Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Redmi Smart Bandની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Redmi Smart Bandની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

0
71
  • રેડમીએ ભારતમાં આ પ્રથમ ફિટનેસ બેન્ડ લોન્ચ કર્યો છે

  • રેડમી સ્માર્ટ બેન્ડ સિંગલ ચાર્જમાં 14 દિવસ સુધી ચાલી શકે છે

નવી દિલ્હી: Xiaomiના સબ-બ્રાન્ડ રેડમીએ દેશમાં પોતાનો પ્રથમ સ્માર્ટ બેન્ડ લોન્ચ કર્યો છે. Redmi Smart Band એક સસ્તો ફિટનેસ બેન્ડ છે જેની ડિઝાઇન પણ બેન્ડ્સથી થોડી જુદી છે. રેડમી સ્માર્ટ બેન્ડની કિંમત દેશમાં 1599 રૂપિયા રાખવામાં આવી છે. ફિટનેસ બેન્ડને Mi.com,અમેઝોન ઇન્ડિયા, મી સ્ટોર અને મી સ્ટૂડિયોઝ પરથી 9 સપ્ટેમ્બરથી બપોરના 1 વાગ્યાથી ખરીદી શકાય છે.

રેડમી સ્માર્ટ બ્રાન્ડને ગ્રીન, બ્લેક, બ્લૂ અને ઓરેન્જ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. મી બેન્ડ 4 અને મી બેન્ડ 3થી જુદી રેડમી સ્મર્ટ બેન્ડમાં એક રેક્ટેન્ગ્યુલર ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભારત બનશે મોબાઇલના નિકાસનું હબઃ વર્ષે $100 અબજથી વધુની કરશે નિકાસ

Redmi Smart Band: સ્પેસિફિકેશન્સ

રેડમીના આ બેન્ડમાં 1.08 ઇન્ચ એલસીડી કલર ડિસ્પ્લે છે. યુઝર્સને 50થી વધુ પર્સનલાઇઝ્ડ ડાયલની પસંદગીની તક મળે છે.

રેડમી સ્માર્ટ બેન્ડમાં એક હાર્ટ રેટ મોનિટર છે.

આ બેન્ડ 5ATM સર્ટિફિકેટ સાથે આવે છે એટલે 50 મીટર ઉંડા પાણીમાં 10 મિનટ સુધી તે ખરાબ નહીં થાય.

રેડમી સ્માર્ટ બેન્ડને લઇને કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં બેટરી 14 દિવસ સુધી ચાલી શકશે.

આ બેન્ડમાં એક ડાયરેક્ટ યૂએસબી ચાર્જિંગ છે જેનો મતલબ છે કે તમે તેને કોઇ એડેપ્ટર, પાવર બેન્ક અથવા લેપટોપમાં સીધું પ્લગ ઇન કરી શકો છો.

રેડમી સ્માર્ટ બેન્ડમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0 છે.

આ એન્ડ્રોઇડ 4.4 અથવા તેનાથી ઉપર અને આઈઓએસ 9.0 અથવા તેના ઉપરના વર્ઝન વાળો ડિવાઇસને સપોર્ટ કરે છે.

ઉલ્લેખનીય છે કે રેડમી બ્રાન્ડનો આ પ્રથમ ફિટનેસ બેન્ડ છે જેને ભારતમાં લોન્ચ કરાયો છે.