Gujarat Exclusive > દેશ-વિદેશ > જજના આદેશ બાદ પણ કુરાન નહી વેચે ઋચા પટેલ, કહ્યું- આ મારો મૌલિક અધિકાર

જજના આદેશ બાદ પણ કુરાન નહી વેચે ઋચા પટેલ, કહ્યું- આ મારો મૌલિક અધિકાર

0
486

સોશિયલ સાઇટ પર ધાર્મિક ટિપ્પણી કરવા મામલે કુરાન વેચવાની શરત પર જામીન મેળવનારી રાંચીની ઋચા પટેલે ધર્મગ્રંથની પાંચ પ્રતિ વેચવાનો ઇનકાર કર્યો છે. ઋચા અનુસાર, તે નીચલી અદાલતના નિર્ણયની કોપી મળવાની રાહ જોઇ રહી છે. કોપી મળ્યા બાદ તે હાઇકોર્ટનો દરવાજો ખટખડાવશે. ઋચાએ જણાવ્યુ કે તેને કુરાન વેચવાનો આદેશ યોગ્ય લાગ્યો નહતો. તે ખરાબ અનુભવ કરી રહી છે. આ સમાચાર અખબારની હેડલાઇન બની છે.

‘મારા મૌલિક અધિકારોનું હનન કોઇ કઇ રીતે કરી શકે છે?’

પ્રભાત ખબર અનુસાર ઋચાએ કહ્યું કે તે કોર્ટના નિર્ણયનું સમ્માન કરે છે પરંતુ તેના મૌલિક અધિકારોનું હનન કોઇ કેવી રીતે કરી શકે છે? ફેસબુક પર પોતાના ધર્મ વિશે લખવુ શું ગુનો છે? સાથે જ તેને એમ પણ કહ્યું કે પોલીસે તેની અચાનક કેવી રીતે ધરપકડ કરી?

ઋચાના પિતા પ્રકાશ પટેલનું કહેવુ છે કે તેની વિવિધ સંગઠનો સાથે વાતચીત ચાલી રહી છે.નીચલી અદાલતના નિર્ણય વિરૂદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. પ્રકાશ પટેલે જણાવ્યુ કે મંગળવાર સાંજ સુધી ઋચાએ એક કુરાન વેચવાની હતી પરંતુ પોલીસ પ્રોટેક્શન વગર તે કઇ રીતે ઘરેથી નીકળતી. પિઠોરિયા પોલીસ સ્ટેશનના પ્રભારીને કેટલીક વખત ફોન કરવામાં આવ્યો હતો પરંતુ તેને કોર્ટમાંથી જાણકારી મેળવવાની વાત કરી હતી.

કોર્ટની શરત ના માનતા રદ થઇ શકે છે જામીન

વકીલોનું માનીએ તો કોર્ટની શરત ના માનવા પર ઋચાની જામીન રદ થઇ શકે છે.જોકે, તેને હાઇકોર્ટમાં રિવીઝન પિટીશન ફાઇલ કરવાનો અધિકાર છે. તે બાદ જ્યાર સુધી નિર્ણય નથી આવતો, જામીન રદ કરી શકાતી નથી.

આ છે આખી ઘટના

મહત્વપૂર્ણ છે કે ઋચા પટેલે સોશિયલ પર ધાર્મિક પોસ્ટ કરી હતી. તે બાદ અંજુમન ઇસ્લામિયા (પિઠોરિયા)ના પ્રમુખ મંસૂર ખલીફાએ રાંચીના પિઠોરિયા પોલીસ સ્ટેશનમાં 12 જુલાઇએ એફઆઇઆર દાખલ કરી હતી. જેમાં તેમણે ઋચા પટેલ પર મુસ્લિમ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડવાનો આરોપ લગાવ્યો હતો. તે બાદ પિઠોરિયા પોલીસે શુક્રવારની સાંજે ઋચાની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી દીધી હતી. આ મામલે સોમવારે ન્યાયિક દંડાધિકારી મનીષ કુમાર સિંહની કોર્ટે કુરાનની પાંચ કોપી વેચવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે પિઠોરિયા પોલીસના સંરક્ષણમાં મંગળવાર સાંજ સુધી ઋચા કુરાનની એક કોપી અંજુમન ઇસ્લામિયાના સદર મંસૂર ખલીફાને આપશે. અન્ય ચાર વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં વેચશે, તેની માટે ઋચાને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

બિહાર: RSS સહિત 19 સંગઠનો પર નીતિશ કુમારની નજર, સ્પેશિયલ બ્રાન્ચને સોંપી જવાબદારી