Gujarat Exclusive > યુથ > મનોરંજન > રિયા ચક્રવર્તીને વધુ એક ફટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

રિયા ચક્રવર્તીને વધુ એક ફટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

0
58
  • રિયા ચક્રવર્તીની મંગળવારે થઇ હતી ધરપકડ

  • ડ્રગ્સ મામલે નારકોર્ટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કરી હતી ધરપકડ

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) જેલ પાછળ કેદ છે. ડ્રગ્સ કનેક્શન કેસમાં રિયાને કોર્ટે 14 દિવસ માટે જેલમાં મોકલી છે. રિયા (Rhea Chakraborty) સાથે તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી અને બીજા પેડલર્સની જામીન અરજી પર સુનાવણી થઇ હતી. જેમાં તેઓને મોટો ફટ્કો પડ્યો છે. તેઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે એટલે બધાને જેલમાં જ રહેવું પડશે. જોકે રિયા પાસે હાઈકોર્ટમાં અરજી કરવાનો રસ્તો ખુલ્લો છે.

નોંધનીય છે કે વિશેષ જજ જીબી ગુરાવે ગુરુવારે ભાઈ-બહનના વકીલ અને કેસમાં વિશેષ સરકારી વકીલની દલીલો સાંભળી હતી. કેસમાં ચાર અન્ય આરોપીઓની જામીન અરજીઓની પણ સુનાવણી થઇ હતી અને ત્યાર બાદ કોર્ટ કેસની સુનાવણી શુક્રવાર સુધી માટે સ્થગિત કરી હતી.

આ પણ વાંચો: કંગનાનો ફરી CM ઉદ્ધવ પર વારઃ કહ્યું-શિવસેના હવે સોનિયાસેના બની ગઇ

ઉલ્લેખનીય છે કે નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મંગળવારે રિયાની ધરપકડ કરી હતી.

પરંતુ બાદમાં અટકાયતમાં લેવાનો ઇનકાર કરતા 14 દિવસની ન્યાયિક અટકાયત માંગી હતી, જે મંજૂર થઇ ગઇ હતી. એનસીબીએ ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવા માટે મંગળવારે બપોરે 3.30 વાગ્યે રિયા (Rhea Chakraborty)ની ધરપકડ કરી હતી.

તે પહેલા એનસીબીએ ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી. રિયા હાલ ભાયખલા જેલમાં છે.

એનસીબીના ઉપ નિર્દેશક એમ.એ.જૈને જણાવ્યું કે રિયા પર એનડીપીએસ એક્ટની કલમ 8(C), 20(B)(2), 22A, 28 અને 29 હેઠળ ડ્રગ્સ એન્ગલમાં તેની કથિત ભૂમિકાના આરોપ લગાવ્યા છે.

તે સિવાય તેણે અત્યાર સુધી એનસીબીને જે પણ માહિતી આપી, તે તેની “અટકાયત માટે પુરતી” હતી.

એનસીબીએ 6 પેજની રિમાન્ડ અરજીમાં રિયા (Rhea Chakraborty)ને ડ્રગ સપ્લાય સાથે જોડાયેલી ડ્રગ સિન્ડિકેટના એક સક્રીય સભ્ય ગણાવી છે.

જે સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રગ્સ ખરીદવા માટે રૂપિયાની સગવડ કરતી હતી.

જોકે તેમાં ઉલ્લેખ નથી કર્યો કે તે પોતે પણ ડ્રગ્સ લેતી હતી.

રિયા (Rhea Chakraborty)ના વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું હતુ કે ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ એકલી મહિલાની પૂછપરછ કરી રહી છે કારણ કે તે એક ડ્રગ એડિક્ટ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન વ્યક્તિને પ્રેમ કરતી હતી.

આ પણ વાંચો: Once upon time in Mumbai: તૂટેલી ઓફિસ જોઇ કંગના અપસેટ થઇ, હાઇકોર્ટમાં સુનાવણી 12 દિવસ ટળી ગઇ

જેણે પ્રતિબંધિત દવાઓ અને ડ્રગ લેવાના કારણે આપઘાત કર્યો.

ઉલ્લેખનીય છે કે રિયાની ધરપકડ તેના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હોમ મેનેજલ સૈમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંતની ધરપકડના ત્રણ દિવસ પછી થઇ છે.

શૌવિક ચક્રવર્તીને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

અન્ય લોકોને પણ ન્યાયિક અટકાયતમાં મોકલવામાં આવ્યા છે.