Gujarat Exclusive > યુથ > મનોરંજન > Sushant Case: ડ્રગ્સ કનેક્શનમાં રિયાએ લીધુ સારા અલી ખાન અને રકુલ પ્રીતનું નામ!

Sushant Case: ડ્રગ્સ કનેક્શનમાં રિયાએ લીધુ સારા અલી ખાન અને રકુલ પ્રીતનું નામ!

0
65
  • ડ્રગ્સ કનેક્શનમાં રિયા ચક્રવર્તીઓ 25 નામોનો કર્યો ખુલાસો

  • NCBની રડાર પર છે આ 5 બૉલિવૂડ સેલેબ્સ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ઝડપી કાર્યવાહી કરી રહ્યું છે. રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર સામે આવી રહ્યાં હતી કે, જલ્દી રિયા ચક્રવર્તી બૉલિવૂડના અનેક મોટા નામોનો ખુલાસો કરી શકે છે.

હવે પ્રાપ્ત માહિતી પ્રમાણે, રિયાએ બૉલિવૂડની 25 જાણીતી હસ્તીઓનો ઉલ્લેખ કર્યો છે. જે લોકો ડ્રગ્સ લેતા હતા અથવા તો ડ્રગ્સ પાર્ટીમાં ભાગ લેતા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રિયાએ બી-ટાઉનના જે 25 મોટા નામોનો ઘટસ્ફોટ કર્યો છે, તેમાંથી 5 લોકોના નામ સામે આવી ગયા છે. જેમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સહિતના સ્ટાર્સ સામેલ છે.

સારા અલી ખાન
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન વિશે સુશાંતના મિત્ર સેમ્યુઅલે અનેક ખુલાસા કર્યાં હતા. તેણે જણાવ્યું હતું કે, સારા અને સુશાંત “કેદારનાથ”ના સમયે એકબીજા ડેટ કરી રહ્યાં હતા, પરંતુ જલ્દી જ તેમનો બ્રેકઅપ થઈ ગયો.

આ પણ વાંચો: વ્હોટ્સએપ મેસેજથી નારાજ શિવસૈનિકોએ રિટાયર્ડ નેવી ઓફિસરને ઢોરમાર માર્યો

જો કે ના તો સારા અને ના સુશાંતે ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો હતો. એક સમયે સારા અલી ખાન અને રિયા ચક્રવર્તી પણ ઘણાં સારા મિત્રો હતો. બન્ને અનેક અવસર પર સાથે સ્પૉટ પણ કરવામાં આવ્યા હતા. હવે રિયાના ખુલાસા બાદ NCB સારા પર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

રકુલ પ્રીત સિંહ
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ કનેક્શનમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું પણ નામ લીધુ છે. દિલ્હીમાં રહેતી રકુલ પ્રીત સિહે 2009માં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. રકુલ પ્રીતે સાઉથમાં પણ અનેક હિટ ફિલ્મો આપી છે. રકુલની રિયા સાથે સારી એવી મિત્રતા રહી છે.

સિમોન ખંભાતા
રિયા ચક્રવર્તીના નિકટત્તમ દોસ્ત સિમોન ખંભાતા વ્યવસાયે ડિઝાઈનર છે. સિમોનના બૉલિવૂડના અનેક સ્ટાર્સ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. હવે NCB ટૂંક સમયમાં તેની પણ પૂછપરછ કરી શકે છે.

રોહિણી અય્યર
બૉલિવૂડની સૌથી મોટો પબ્લિસિસ્ટમાં રોહિણી અય્યરની ગણના થાય છે. તેણે ઘણાં લાંબા સમય સુધી સુશાંતનું કામ જોયું હતું. રોહિણી ખુદને સુશાંતની મિત્ર ગણાવે છે. રિયાના નિવેદન બાદ રોહિણી પણ ફસાય તેવું લાગી રહ્યું છે.

મુકેશ છાબડા
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા પણ આ યાદીમાં પાંચમાં ક્રમે છે. મુકેશ છાબડાના ડિરેક્શનની પ્રથમ ફિલ્મ “દિલ બેચારા”માં સુશાંત સિંહે જ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મુકેશ છાબડાએ જ કાસ્ટિંગ દરમિયાન સુશાંતનું નામ ફિલ્મ “કાય પો છે” માટે સૂચવ્યું હતું.