Gujarat Exclusive > યુથ > મનોરંજન > Breaking : NCBએ ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી

Breaking : NCBએ ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી

0
75
  • સુશાંત કેસમાં ડ્ર્ગ્સ મામલે સૌથી મોટી ધરપકડ
  • NCB દ્વારા રિયા ચક્રવર્તીની ધરપકડ

મુંબઇઃ બોલીવુડ હિરોઇન રિયા ચક્રવર્તીની NCBએ મંગળવારના રોજ આજે ધરપકડ કરી લીધી છે. રિયા ચક્રવર્તી પર ડ્રગ્સ લેવા સહિત તમામ ગંભીર આરોપો હતાં. આ મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સતત તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. જો કે ધરપકડ બાદ રિયાને મેડિકલ ટેસ્ટ અને કોરોના ટેસ્ટ માટે લઇ જવામાં આવશે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલામાં સુશાંતના ફેન્સ રિયા ચક્રવર્તીની ધરપકડની રાહ કેટલાંય સમયથી જોઇ રહ્યાં હતાં. એવું માનવામાં આવી રહ્યું હતું કે, ધરપકડ CBI દ્વારા કરવામાં આવશે પરંતુ આ કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યા બાદ NCBની એન્ટ્રી થઇ હતી. જેમાં પહેલાં ડ્ર્ગ્સ ખરીદવા મામલે રિયાના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ થઇ હતી અને હવે ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ છે.

ત્રીજા દિવસે રિયાએ ડ્રગ્સ લેવાનો સ્વીકાર કર્યો હતો

રિયા ચક્રવર્તીની ત્રીજા દિવસે NCBએ જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે આજ (8 સપ્ટેમ્બર) નાં રોજ રિયાએ પહેલી વાર કબૂલ કર્યું કે, તેણે ડ્રગ્સ લીધું હતું. આ પહેલા રિયાએ કહ્યું હતું કે તેણે ક્યારેય ડ્રગ્સ લીધું નથી. રિયાએ આ અંતર્ગત બોલિવુડ પાર્ટીઓના પણ નામ આપ્યાં છે કે જ્યાં તે ડ્રગ્સ લેતી હતી. જેનાં કારણે NCB હવે સુશાંતના કો-સ્ટાર્સ તથા એક્ટર્સને પણ સમન્સ પાઠવશે.

સુશાંતની બહેન શ્વેતાએ ટ્વીટ કરીને જણાવ્યું, “ભગવાન અમારી સાથે છે”

સુશાંતના પિતાએ MCIમાં ફરિયાદ દાખલ કરાવી હતી

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે સિંહે મેડિકલ કાઉન્સીલ ઑફ ઇન્ડીયા (MCI) માં એક ફરિયાદ દાખલ કરતા જણાવ્યું, “સુશાંત સિંહ રાજપૂત અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર સુસાન વૉકર વચ્ચે કોઇ પણ પ્રકારના પરામર્શ સખત રૂપથી ગોપનીય છે અને તેનો ખુલાસો IMC નિયમન અંતર્ગત ગેરવર્તણૂંક હશે.”