Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ડ્રગ્સ કાંડઃ શું ગુજરાત પોલીસને સુશાંતની ગર્લફ્રન્ડ રિયા ચક્રવર્તીનો ડર સતાવે છે ?

ડ્રગ્સ કાંડઃ શું ગુજરાત પોલીસને સુશાંતની ગર્લફ્રન્ડ રિયા ચક્રવર્તીનો ડર સતાવે છે ?

0
130

મુંબઇમાં સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની (Riya Chakraborty Drugs Case) ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ મુંબઈથી અમદાવાદ લાવવામાં આવી રહેલા 1 કરોડના એમડી સાથે એએસઆઈ સહિત પાંચ આરોપીઓની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને લઈ પોલીસના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર પર પોલીસે તેમની વાહવાહી કરતી એક પોસ્ટ વાયરલ કરી હતી. તેની સાથે જ લોકોએ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા જેમાં સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રિયા ચર્કવર્તી (Riya Chakraborty Drugs Case)નું ગુજરાત ડ્રગ્સ (Riya Chakraborty Drugs Case) કૌભાંડ સાથે કનેક્શન અંગે પણ સવાલ કર્યા છે.

આ પણ વાંચો: વડોદરા એક્સપ્રેસ વે પરથી 1 કરોડના MD ડ્રગ્સ સાથે ASI પકડાયો: 5ની ધરપકડ

અમદાવાદ પોલીસના ટ્વિટર અકાઉન્ટ ઉપર મુંબઈથી ડ્રગ્સ (Riya Chakraborty Drugs Case) ખરીદી સપ્લાય કરનારા બે અને અમદાવાદ લાવી લોકલ વેપારીઓ સુધી પહોંચાડનારા ત્રણ આરોપીઓને એક 1.23 કરોડના એમડી ડ્રગ્સ (Riya Chakraborty Drugs Case) સાથે ઝડપી પાડ્યા હતા. આ પોસ્ટ પોલીસ અને આરોપીઓના ફોટા સહિત કેટલીક માહિતી ટ્વિટર પર પોલીસે તેમના અકાઉન્ટ પર પોસ્ટ વાયરલ કરી હતી.

આ પોસ્ટ વાયરલ કર્યાના થોડાક સમય બાદ કેટલાક યુઝરે અમદાવાદ પોલીસની કામગીરીને બિરદાવતાં પોલીસ પર ગર્વ અનુભવતા હોવાની પોસ્ટ કરી પોલીસની કામગીરીની સરાહના કરી હતી. તો બીજી બાજુ ઘણા યુઝરોએ આ પોસ્ટને લઈ પોલીસને આડે હાથ પણ લીધી હતી.

આ પણ વાંચો: સતત કોરોના પોઝિટિવ કેસો વધતા સુરતમાં ત્રણ ડાયમંડ યુનિટ સિલ

કલ્પેશ શાહ નામના યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે,

“કોઈ ખુશી કી બાત નહીં હે, અગર કીસી કો પકડ લીયા લીયા હો. પુલિસવાલે પહેલે હી સબ જાનતે હે. કુછ ભી છુપા હુઆ નહીં હે ઉનસે. લેકિન અબ ઉન્હે પતા ચલા હે કી કુછ ભી હો સક્તા હે ઈસલીયે પહેલે સે હી સતર્ક હો ગયે. રિયા કહીં ભેદ ના ખોલ દે. કહીં ના કહીં કડી જુડી હોતી હે.”

તો બીજા એક યુઝરે બળાપો કાઢતી કોમેન્ટ કરી હતી કે,

“અમદાવાદ પુલીસને મેરે 9 હજાર લીયે ઓર મુજે સિર્ફ 2 હજાર કા મેમો દિયા. ઓર હમ દોનો ભાઈઓ કો બહુત મારા ઓર ધમકી દી, જયાદા હોશિયારી દિખાને કી કોશિશ મત કરના નહીં તો અમદાવાદ મેં નહીં રેહ શક્તે. પ્લીઝ હેલ્પ અમદાવાદ પુલીસ”

ત્રીજા યુઝર ચેતન વ્યાસે લખ્યું છે કે,

“મહેરબાની કરીને મુંબઈ પોલીસને આ કામગીરી શિખવાડો, એનસીબીને બોલાવી પડે છે”

તો ચોથા યુઝરે એવી કોમેન્ટ કરી છે કે,

“વહેતી ગંગા મેં હાથ ધોવાનું અમદાવાદ પોલીસ જાણે છે, કે ઈસનપુર પોલીસ સ્ટેશનની પાછળ રામગલીમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે. તેઓ સરદાર પટેલ સકુલ પાસે જાહેર રોડ પર ખુલ્લેઆમ વેચાય છે અને પોલીસ ઘણી વાર ત્યાથી પસાર પણ થતી હોય છે. પરતું તે આંધળી બની જાય છે.”

પાંચમાં યુઝરે લખ્યું છે કે,

“ડ્રગ્સ કેસમાં એએસઆઈ પણ સંડાવાયેલો છે. તેનો ઉલ્લેખ અહિંયા કર્યો નથી.”

આમ પ્રસંશા પામવા માટે અમદાવાદ પોલીસે ડ્રગ્સ મામલે ક્રાઈમબ્રાંચની કામગીરી સરાહના કરતી પોસ્ટ ટ્વીટર પર મુકી પરતું ટ્વિટર યુઝરે પોલીસને વિવિધ મુદ્દેં ઘેરી લીધી હતી.