Gujarat Exclusive > યુથ > મનોરંજન > ભાયખાલા જેલમાં વિતશે રિયા ચક્રવર્તીની રાત, ગુરુવારે જામીન અંગે સુનાવણી

ભાયખાલા જેલમાં વિતશે રિયા ચક્રવર્તીની રાત, ગુરુવારે જામીન અંગે સુનાવણી

0
59
  • રિયા ચક્રવર્તી 14 દિવસની ન્યાયિક અટકાયતમાં 

  • એનસીબીએ રિયાની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને બુધવારે સવારે મુંબઈની ભાયખલા જેલમાં મોકલી દેવાઇ છે. મુંબઈના એક સ્થાનિક મેજિસ્ટ્રેટે અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને મોડી રાત્રે 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. તે પછી રિયા (Rhea Chakraborty)ને રાત્રે એનસીબીના લોકઅપમાં રાખવામાં આવી હતી.

દરમિયાન રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું કે રિયા (Rhea Chakraborty) અને તેના ભાઈ શૌવિકની જામીન અરજી પર મુંબઈની વિશેષ અદાલતમાં ગુરુવારે સુનાવણી થશે.

એટલે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને બુધવારની રાત ભાયખલા જેલમાં વિતાવવી પડશે. ગુરુવારે જ તેની જામીન અરજી પર સુનાવણી થશે.

ઉલ્લેખનીય છે કે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મંગળવારે રિયાની ધરપકડ કરી હતી.

પરંતુ બાદમાં અટકાયતમાં લેવાનો ઇનકાર કરતા 14 દિવસની ન્યાયિક અટકાયત માંગી હતી, જે મંજૂર થઇ ગઇ હતી. એનસીબીએ ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવા માટે બપોરે 3.30 વાગ્યે રિયા (Rhea Chakraborty)ની ધરપકડ કરી હતી. તે પહેલા એનસીબીએ ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો: કંગના બેફામ; તોછડાપણા પર ઉતરી: CMને કહ્યું- ‘ઉદ્ધવ ઠાકરે આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તારો ઘમંડ તૂટશે’

એનસીબીના ઉપ નિર્દેશક એમ.એ.જૈને જણાવ્યું કે રિયા પર એનડીપીએસ એક્ટની કલમ 8(C), 20(B)(2), 22A, 28 અને 29 હેઠળ ડ્રગ્સ એન્ગલમાં તેની કથિત ભૂમિકાના આરોપ લગાવ્યા છે.

તે સિવાય તેણે અત્યાર સુધી એનસીબીને જે પણ માહિતી આપી, તે તેની “અટકાયત માટે પુરતી” હતી.

એનસીબીએ 6 પેજની રિમાન્ડ અરજીમાં રિયાને ડ્રગ સપ્લાય સાથે જોડાયેલી ડ્રગ સિન્ડિકેટના એક સક્રીય સભ્ય ગણાવી છે.

જે સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રગ્સ ખરીદવા માટે રૂપિયાની સગવડ કરતી હતી.

જોકે તેમાં ઉલ્લેખ નથી કર્યો કે તે પોતે પણ ડ્રગ્સ લેતી હતી.

આ પણ વાંચો: શરદ પવાર પણ કંગનાની વ્હારેઃ કહ્યું- ‘મુંબઈમાં છે ઘણા ગેરકાયદેસર બાંધકામ’

રિયા (Rhea Chakraborty)ના વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું હતુ કે ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ એકલી મહિલાની પૂછપરછ કરી રહી છે કારણ કે તે એક ડ્રગ એડિક્ટ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન વ્યક્તિને પ્રેમ કરતી હતી.

જેણે પ્રતિબંધિત દવાઓ અને ડ્રગ લેવાના કારણે આપઘાત કર્યો.

ઉલ્લેખનીય છે કે રિયાની ધરપકડ તેના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હોમ મેનેજલ સૈમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતની ધરપકડના ત્રણ દિવસ પછી થઇ છે.

શૌવિક ચક્રવર્તીને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. અન્ય લોકોને પણ ન્યાયિક અટકાયતમાં મોકલવામાં આવ્યા છે.