Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને સંસદમાં બેસવાનો કોઈ અધિકાર નથી:રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને સંસદમાં બેસવાનો કોઈ અધિકાર નથી:રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા

0
351

રાજપીપળા:રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્મા,ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.દરમીયાન તેમણે કેવડીયા કોલોનીના સરકીટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય એડમીનિસ્ટ્રેટર આઇ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ સાથે બેઠક યોજી અને સરકાર દ્વારા આ વિસ્તારમાં હાથ ધરાયેલા “હોમ સ્ટે” પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખા શર્માએ જણાવ્યું હતું કે,ગુજરાતમાં નારી અદાલતને મળેલી સફળતાને લઇને હવે સમગ્ર દેશમાં નારી અદાલતોની સ્થાપના કરાશે.સમાજવાદી પક્ષનાં સાંસદ આઝમ ખાને લોકસભાના પીઠાસીન અધ્યક્ષ રમાદેવી પર કરેલ ટિપ્પણી મામલે રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે આઝમખાને સાંસદ તરીકે મળેલા વિશેષાધિકાર(પ્રિવિલેજ)નો ફાયદો લઈને નિવેદન આપ્યું છે.લોકસભા એ એક મંદિર છે.આઝમખાનનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.આઝમખાનને સંસદમાં બેસવાનો કોઈ અધિકાર નથી.આ અંગે સ્પીકર કાર્યવાહી કરશે.તેઓને મહિલાઓ સાથે ગેરવર્તન કરવાની આદત છે.તેમને આકરી સજા થવી જોઈએ.આઝમના પત્નીએ પણ આઝમ ખાન માફી ન માંગે એમ જણાવ્યું છે,તો તેમના પત્ની મહિલા પહેલા છે પણ તેઓ પત્ની તરીકે કેમ આવું નિવેદન આપી શકે અથવા તો તેમના પત્નીને એટલા પ્રતાડીત કરવામાં આવ્યા છે કે તેઓ તેમના મનની વાત કરી શકતા નથી.તેમનાં ઘરમાં પત્ની પર દબાવ વધારે હોય એમ લાવે છે.તેમના પત્ની આઝમખાનથી છૂટશે તો જ એમના મનની વાત કરી શકશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ પણ હવે મોદીની મન કી બાત સાંભળી શકશે