર્યકાળ પાંચની જગ્યાએ ત્રણ વર્ષનો હશે.

લોકસભામાં પાસ થઇ ચુક્યુ છે RTI બિલ

લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો પરંતુ તેમ છતા સૂચનાનો અધિકાર કાયદો (આરટીઆઇ) સંશોધન વિધેયક નીચેના સદનમાં પસાર થઇ ગયો છે. આ વચ્ચે યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર પત્ર લખીને નિશાન સાધ્યુ હતું, તેમનું કહેવુ છે કે સરકાર પોતાના બહુમતનો ઉપયોગ કરીને દરેક નાગરિકને અશક્ત બનાવી રહી છે.

લોકસભામાં ત્રિપલ તલાક બિલ પાસ, ઔવેસીએ કહ્યું- ઈસ્લામમાં લગ્ન એકમાત્ર કરાર