Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > RTI કાયદામાં સંશોધન લોકતાંત્રિક સંસ્થાઓને નબળી કરવાની એક ચાલ

RTI કાયદામાં સંશોધન લોકતાંત્રિક સંસ્થાઓને નબળી કરવાની એક ચાલ

0
600

નરેન્દ્ર મોદી પાર્ટ-2 સરકાર સૂચનાનો અધિકાર (આરટીઆઇ) કાયદામાં ફેરફાર કરી રહીછે. સંશોધન બિલ 2019ના ચર્ચા માટે લોકસભા સામે મુક્યો છે અને ચર્ચા ચાલી રહી છે. જેને લઇને નેશનલ કેમ્પેન ફોર પીપલ્સ રાઇટ ટુ ઇન્ફોમેશન, નેશનલ એલાયન્સ ફોર પીપલ્સ મુવમેન્ટ સહિત અનેક સામાજિક સંગઠનો સહિત સિવિલ સોસાયટીના લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું છે કે સરકાર આ સંસોધનના માધ્યમથી આ કાયદાને પુરી રીતે નબળો અને બરબાદ કરી દેવા માંગે છે. જેને લઇને આ તમામ સંગઠનોએ આ સંશોધન બિલના વિરોધમાં રસ્તાથી લઇને સંસદ અને સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન આહવાન કર્યું છે.

આ ક્રમમાં સોમવારે 22 જૂલાઇના આ તમામ સંગઠનોએ દિલ્હીમાં સંસદથી કેટલાક સો મીટર પટેલ ચોક મેટ્રો સ્ટેશનથી માર્ચ કાઢી હતી અને ત્યારબાદ કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં જન મંચ આયોજીત કર્યું છે અને પ્રેસ વાર્તા કરી હતી. જેમાં રાજ્યસભા સાંસદ મનોજ ઝા, વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણ, આરટીઆઇ કાર્યકર્તા અંજિલ ભારદ્ધાજ અને અન્ય સામાજિક કાર્યકર્તા સામેલ છે. તમામ સંગઠનોએ આરટીઆઇ એક્ટમાં સંશોધનની ટીકા કરી અને કહ્યું કે, આ સંશોધન ભારતમાં લોકતંત્રની વિશ્વસનીયતા અને અખંડતાને કમજોર કરશે. આ તમામ મૂલ્યોમાં સ્થાપિત કરવા માટે અમે એક સ્વતંત્ર અને શક્તિશાળી આરટીઆઇ આયોગની માંગ કરે છે.

આરટીઆઇ કાર્યકર્તા અંજલિ ભારદ્ધાજનું કહેવું છે કે લોકસભામાં રજૂ થયેલા સૂચનાનો અધિકાર બિલ કેન્દ્ર સરકારને સૂચના કમિશનરોના કાર્યકાળ અને પગાર નિર્ધારિત કરવાની તાકાત આપે છે તો તેમની આઝાદી અને અધિકારોનું હનન છે. આ સંશોધન મારફતે સરકાર સૂચના આયોગને નબળો કરવાની કોશિષ કરી રહી છે. તે સવાલ કરે છે કે આ સંશોધનની શું જરૂર છે અને સરકાર તે કેમ કરવા માંગે છે. અંજલિ ભારદ્ધાજ કહે છે કે આજે અમે અહીં એટલા માટે આવ્યા છીએ કે સરકાર અને સંસદમાં બેઠેલા લોકો સુધી અમારો અવાજ પહોંચે કે અમે નથી ઇચ્છતા કે આ સંશોધન છે. તેમનું કહેવું છે કે આ અગાઉ ગયા વર્ષે પણ સરકારનો પ્રયાસકર્યો હતો પરંતુ અમારા સંઘર્ષના કારણે સરકારને પોતાના પગલા પાછા ભરવા પડ્યા હતા.

આ વખતે પણ અમે ડરવાના નથી અમને અમારા મૌલિક અધિકાર માટે લડીશું. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, કેમ સૂચના કમિશનરનોની સ્વતંત્રતા જરૂરી છે. તેમણે કહ્યું કે, કારણ કે તતમે સરકારની સૂચના માંગ રહી રહ્યા છો એટલા માટે આ જોગવાઇ કરવામાં આવી છે. તેને સરકારથી સ્વતંત્ર રાખવામાં આવે એટલા માટે તેના પગાર અને કાર્યકાળનો નિયમ નક્કી કરવામાં આવ્યા હતતા. પરંતુ હવે તેને ખત્મ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો પ્રયાસ અગાઉ પણ થયો હતો.

18 વર્ષની ઉંમરનો દર બીજો બાળક ગરીબ

સીપીઆઇ મહાસચિવ ડી રાજાએ આ સંશોધનનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે આ સરકાર તમામ સંસ્થાઓને તબાહ કરવા માંગે છે. તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે,આમ કરવાથી કેન્દ્રિય અને રાજ્યના સૂચના કમિશનરોની સ્વતંત્રતા સમાપ્ત થઇ જશે.પોતાની રાજકીય કરિયરની શરૂઆતમાં આરટીઆઇ કાયદાને લાગુ કરવાની દિશામાં સક્રિયતાથી કામ કરનારા કેજરીવાલે ટ્વિટ કરી જણાવ્યું કે આરટીઆઇ કાયદામાં સંશોધનનો નિર્ણય એક ખરાબ પગલું છે. આ કેન્દ્રિય અને રાજ્યોના સૂચના કમિશનરોની સ્વતેંત્રતા સમાપ્ત કરી દેશે જે આરટીઆઇ માટે સારુ નથી. નોંધનીય છે કે કેન્દ્ર.એ આરટીઆઇ કાયદામાં સંસોધન કરવા માટે લોકસભામાં શુક્રવારે એક બિલ રજૂ કર્યું હતું જે સૂચના કમિશનરોનો પગાર, કાર્યકાળ અને રોજગારની શરતો અને સ્થિતિઓ નક્કી કરવાની શક્તિઓ સરકારને આપવા સંબંધિત છે.

સૂચનાનો અધિકાર બિલ રજૂ કરતા સમયે વડાપ્રધાન ઓફિસમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ આરટીઆઇ કાયદાને વધુ વ્યવહારિક બનાવશે. આ વહીવટી ઉદેશ્યો માટે કરવામાં આવેલ ફેરફાર ગણાવ્યું હતું. વિરોધ કરી રહેલા સંગઠનોનું કહેવું છે કે સરકારે બિલ રજૂ કરવા માટે કરવામાં આવેલી પ્રક્રિયાઓને પણ નથી માની. તેને રજૂ કર્યા અગાઉ જાણકારી આપવામાં આવી નથી. આ સંગઠનોનું કહેવું છે કે સૌથી આશ્વર્યની વાત એ છે કે જનતા અને બાકી હિતધારક તો છોડો સાંસદોને પણ તેની જાણકારી ત્યારે મળી જ્યારે તેમની વચ્ચે કોપી વહેંચવામાં આવી હતી.

દેશના લગભગ 6 કરોડ નાગરિકો દ્ધારા દર વર્ષે આરટીઆઇ અધિનિયમનો ઉપયોગ કરે છે. આ સામાન્ય નાગરિકોના હાથને સૌથી મજબૂત હથિયાર સાબિત થઇ રહ્યો છે. આ અધિકારથી તે પોતાનો અધિકાર જાણે છે અને સરકારોની ચોરી પકડે છે. નેશનલ કેમ્પેઇન ફોર પિપલ્સ રાઇટ ટુ ઇન્ફોમેશન પુરી રીતે એનડીએ સરકાર દ્ધારા રજૂ કરવામાં આવેલા સંશોધનો કરે છે અને માંગ કરે છે કે તેમને તત્કાળ પ્રભાવથી પાછો ખેંચવામાં આવે. આ સંશોધનો લોકોને મૂળ અધિકારોને પ્રભાવિત કરે છે જો કોઇ સંશોધન કરવું હોય તો તેને યોગ્ય સંસદીય સમિતિઓ દ્ધારા વ્યાપક ચર્ચા અને ચર્ચાના માધ્યમથી રાખવી જોઇએ.

કર્ણાટકના નાટકનું અંત- કોંગ્રેસ-જેડીએસની કુમારસ્વામી સરકાર પડી ભાગી

આ અગાઉ પૂર્વ કેન્દ્રિય સૂચના કમિશનર શ્રીધર આચાર્યુંલુંએ ગયા શનિવારે સાંસદોને સૂચનાનો અધિકાર બિલ 2019ને પાસ કરતા રોકવાની અપીલ કરતા સાંસદોને એક ખુલ્લો પત્ર લખ્યો અને કહ્યું કે, કાર્યપાલિકા વિધાયિતાની શક્તિને છીનવવાનો પ્રયાસ કરી રહી છે. આ પત્રમાં આચાર્યુંલુએ પારદર્શિતાની વકીલાત કરતા કહ્યું કે આ સંશોધન મારફતે મોદી સરકાર આરટીઆઇના આખા તંત્રમાં કાર્યપાલિકાની કઠપૂતળી બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે, રાજ્યસભાના સભ્યો પર જવાબદારી વધુ છે કારણ કે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જેની સ્વતંત્ર કમિશનરોની નિમણૂક કરવાની શક્તિ કેન્દ્રને આપવામાં આવી રહી છે.

એનસીપીઆરઆઇ અનુસાર, મુદ્દાઓની એક વિસ્તૃત શ્રેણી છે જેના માટે સરકારને તત્કાળ ધ્યાન આપવાની જરૂર છે અને આ માટે આરટીઆઇ કાયદાને પ્રભાવી સુનિશ્વિત કરવા અને સાર્વજનિક જીવનમાં પારદર્શિતાના ઉચ્ચ માપદંડોને વધારવા તત્કાળ ધ્યાન આપવાની આવશ્યકતા છે. સૂચના કમિશનરોમાં ખાલી પદોને ભરવા માટે સમયબદ્ધ અને પારદર્શિ નિમણૂક કરવી. સૂચના મેળવવા માંગતા લોકો પર હુમલાઓને સમાધાન કરવી-દેશભરમાં 80થી વધુ આરટીઆઇ ઉપયોગકર્તાઓની હત્યા કરવામાં આવી છે. વ્હિલસ બ્લોઅર્સ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવી.

એસીપીઆરઆઇનું કહેવું છે કે આ અકલ્પનિય છે કે તેમાં કોઇ પણ મુદ્દા પર જે વર્તમાનમાં સૂચનાના જન અધિકારને નબળો કરી રહ્યા છે તેનું સમાધાન કરવાના બદલે એનડીઆ સરકાર આરટીઆઇ કાયદા હેઠળ નિર્ણય કરનારા અધિકારીઓ સ્વતંત્રતા અને સ્વાયતતા નષ્ટ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે.